Daya Ben comeback: દયાબેનની વાપસી પર ભાઈ મયુર વાકાણીનું મોટું નિવેદન
- દયાબેન TKMOCમાં પાછા ફરશે કે નહીં તે અંગે મુયર વાકાણીનું નિવેદન (Daya Ben comeback)
- 2018માં દીશા મેટરનિટી લીવ પર ગઈ હતી ત્યારબાદ પાછી ફરી નથી
- દીશાના ભાઈ મયૂર વાકાણીએ જણાવ્યુ તેની બહેન પાછી નહી આવે
- તે રીઅલ લાઈફમા માતાની ભૂમિકા ભજવી રહી છે : મયૂર વાકાણી
Daya Ben comeback : ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ચાહકો છેલ્લા 7 વર્ષથી દયાબેનના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી 2018 માં મેટરનિટી લીવ પર ગઈ હતી અને ત્યારથી તે પાછી ફરી નથી. હવે તેના ઓન-સ્ક્રીન અને રીઅલ લાઈફ ભાઈ મયુર વાકાણીએ આ અંગે મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે દિશા શોમાં પાછા ન ફરવાનું કારણ શું છે.
"તે રીઅલ લાઈફમાં માતાની ભૂમિકા ભજવી રહી છે"
શોમાં સુંદરની ભૂમિકા ભજવતા મયુર વાકાણીએ તાજેતરમાં એક વાતચીતમાં કહ્યું હતું કે, "મેં દિશાની સફર ખૂબ નજીકથી જોઈ છે. મેં એક વાત શીખી છે કે જ્યારે તમે પ્રામાણિકપણે કામ કરો છો, ત્યારે તમને ભગવાનના આશીર્વાદ મળે છે. લોકોએ દિશા પર દયાબેન તરીકે ખૂબ પ્રેમ વરસાવ્યો છે, કારણ કે તેણીએ ખૂબ જ મહેનત કરી છે." તેમણે આગળ કહ્યું, "મારા પિતા હંમેશા કહેતા હતા કે આપણે જીવનમાં પણ કલાકાર છીએ. આપણને જે પણ ભૂમિકા મળે છે, આપણે તેને પૂરી ઈમાનદારીથી ભજવવી જોઈએ. આજે પણ આપણે તેમની શિક્ષાઓનું પાલન કરીએ છીએ."
Daya Ben return
મયૂરે સ્પષ્ટતા કરી, "હાલમાં દિશા વાસ્તવિક જીવનમાં માતાની ભૂમિકા ભજવી રહી છે, અને તે તેના પર સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહી છે. મને ખાતરી છે કે આ વાત હંમેશા મારી બહેનના મનમાં રહી હશે."
નિર્માતાઓએ પણ સ્વીકાર્યું છે કે વાપસી મુશ્કેલ છે (Daya Ben comeback)
Dayaben with Asit Modi
શોના નિર્માતા અસિત મોદીએ થોડા મહિના પહેલા એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, દિશા વાકાણી માટે શોમાં પાછા ફરવું હવે મુશ્કેલ છે. તેમણે કહ્યું, "લગ્ન પછી મહિલાઓનું જીવન બદલાઈ જાય છે. તેમના માટે નાના બાળકો સાથે કામ અને ઘર સંભાળવું મુશ્કેલ છે. મને હજુ પણ આશા છે કે કોઈ ચમત્કાર થાય અને તે પાછી આવે, પરંતુ જો તે ન થાય, તો આપણે દયાબેન માટે એક નવી અભિનેત્રી લાવવી પડશે."
TKMOCનાં 4500 એપિસોડ પૂર્ણ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે. શોએ તાજેતરમાં 4500 એપિસોડ પૂર્ણ કર્યા છે. ભલે શોમાંથી દયાબેન જેવું મહત્વપૂર્ણ પાત્ર ગાયબ હોય, શો ગોકુલધામ સોસાયટીના અન્ય પાત્રો અને તેમની વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને દર્શકોને વ્યસ્ત રાખવામાં સફળ રહ્યો છે.
આ પણ વાંચો : Vicky Jain accident : અંકિતા લોખંડેના પતિ વિક્કી જૈનનો ગંભીર અકસ્માત, હાથમાં ઊંડી ઈજા


