પોતાની જ દીકરી Ivankaને ડેટ કરવા માંગે છે Donald Trump? લોકોએ કહ્યું, આ છે પશ્ચિમી સંસ્કૃતિ
- Donald Trump દીકરી Ivanka અંગે આપ્યુ વિવાદીત નિવેદન
- જો તે મારી દીકરી ન હોત તો હું તેને ડેટ કરતો હોત: ટ્રમ્પ
- જૂનો વીડિયો વાયરલ થતા ટ્રમ્પ બન્યા ટ્રોલ્સનો શિકાર
- લોકોએ ટ્રમ્પની સરખામણી મહેશ ભટ્ટ સાથે કરી
- મહેશ ભટ્ટે પણ આ પ્રકારનું નિવેદન પૂજા ભટ્ટ માટે કર્યું હતું
Trump Ivanka Mahesh Bhatt: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)તેમના ભારત પરના ટેરિફના નિર્ણયને કારણે સતત ચર્ચામાં છે. આ નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ વધ્યો છે, અને સોશિયલ મીડિયા પર તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.
પરંતુ આ બધા વચ્ચે તેમનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ પોતાની દીકરી ઇવાન્કા ટ્રમ્પ (Ivanka Trump) વિશે એક ચોંકાવનારું નિવેદન આપતા જોવા મળે છે. તેમના આ નિવેદનથી લોકોને બોલિવૂડના ફિલ્મમેકર મહેશ ભટ્ટની યાદ આવી ગઈ છે, જેમણે એક સમયે પોતાની દીકરી પૂજા ભટ્ટ માટે પણ આવું જ કંઈક કહ્યું હતું.
Trumpએ Invanka વિશે શું કહ્યું?
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક ઇન્ટરવ્યુમાં કહેતા જોવા મળે છે, "તે ખૂબ જ સુંદર મહિલા છે. મેં આ પહેલા પણ કહ્યું છે કે જો ઇવાન્કા મારી દીકરી ન હોત, તો હું તેને ડેટ કરી રહ્યો હોત." આ નિવેદન સામે આવતા જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.
View this post on Instagram
Mahesh Bhatt સાથે સરખામણી (Trump Ivanka)
લોકો સતત ટ્રમ્પને ટ્રોલ કરી રહ્યા છે અને તેમની આ ટિપ્પણીને પશ્ચિમી સંસ્કૃતિના મજાક તરીકે ગણાવી રહ્યા છે. ઘણા લોકોએ તેમને સીધા ભારતીય ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથે સરખાવીને ટિપ્પણીઓ કરી છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા (Trump Ivanka)
દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવા છતાં, સોશિયલ મીડિયા પર ટ્રમ્પને આકરી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. કેટલાક યુઝર્સે તેમને "અમેરિકન મહેશ ભટ્ટ" કહીને મજાક ઉડાવી છે. એક યુઝરે લખ્યું, "આવું તો મહેશ ભટ્ટે પણ પોતાની દીકરી માટે કહ્યું હતું." જ્યારે અન્ય એક યુઝરે આ નિવેદનની આકરી ટીકા કરતા લખ્યું કે, "આવી સંસ્કૃતિ પર શરમ આવવી જોઈએ. અમારી સંસ્કૃતિમાં દીકરીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે." આ વીડિયો ભારતીય યુઝર્સમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આ પણ વાંચો: Best Protein Source for Gym: જીમ જતા લોકો માટે ઈંડા કે પનીર? બેસ્ટ પ્રોટીન સોર્સ કયો?


