Video: કોન્સર્ટમાં ફેમસ CEOની પ્રેમલીલાનો ખુલાસો, બંનેની અશ્લીલ હરકત જાહેર થતા છૂપાવ્યું મોઢું
- હોલીવુડના પ્રખ્યાત રોક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ખૂબ જ ચર્ચામાં
- કોન્સર્ટનો એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ
- દુનિયા સામે આવતા હોબાળો મચી જવા પામ્યો
coldplayconcert : બોસ્ટનમાં હોલીવુડના પ્રખ્યાત રોક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ખૂબ જ ચર્ચામાં છે. કોન્સર્ટનો એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કંપનીના CEOના અફેરની વાત ફક્ત તેમની પત્ની સામે જ નહીં પરંતુ આખી દુનિયા સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે. હકીકતમાં બોસ્ટનમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં ખગોળશાસ્ત્રી CEO એન્ડી બાયરન તેમના સાથીદાર ક્રિસ્ટિન કેબોટ સાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે. બંને એકબીજા સાથે મસ્તી કરતા અને ગળે લગાવતા હોય એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
CEOનો અશ્લીલ વીડિયો વાયરલ થયો
વીડિયોમાં સીઈઓ અને તેમની સહકર્મીના કથિત અફેરનો ખુલાસો થયો છે. કોન્સર્ટમાં સ્ક્રીન પર બંને એકબીજા સાથે મસ્તી કરતા અને ગળે લગાવતા જોઈ શકાય છે. આ કરતી વખતે કોન્સર્ટ દરમિયાન તેઓ એક મોટા પ્રોજેક્ટર પર બતાવવામાં આવ્યા હતા અને બંનેની અશ્લીલ હરકતનો જગજાહેર ખુલાસો થયો હતો. બંનેને આ વાતની ખબર પડતાં જ પોતાના ચહેરા છુપાવી દીધા હતા. એન્ડી બાયરન છુપાઈ ગયો પરંતુ કેમેરામેન હજુ પણ બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો.
બંનેની લોકોએ કરી ટીકા
સોશિયલ મીડિયા પર બંનેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો સતત ચર્ચાઓ કરી રહ્યા છે કે, બંને પરણિત હોવા છતાં અફેર? અન્ય લોકોએ કહ્યું કે, હવે બંને લોકોના અફેરનો જગજાહેર ખુલાસો થયો છે મજા આવશે. તો ઘણા લોકો કહી રહ્યા છે કે, આ બંને પરિવારો માટે ખૂબ જ શરમજનક છે. બંને પરિણીત છે અને તેમના બાળકો પણ છે.