Vijay Deverakonda Accident : રશ્મિકા સાથે સગાઈના ચર્ચા વચ્ચે વિજય દેવરકોંડાનો કાર અકસ્માત
- સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત (Vijay Deverakonda Accident)
- હૈદરાબાદ જતાં અજાણ્યા વાહને મારી ટક્કર
- અજાણી કારે વિજયની કારને મારી પાછળથી ટક્કર
- દુર્ઘટનામાં કારના ડાબા ભાગને નુકસાન પહોંચ્યું
- અભિનેતા અને તેમના ડ્રાઈવર બંને સહીસલામત
Vijay Deverakonda Accident : સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયા છે. તેઓ આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થીથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે એક કારે તેમના વાહનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે તેમની કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં અભિનેતાને કોઈ ઈજા થઈ નથી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
શું હતો અકસ્માત?
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, વિજય દેવરકોંડાની કાર તેલંગાણાના જોગુલમ્બા ગડવાલ જિલ્લા નજીક અકસ્માતનો ભોગ બની હતી.અહેવાલ છે કે જ્યારે વિજય દેવરકોંડાની કાર હૈદરાબાદ તરફ જઈ રહી હતી, ત્યારે અંદાજે બપોરે 3 વાગ્યાની આસપાસ એક અજાણ્યા બલેનો વાહને તેમની કારને પાછળથી ટક્કર મારી દીધી હતી.
કારના ડાબા ભાગને પહોંચ્યુ નુકસાન
ટક્કર મારનાર કાર અકસ્માત સ્થળે રોકાયા વિના જ આગળ વધી ગઈ હતી. દુર્ઘટનામાં કારના ડાબા ભાગને નુકસાન પહોંચ્યું છે, પરંતુ અભિનેતા અને તેમના ડ્રાઈવર બંને સહીસલામત છે. આ ઘટના બાદ અભિનેતાના ડ્રાઈવરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint) નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
Telugu actor Vijay Deverakonda's car collided with another vehicle in Undavalli, Jogulamba Gadwal district, while he was en route from Puttaparthi to Hyderabad today. His car sustained damage on the left side. However, there were no casualties in the accident.
According to… pic.twitter.com/pV1IAis35S
— ANI (@ANI) October 6, 2025
કારના ક્ષતિગ્રસ્ત વીડિયો વાયરલ
અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર વિજય દેવરકોંડાની ક્ષતિગ્રસ્ત કારના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર પર ટક્કરના નિશાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટના ફરી એકવાર સેલેબ્રિટીના પ્રવાસ દરમિયાન સુરક્ષાના મુદ્દાને પ્રકાશિત કરે છે.
વ્યક્તિગત જીવનમાં પણ ચર્ચામાં
કાર અકસ્માતની આ ઘટના સિવાય, વિજય દેવરકોંડા હાલમાં તેમની અંગત જીવનને લઈને પણ હેડલાઇન્સમાં છે.તાજેતરમાં, એવી જોરદાર અફવાઓ હતી કે અભિનેતાએ 3 ઓક્ટોબરના રોજ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે.
સગાઈની સત્તાવર જાહેરાત બાકી
જોકે આ સમારોહમાં માત્ર બંનેના પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હોવાની ચર્ચા છે, પરંતુ અત્યાર સુધી બંને તરફથી આ સગાઈની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, વિજય દેવરકોંડા છેલ્લે 'કિંગડમ' ફિલ્મમાં જોવા મળ્યા હતા, જ્યારે રશ્મિકા મંદાના ટૂંક સમયમાં જ આયુષ્માન ખુરાના સાથે 'થમ્મા' ફિલ્મમાં જોવા મળશે.
આ પણ વાંચો : Bigg Boss 19: તાન્યા મિત્તલના જૂઠાણાંનો પર્દાફાશ, માલતી ચાહરે જણાવી હકીકત


