Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં મહિલાઓ માટે ભૂતથી વધારે ભયાનક પુરુષ: Twinkle Khanna

શા માટે ભારતમાં મહિલાઓ ભૂતથી ડરતી નથી? વાસ્તવિક ઘટના સાથે સંલગ્ન કરીને ઉપસંહાર આપ્યો છે અંધારી ગલીમાં ભૂતનો સામનો કરવો વધુ સુરક્ષિત છે Twinkle Khanna Viral Post : હાલમાં, Twinkle Khanna એ વાય ઘોસ્ટ ડોન્ટ સ્કેર ધ ઈન્ડિયન સ્ત્રીના...
ભારતમાં મહિલાઓ માટે ભૂતથી વધારે ભયાનક પુરુષ  twinkle khanna
Advertisement
  • શા માટે ભારતમાં મહિલાઓ ભૂતથી ડરતી નથી?

  • વાસ્તવિક ઘટના સાથે સંલગ્ન કરીને ઉપસંહાર આપ્યો છે

  • અંધારી ગલીમાં ભૂતનો સામનો કરવો વધુ સુરક્ષિત છે

Twinkle Khanna Viral Post : હાલમાં, Twinkle Khanna એ વાય ઘોસ્ટ ડોન્ટ સ્કેર ધ ઈન્ડિયન સ્ત્રીના માધ્યમથી ભારતમાં મહિલાઓની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. Twinkle Khanna એ એક પોસ્ટ શેર કરી છે. તે ઉપરાંત એક જનરલમાં તેણીએ એક લેખ લખ્યો છે. તેમાં Twinkle Khanna એ જણાવ્યું છે કે, આખરે ભારતમાં મહિલાઓ ભૂતોથી કેમ ડરતી નથી. કારણ કે... કોલકત્તામાં મહિલા તાલીમાર્થિ ડૉક્ટર સાથે થયેલી ઘટનાએ દેશના ખૂણે-ખૂણે આક્રોશી વાતાવરણનું સર્જન કર્યું છે.

વાસ્તવિક ઘટના સાથે સંલગ્ન કરીને ઉપસંહાર આપ્યો છે

ત્યારે આ બધાની વચ્ચે ટ્વિંટલ ખન્નાએ એક લેખ રજૂ કર્યો છે. આ લેખમાં તેણીએ કોલકત્તા રેપ મર્ડર કેસ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેણીએ આ લેખની શરૂઆત એક પ્રશ્ન સાથે કરી છે, પ્રશ્ન એ છે કે, શા માટે ભારતમાં મહિલાઓ ભૂતથી ડરતી નથી? ત્યારબાદ તેણીએ આ પ્રશ્નનો જવાબ એક વાસ્તવિક ઘટના સાથે સંલગ્ન કરીને ઉપસંહાર આપ્યો છે. તેમાં Twinkle Khanna એ કોલકત્તામાં મહિલા તાલીમાર્થિ ડૉક્ટર અને બદલાપુરમાં બાળકીયો સાથે બનેલી ઘટના પર ખુલીને વાત કરી છે. કારણ કે.... ભૂતોની વ્યાખ્યાને પુરવાર કરવા માટે કોઈ વૈજ્ઞાનિક તર્કની આવશ્યકતા નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો: SHRADDHA KAPOOR સામે આ GLOBAL STAR પણ પડી ઝાંખી, STREE બની સોશિયલ મીડિયાની રાણી

અંધારી ગલીમાં ભૂતનો સામનો કરવો વધુ સુરક્ષિત છે

Twinkle Khanna એ આગળ લખતા જણાવ્યું કે, સૌથી સરળ વ્યાખ્યાયન એ છે કે, આપણે સામાન્ય રીતે ભૂતિયા ફિલ્મોમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ આપણી સાથે થતી નથી. ઉદાહરણ તરીકે ફિલ્મોમાં બતાવવામાં આવેલા ભૂતના પગ ઊંઘા હોય છે. તેવી સ્થિતિ વાસ્તવિકતામાં શક્ય નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે, કોલકત્તામાં મહિલાની પર દુષ્કર્મ કરીને મારી નાખવામાં આવી, બદલાપુરમાં બાળકીઓ સાથે યૌન શોષણ, બિહારમાં 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ અને લગ્ન માટે ના કહેતા યુવતીની હત્યા કરવી. મહારાષ્ટ્રમાં ગરોળી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આ બધુ મહિલાઓ માટે ભૂત જોવા કરતા વધારે ભયાનક છે. હું માનું છું કે આ દેશના લોકો માટે માણસ કરતાં અંધારી ગલીમાં ભૂતનો સામનો કરવો વધુ સુરક્ષિત છે.

આ પણ વાંચો: ભારતની હસીન યુવતી 55 વર્ષના પાકિસ્તાનીના પ્રેમ પડી, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×