Kantara Chapter 1 : દર્શકો થિયેટરમાં જ અચાનક લાગ્યા ધૂણવા, ભૂત વળગ્યું હોય તેવા વીડિયો થયા વાયરલ
- 'Kantara: Chapter 1 'ના દર્શકો થિયેટરમાં જ 'પોઝેસ્ડ'? : વાયરલ વીડિયોમાં ધૂણવા-બેહોશ થવાનો ડ્રામા, દિવસે 65 કરોડની તહેલકા!
- ઋષભ શેટ્ટીની 'કાંતારા ચેપ્ટર 1'માં દર્શકોને 'ભૂત વળગ્યા' : વાયરલ રિએક્શન્સ, 5000+ હાઉસફુલ અને બોક્સ ઓફિસ રેકોર્ડ
- થિયેટરમાં બૂમો અને ધૂણવા લાગ્યા : 'કાંતારા ચેપ્ટર 1'ના વાયરલ વીડિયોમાં દર્શકોનું 'પોઝેસ્ડ' વ્યવહાર, ઋષભનો ભાવુક આભાર
- 'કાંતારા ચેપ્ટર 1'ની તીવ્ર અસર : દર્શકો બેહોશ-ધૂણવા વાયરલ, પ્રથમ દિવસે 65 કરોડ કમાણી અને ફેન્સનો જુસ્સો
- ભૂત-ડામા જેવા રિએક્શન્સ: 'કાંતારા ચેપ્ટર 1'એ થિયેટરને હલાવી દીધા, વાયરલ વીડિયો અને ઋષભની 2016થી 2025ની યાત્રા
Kantara: Chapter 1 : સાઉથની ખુબ જ ચર્ચિત ફિલ્મ Kantara: Chapter 1 રિલિઝ થઈ ગઈ છે. રિલિઝ થતાં જ તેના શો હાઉસ ફૂલ જઈ રહ્યાં છે, પરંતુ આ વચ્ચે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કેટલાક વીડિયોએ એક નવી જ ચર્ચા ઉભી કરી દીધી છે. શું ફિલ્મ જોતી વખતે દર્શકોમાં કોઈ દૈવિય શક્તિ આવી જાય છે કે પછી કોઈ મનોવૈજ્ઞાનિક સ્થિતિ ઉદ્દભવે છે. હાલમાં ફિલ્મ કાંતારા ચેપ્ટર 1ને બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી રહી છે. ઋષભ શેટ્ટીએ લખેલી અને ડાયરેક્ટ કરેલી ફિલ્મને ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. ઋષભે જ આ ફિલ્મમાં લીડ રોલ ભજવ્યો છે.
આ ફિલ્મ 2022માં આવેલી કાંતારાનું પ્રીક્વલ છે, જેની ભરપૂર પ્રશંસા થઈ રહી છે અને પ્રશંસકોએ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે. સોશિયલ મીડયા પર હવે અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં દર્શકો ફિલ્મ દેખ્યા પછી બેહોશ થઈ રહ્યાં છે અને ફિલ્મના મુખ્ય પાત્રની જેમ જ ધૂણી રહ્યાં છે.
લોકોને વળગ્યો ભૂત?
Today at Haveri for #KantaraChapter1 🙏#Kantara #KantaraEverywhere #DivineBlockbusterKantarapic.twitter.com/O0tcg54mBq
— Milagro Movies (@MilagroMovies) October 3, 2025
એક વીડિયોમાં સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યું છે કે, થિયેદરની અંદર સ્ક્રિનિંગ ખત્મ થયા પછી એક મહિલા પોતાની સીટ પર કાંપી રહી હતી. મહિલા રીતસરની ધૂણી રહી હતી. અન્ય કેટલાક લોકો તેને શાંત કરવાની કોશિશ કરી રહ્યાં હતા. તેના ચહેરા પર પાણી છાંટવામાં આવી રહ્યું હતું. પરંતુ લગભગ બેહોશ થઈ ગઈ અને ઉઠવાથી ઈન્કાર કરતી જોવા મળી રહી હતી. જ્યારે અન્ય દર્શકો તેને શાંત કરાવવાની કોશિશ કરી રહ્યા હતા.
Scenes after #Kantara pic.twitter.com/tSolp77pnr
— LetsCinema (@letscinema) October 2, 2025
એક અન્ય ફેન ફિલ્મ જોવા ગયો હતો. તેને ફિલ્મના એક સીન પર પ્રતિક્રિયા આપતા possessed થવા જેવો વ્યવહાર શરૂ કરી દીધો હતો. આ સીનમાં ઋષભ શેટ્ટીનું કિરદાર બૂમો પાડીને દેવીય શક્તિઓનું નામ જપે છે. આ ફેન પણ બૂમો પાડી અને જમીન ઉપર સૂઈ ગયો હતો, જ્યારે ફિલ્મ જોવા આવેલા અન્ય લોકોને તેને જોતા જ રહી ગયા અને તેનો વીડિયા બનાવવા લાગ્યા હતા.
Scenes after #Kantara pic.twitter.com/tSolp77pnr
— LetsCinema (@letscinema) October 2, 2025
તો બીજી તરફ ઋષભ શેટ્ટીએ પોતાના એક્સ એકાઉન્ટ પર ફિલ્મ માટે પ્રશંસકોના પ્રેમ અને સમર્થન માટે ધન્યવાદ આપ્યા છે. તેમણે કહ્યું કે, 2016માં સાંજનો એક શો મેળવવાના સંઘર્ષથી લઈને 2025માં 5000 પ્લસ હાઉસફૂલ શો સુધી... આ યાત્રા તમારા પ્રેમ, સમર્થન અને ઈશ્વરની કૃપા વગર કશું જ નથી. તે દરેક વ્યક્તિનો આભારી છું, જેને આને સંભવ બનાવ્યું છે. સૈકનિલ્ક અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે 65 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મમાં રૂક્મણી વસંત, જયરામ અને ગુલશન દેવૈયા પણ છે.
આ પણ વાંચો- બોલિવૂડ અભિનેતા સંજય દત્તે RSSના વખાણ કરતા કોંગ્રેસના નેતા ભડક્યા, જાણો શું કહ્યું….!


