Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uyi Amma : રવિના ટંડનની દીકરી RashaThadani નાં ડાન્સે મચાવી ધૂમ, લોકોએ કર્યા વખાણ

શાનદાર કોરિયોગ્રાફી સાથે રાશાએ 'ઉઇ અમ્મા' ગીતમાં અદભુત ડાન્સ કર્યો છે.
uyi amma   રવિના ટંડનની દીકરી rashathadani નાં ડાન્સે મચાવી ધૂમ  લોકોએ કર્યા વખાણ
Advertisement

ફિલ્મ 'આઝાદ' (Azaad) નું ડાન્સ ટ્રેક 'Uyi Amma' રિલીઝ
અભિનેત્રી રવીના ટંડનની દીકરી રાશા થડાનીનાં ડાન્સે મચાવી ધૂમ
સોશિયલ મીડિયા પર લોકોએ રાશાનાં કર્યાં વખાણ

અભિષેક કપૂરની આગામી ફિલ્મ 'આઝાદ' (Azaad) નું ડાન્સ ટ્રેક 'Uyi Amma' રિલીઝ થઈ ગયું છે અને રિલીઝ થવાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે. અભિનેત્રી રવીના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનના (Ajay Devgan) ભત્રીજા અમન દેવગનનું આ ટ્રેક આ વર્ષનું શ્રેષ્ઠ દેશી પાર્ટી એન્થમ બનવા જઈ રહ્યું છે. શાનદાર કોરિયોગ્રાફી સાથે રાશાએ (RashaThadani) 'ઉઇ અમ્મા' ગીતમાં અદભુત ડાન્સ કર્યો છે. તેને જોઈને બધા રાશાનાં વખાણ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Govinda ને પત્ની અને સંતાનો હોવા છતાં કેમ આલિશાન બંગલામાં એકલો રહે છે?

Advertisement

'Uyi Amma' માં રાશા થડાનીનાં પ્રશંસા

મધુબંતી બાગચીનાં અવાજ અને અમિતાભ ભટ્ટાચાર્યનાં (Amitabh Bhattacharya) સંગીત સાથે આ ટ્રેકને અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે. બોસ્કો લેસ્લી માર્ટીસ દ્વારા કોરિયોગ્રાફ કરેલું આ ગીત 'ઉઇ અમ્મા' ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે અને લોકો તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ટ્રેક વિશે વાત કરતાં અભિષેક કપૂરે કહ્યું, 'અમિત અને અમિતાભ પાસે ગીતની આત્માને પકડવાની ક્ષમતા છે અને Uyi Amma સાથે, તેઓએ દરેક વસ્તુને પાછળ મૂકી દીધી છે. રાશાનો ડાન્સ ગીતમાં નવી ઊર્જા ઉમેરે છે. મને ખાતરી છે કે ઉઇ અમ્મા લોકોનાં દિલ જીતી લેશે.

આ પણ વાંચો - Allu Arjun ને સંધ્યા થિયેટર કેસમાં કોર્ટે આ શરતો સાથે જામીન આપ્યા

'આઝાદ' ફિલ્મ વિશે જાણો

ફિલ્મ 'આઝાદ' દેશની આઝાદી પહેલાના ભારતની કહાની દર્શાવે છે. અજય દેવગન, રાશા થડાની, અમન દેવગન (Aman Devgan) અને ડાયના પેન્ટી અભિનીત આ ફિલ્મ એક કુશળ ઘોડેસવાર (અજય દેવગન) ની વાર્તા છે જે ક્રૂર અંગ્રેજી સેનાની ચુંગાલમાંથી છટકી જાય છે. તેનો ઘોડો ગુમ થઈ જાય છે, ત્યારબાદ તે એક નાના છોકરાની મદદથી મિશન પર જાય છે.

 આ પણ વાંચો - યજુવેન્દ્ર ચહલે ધનશ્રીને અનફોલો કરીને તમામ તસ્વીરો હટાવી, બંન્ને છૂટાછેડા લગભગ નિશ્ચિત

Tags :
Advertisement

.

×