Chitrangada Singh ના છૂટાછેડા કેમ થયા? પૂર્વ પતિએ કર્યો ખુલાસો
- જ્યોતિ રંધાવાએ જણાવ્યું છૂટાછેડાનું કારણ
- ચિત્રાંગદાએ જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા
- બંને 2014માં થયા હતા છૂટાછેડા
Chitrangada Singh : ચિત્રાંગદા સિંહને (Chitrangda Singh)અલ્તાફ રાજાના આલ્બમ 'તુમ તો થેહરે પરદેસી' થી લોકપ્રિયતા મળી. તમને જણાવી દઈએ કે જ્યોતિ રંધાવા (jyoti randhawa)સાથેના લગ્ન પછી આ સુંદરીએ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમના છૂટાછેડા કેમ થયા.ચિત્રાંગદા સિંહને કોલેજના દિવસોમાં મોડેલિંગ શરૂ કરી દીધી હતી. ત્યારપછી તેને ઘણી એડ માં કામ કરવાનો મોકો મળ્યો હતો. પરંતુ તેને લોકપ્રિયતા તો 'તુમ તો થેહરે પરદેસી' થી જ મળી હતી.
ચિત્રાંગદા અને જ્યોતિ રંધાવાના 2014માં થયા હતા છૂટાછેડા
ચિત્રાંગદાને એર હોસ્ટેસ બનવા માટે ત્રણ મોકા મળ્યા હતા. પરંતુ તેને આ ઓફરને નકારી દીધી હતી. એકટ્રેસે સુધીર મિશ્રાની ફિલ્મ હજારો ખ્વાહિશો એસી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ચિત્રાંગદાએ 2001માં ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. તે લગ્ન બાદ તેમને એક છોકરો થયો જેનું નામ જોરાવર છે. જ્યોતિ રંધાવા પોતાના કરિયરના કારણે દિલ્હી રહેતો હતો. તેમજ ચિત્રાંગદા તેના ફિલ્મોના કારણે બોમ્બે રહેતી હતી. ધીરે-ધીરે બંને વચ્ચે દૂરી વધતી ગઈ અને 2014માં તેમને છૂટાછેડા લઈ લીધા.
જ્યોતિ રંધાવાએ જણાવ્યું કારણ
ચિત્રાંગદા સાથેના છૂટાછેડા પર જ્યોતિ રંધાવાએ ખુલીને તો કઈ કહ્યું નહી.મળતી માહિતી અનુસાર તેમના છૂટાછેડાનું કારણ એકસાથે રહેવું નહી તે હતું. હું દિલ્હીમાં રહેતો અને બોમ્બે રહેતી હતી. તેમજ ચિત્રાંગદાને બોમ્બેમાં જ રહેવું હતું. જ્યોતિ રંધાવાએ કહ્યું કે આ વાતથી હું પહેલાથી જ હેરાન હતો. તેને સુધારવાનું અમે બંને ટ્રાય કરી રહ્યા હતા. રિપોર્ટ મુજબ, રંધાવા ઈચ્છતો હતો કે ચિત્રાંગદા પુત્ર જોરાવર સાથે વધુમાં વધુ સમય વિતાવે. કારણ કે તે ગોલ્ફ ટૂર્નામેન્ટના કારણે તે વર્ષના અડધા મહિના દેશની બહાર રહેતો હતો.
સુધીર મિશ્રા કારણે થયા હતા છૂટાછેડા?
રિપોર્ટ અનુસાર, એકટ્રેસે લગ્ન તૂટવાના કારણ પર સુધીર મિશ્રાનું નામ આપ્યું હતું, ચિત્રાંગદાએ સુધીર મિશ્રા સાથે પહેલી ફિલ્મથી લઈને બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે, ચિત્રાંગદાના કરિયરમાં સુધીર મિશ્રાનો બહુ મોટો સપોર્ટ છે. સપોર્ટિંગ એકટ્રેસથી લઈને લીડ એક્ટ્રેસ બનાવ સુધીમાં સુધીર મિશ્રાનો ઘણો સપોર્ટ રહ્યો છે. તે બંને એકબીજાની ઘણી નજીક આવી ગયી હતી એટલા માટે બંનેના છૂટાછેડા થયા હતા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ચિત્રગંદાની ફિલ્મ હાઉસફુલ 5 થિયોટરમાં રિલીઝ થઈ છે અને ફેન્સ તરફથી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


