Karishma Kapoorએ પૂર્વ પતિ સંજય કપૂરના નિધન બાદ શું કહ્યું?
- કરિશ્માના પૂર્વ પતિનું 12 જૂને નિધન થયું
- સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ
- કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી
Karishma Kapoor : હિન્દી સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ કરિશ્મા કપૂર(Karishma Kapoor)ના પૂર્વ પતિ સંજય કપૂર (Sanjay Kapoor)હવે આ દુનિયામાં નથી રહ્યા. કરિશ્માના પૂર્વ પતિનું 12 જૂને નિધન થયું હતું. સંજય કપૂરના અચાનક અવસાનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. હવે કરિશ્મા કપૂરે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
કરિશ્મા કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે.આ પોસ્ટમાં કરિશ્મા કપૂરે લખ્યું છે કે તમારી શુભેચ્છાઓ અને સમર્થન બદલ આપ સૌનો આભાર.આ સાથે કરિશ્માએ હાથ જોડીને બનાવેલ ઇમોજી અને દિલ સાથેનું ઇમોજી પણ શેર કર્યું છે. સંજય કપૂરના નિધન બાદ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.કરિશ્મા કપૂરે પણ પોતાના પૂર્વ પતિને અંતિમ વિદાય આપી હતી.
કરિશ્મા પણ પ્રાર્થના સભામાં હાજર રહી હતી
ફક્ત સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં જ નહીં પરંતુ કરિશ્મા કપૂર પણ તેના પૂર્વ પતિની પ્રાર્થના સભામાં હાજર રહી હતી. સંજય કપૂરના બાળકો પણ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. સંજય અને કરિશ્મા કપૂરનો પુત્ર કિયાન આ સમય દરમિયાન ખૂબ જ ભાવુક દેખાતો હતો અને કરિશ્મા તેના બાળકની સંભાળ રાખતી જોવા મળી હતી.
આ પણ વાંચો -Samantha Ruth Prabhu ની ધોરણ-10 માર્કશીટ થઈ વાયરલ, એક સ્કોલર સ્ટુડન્ટ બની સ્ટાર
સંજયનું 12 જૂને અવસાન થયું હતું.
સંજય કપૂરનું 12 જૂને અવસાન થયું હતું. સંજય કપૂરનું હાર્ટએટેકના કારણે અવસાન થયું હતું. સંજય કપૂરના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન માત્ર કરિશ્મા કપૂર જ નહીં પરંતુ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પણ સંજયના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો -Hardik Pandyaનું આ 6 અભિનેત્રીઓ સાથે જોડાયું નામ, જુઓ લિસ્ટ
સંજય કપૂરે કર્યા ત્રણ લગ્ન કર્યા
જો આપણે સંજય કપૂર અને કરિશ્મા કપૂરની વાત કરીએ તો, બંનેના લગ્ન વર્ષ 2003 માં થયા હતા. લગ્નના થોડા વર્ષો પછી, બંને છૂટાછેડા લઈ ગયા અને એકબીજાથી અલગ થઈ ગયા. કરિશ્મા સાથે લગ્ન કરતા પહેલા સંજય કપૂરના છૂટાછેડા થઈ ગયા હતા. કરિશ્માથી છૂટાછેડા પછી, સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા. પ્રિયા સંજયની ત્રીજી પત્ની હતી.


