ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GURUCHARAN SINGH ને કઇ વાતનો હતો ડર; સતત પહાડો પર જવાની કરતા હતા વાત...

GURUCHARAN SINGH CASE UPDATE : ગુરુચરણ સિંહ એટલે કે તારક મેહતા કા ઊલટા ચશ્માના રોશન સિંઘ સોઢીના કેસમાં નવો ખુલાસો હવે સામે આવ્યો છે. પોલીસ તપાસમાં ગુરુચરણ સિંહના ( GURUCHARAN SINGH ) કેસમાં કેટલીક વિગતો સામે આવી રહી છે, જે...
08:42 PM May 11, 2024 IST | Harsh Bhatt
GURUCHARAN SINGH CASE UPDATE : ગુરુચરણ સિંહ એટલે કે તારક મેહતા કા ઊલટા ચશ્માના રોશન સિંઘ સોઢીના કેસમાં નવો ખુલાસો હવે સામે આવ્યો છે. પોલીસ તપાસમાં ગુરુચરણ સિંહના ( GURUCHARAN SINGH ) કેસમાં કેટલીક વિગતો સામે આવી રહી છે, જે...

GURUCHARAN SINGH CASE UPDATE : ગુરુચરણ સિંહ એટલે કે તારક મેહતા કા ઊલટા ચશ્માના રોશન સિંઘ સોઢીના કેસમાં નવો ખુલાસો હવે સામે આવ્યો છે. પોલીસ તપાસમાં ગુરુચરણ સિંહના ( GURUCHARAN SINGH ) કેસમાં કેટલીક વિગતો સામે આવી રહી છે, જે ખૂબ જ ચોંકાવનારી છે. મળતી માહિતી મુજબ, ગુરુચરણ સિંહ અનેક બેંક એકાઉન્ટ યૂઝ કરતા હતા. એક બે નહીં પરંતુ 10થી વધુ બેંક એકાઉન્ટ્સથી તેમની લેવડદેવડની વાત સામે આવી છે. વધુમાં દાવો તો એમ પણ કરવામાં આવી રહ્યો છે કે, 'રોશન સિંહ સોઢી' ની આર્થિક સ્થિતિ સારી નહતી. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

'રોશન સિંહ સોઢી' ની આર્થિક સ્થિતિ સારી ન હતી

GURUCHARAN SINGH

ગુરુચરણ સિંહના ( GURUCHARAN SINGH  ) ગુમ થવાના કેસ મુદ્દે હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં ઘણા ખુલાસા સામે આવ્યા છે. એવી વિગતો સામે આવી રહી છે કે, ગુરુચરણ સિંહ અનેક બેંક એકાઉન્ટ યૂઝ કરતા હતા. એક બે નહીં પરંતુ 10થી વધુ બેંક એકાઉન્ટ્સથી તેમની લેવડદેવડની વિગત સામે આવી છે. આવામાં તેઓ અનેક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ કરતા હતા. આ વાત પોલીસે પણ જણાવી હતી. એવું કહેવાય છે કે તેઓ કેશ ખતમ થઈ જતા એક ક્રેડિટ કાર્ડથી બીજાનું બીલ ભરતા હતા. છેલ્લે તેમણે 14000 રૂપિયા એટીએમમાંથી કાઢ્યા હતા.એટલું જ નહીં રિપોર્ટમાં તો એમ પણ દાવો કરાયો છે કે 'રોશન સિંહ સોઢી' ની આર્થિક સ્થિતિ સારી ન હતી.

ગુરુચરણ સિંહ 27 ઈમેલનો ઉપયોગ કરતા હતા

વધુમાં પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગુરુચરણ સિંહ 27 ઈમેલનો ઉપયોગ કરતા હતા. ગુરુચરણ સિંહના ગુમ થવા અંગેની તપાસમાં પોલીસને ઘણા પુરાવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર, ગુરુચરણને ખબર હતી કે કોઈ તેમના પર નજર રાખી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે અભિનેતાને કંઈક ડર હતો, જેના કારણે ગુરુચરણ 27 અલગ-અલગ ઈમેલનો ઉપયોગ કરી રહ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી આધ્યાત્મિકતા તરફ હતો ઝૂકાવ

ગુરુચરણ સિંહ વિશે કેટલાક નીકટના લોકોએ તો એવું પણ જણાવ્યું છે કે, અભિનેતાનો ઝૂકાવ છેલ્લા કેટલાક સમયથી આધ્યાત્મિકતા તરફ પણ હતો. તેઓ સતત પહાડો પર જવાની વાત કરતા હતા. જ્યારે ગુરુચરણ સિંહના પિતા હરગીત સિંહ પુત્રને લઈને ખુબ ચિંતિત છે. હજુ આ કેસમાં કોઈ જ નક્કર પુરાવો મળી શક્યો નથી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેતા ગુરુચરણ સિંહને ગૂમ થયે લગભગ બે અઠવાડિયાથી પણ વધુ સમય વીતી ગયો છે.

છેલ્લી વખત ગુરુચરણ અહી દેખાયા હતા

ગુરુચરણ સિંહ છેલ્લે 22 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ન તો મુંબઈ પહોંચ્યા કે ન તો ઘરે પાછા ફર્યા. તેના ગુમ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. 4 દિવસ સુધી તે ન મળ્યા પછી, ગુરુચરણ સિંહના વૃદ્ધ પિતાએ દિલ્હીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે ‘મારો પુત્ર ગુરુચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 મી એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો હતો. તે ન તો મુંબઈ પહોંચ્યો ન તો ઘરે પાછો આવ્યો અને તેનો ફોન પણ બંધ છે.

આ પણ વાંચો : Sanjay Leela Bhansali-કારમી ગરીબીમાંથી નિપજેલો મહાન દિગ્દર્શક

Tags :
Delhi PoliceGURUCHARAN SINGHGURUCHARAN SINGH CASE UPDATEGURUCHARAN SINGH MISSINGnew updateROSHAN SINGH SODHITMKOC
Next Article