Varun Dhawan: બોર્ડર 2 નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ વરુણ ધવને સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું
Varun Dhawan Golden Temple: અભિનેતા વરૂણ ધવન બોર્ડર -2 ફિલ્મને લઇને ખુબ ઉત્સાહિત છે. હાલ તેની બોર્ડર-2 (Border-2) ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મથી તેને મોટી આશા છે. આ ફિલ્મની શુટિંગ લાંબા સમય બાદ પૂર્ણ થઇ છે. ફિલ્મનું શુટિંગ હવે પેકઅપ થઇ ગયું છે. વરુણ ધવને અમૃતસરમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું જે હવે પૂર્ણ થયું છે. શૂટિંગ પૂર્ણ કર્યા બાદ વરુણ ધવને અમૃતસરના સુવર્ણ મંદિર (Golden Temple)ના દર્શને પહોંચ્યો હતો. તેની સાથે ફિલ્મની હિરોઇન મેઘા રાણા પર હતી. વરૂણ ધવન અને મેઘા રાણાએ સુર્વણ મંદિરમાં માથું ટેકવ્યું હતું. સુર્વણ મંદિરનો ફોટો વરૂણ ધવને પોતાના સોશિલ મીડિયા પર અપલોડ કર્યો છે.
View this post on Instagram
Varun Dhawan Golden Temple: ઘણા મહિનાઓ સુધી સંપૂર્ણ મહેનત સાથે શૂટિંગ કર્યા બાદ વરુણ ધવને પંજાબમાં બોર્ડર 2 નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે મેધા રાણા સાથે આ શેડ્યૂલનું શૂટિંગ કરી રહ્યો હતો. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી, વરુણ તેની ફિલ્મની અભિનેત્રી સાથે અમૃતસરના સુવર્ણ મંદિર ગયો હતો. ત્યારબાદ અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી. બોર્ડર 2 નું શૂટિંગ પૂર્ણ થયાની જાહેરાત કરતા વરુણે લખ્યું, "સતનામ શ્રી વાહે ગુરુ. એક સફરનો અંત આવ્યો છે." મેધાએ તેની પોસ્ટ પર લખ્યું, આ સુંદર સફર જોવા માટે રાહ જોઈ શકતી નથી. વીડીએ ખૂબ સારું કામ કર્યું.
મેધા રાણા પહેલી વાર વરુણ ધવન સાથે બોર્ડર 2 માં કામ કરી રહી છે. આ તેની પહેલી ફિલ્મ બનવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા મેધાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૂટિંગનો ફોટો શેર કર્યો હતો. બોર્ડર 2 માં કામ કરતી વખતે, મેધાએ શૂટિંગના કેટલાક ફોટા શેર કર્યા હતા.
આ પણ વાંચો: Saiyaara ફિલ્મના હીરો અહાન પાંડેએ ખાધો ભરબજારમાં 'વિંછી', વીડિયો જોઈ લોકો ભડક્યા


