ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

The Bengal Files ના ટ્રેલર લોન્ચમાં હોબાળો, વિવેક અગ્નિહોત્રીના સરકાર પર ગંભીર આક્ષેપ

The Bengal Files Trailer launch event : ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રીની આવનારી ફિલ્મ The Bengal Files ના ટ્રેલર લોન્ચ કાર્યક્રમ દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો. કોલકાતામાં યોજાનારા આ ઇવેન્ટમાં અચાનક થયેલા હોબાળા બાદ દિગ્દર્શકને સ્થળ છોડવું પડ્યું હતું.
03:57 PM Aug 16, 2025 IST | Hardik Shah
The Bengal Files Trailer launch event : ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રીની આવનારી ફિલ્મ The Bengal Files ના ટ્રેલર લોન્ચ કાર્યક્રમ દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો. કોલકાતામાં યોજાનારા આ ઇવેન્ટમાં અચાનક થયેલા હોબાળા બાદ દિગ્દર્શકને સ્થળ છોડવું પડ્યું હતું.
The_Bengal_Files_Vivek_Agnihotri_Film_Gujarat_First

The Bengal Files Trailer launch event : ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રીની આવનારી ફિલ્મ The Bengal Files ના ટ્રેલર લોન્ચ કાર્યક્રમ દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો. કોલકાતામાં યોજાનારા આ ઇવેન્ટમાં અચાનક થયેલા હોબાળા બાદ દિગ્દર્શકને સ્થળ છોડવું પડ્યું હતું. આ બનાવને લઈને વિવેક અગ્નિહોત્રીએ પશ્ચિમ બંગાળ સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું છે કે તેમની સરકાર અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

કોલકાતામાં ઇવેન્ટ રદ, પછી હોટલમાં સ્ક્રીનિંગ

મળતી માહિતી મુજબ, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ નક્કી કર્યું હતું કે તેઓ ફિલ્મનું ટ્રેલર કોલકાતાના સિનેમા હોલમાં લોન્ચ કરશે. પરંતુ કોલકાતા પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે ઇવેન્ટ રદ કરી દેવાઇ છે. આ પછી તેમણે વિકલ્પરૂપે એક ખાનગી હોટલમાં ટ્રેલર સ્ક્રીનિંગનું આયોજન કર્યું. જો કે, અહીં પણ ફિલ્મને લઈને વિરોધ અને હોબાળો સર્જાયો, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાઈ શક્યો નહોતો. છતાં તમામ અવરોધો બાદ હવે ફિલ્મનું ટ્રેલર જાહેર થઈ ગયું છે.

વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા

વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીની સરકાર પર સીધી ટીકા કરતા કહ્યું કે, તેમની ફિલ્મમાં એવું કશું નથી જે હંગામો પેદા કરે. તેમ છતાં ટ્રેલર લોન્ચમાં અવરોધ ઉભો કરવો અને કાર્યક્રમ રદ કરાવવો એ "તાનાશાહી" (dictatorship) જેવું વર્તન છે. તેમણે દાવો કર્યો કે આ પ્રકારની કાર્યવાહી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધી અસર કરે છે.

સુરક્ષા માટે પોલીસ બોલાવવી પડી

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અગ્નિહોત્રીની પત્ની અને જાણીતી અભિનેત્રી પલ્લવી જોશી પણ હાજર રહી હતી. ઇવેન્ટ સ્થળે વિરોધ વધી જતા ત્યાં પોલીસ બોલાવવી પડી હતી, જેથી બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

પલ્લવી જોશીનો ગુસ્સો

પલ્લવી જોશીએ આ બનાવને લઈને પોતાની નારાજગી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "ફિલ્મને રોકવાનો આ પ્રકારનો પ્રયાસ સ્વીકાર્ય નથી. શું આ શહેરમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી? એક કલાકાર અને ફિલ્મ નિર્માતા તરીકે અમને અમારી કૃતિ પ્રદર્શિત કરવાની મંજૂરી મળવી જોઈએ. લોકો શેના ડરે છે?" તેમણે વધુમાં જણાવ્યું કે, "કાશ્મીરમાં આવું ક્યારેય બન્યું નથી, તો શું માનવું જોઈએ કે કાશ્મીરની સ્થિતિ બંગાળ કરતાં સારી છે? આજે બંગાળમાં જે બન્યું છે તે દર્શાવે છે કે ‘The Bengal Files’ જેવી ફિલ્મ કેમ જરૂરી છે. હું ઈચ્છું છું કે ભારતનો દરેક નાગરિક આ ફિલ્મ જુએ અને બંગાળનું સત્ય સમજે."

ફિલ્મની કથા અને રિલીઝ

ફિલ્મ The Bengal Files નું ટ્રેલર હિન્દુ-મુસ્લિમ રમખાણોને આધારિત છે. કથાવસ્તુ એ સમયને દર્શાવે છે જ્યારે મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા દેશના ભવિષ્ય અંગે મતભેદમાં હતા. ઝીણાએ બંગાળનો એક ભાગ અલગ કરવાનો આગ્રહ રાખ્યો હતો, જેના ગાંધીજી વિરોધી હતા. આ પરિસ્થિતિમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચેના હિંસક અથડામણો ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બહુચર્ચિત ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો :   Shehnaaz Gill અને Honey Singh ની જોડી પહેલીવાર સ્ક્રીન પર! પોસ્ટર રિલીઝ

Tags :
5 September ReleaseEvent CancelledFreedom-Of-ExpressionGujarat FirstHardik ShahHindu-Muslim RiotsHotel ScreeningKolkata Trailer LaunchMahatma GandhiMamata Banerjee GovernmentMuhammad Ali JinnahPallavi JoshiPartition of BengalPolice SecurityThe Bengal FilesVivek AgnihotriWest Bengal Controversy
Next Article