Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પલક તિવારીને જોઇ કેમ મોંઢુ બગાડવા લાગી શેહનાજ ગિલ, Video

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) ના શો 'બિગ બોસ 13' (Bigg Boss 13) થી લોકોમાં એક અલગ ઓળખ બની ગયેલી શેહનાજ ગિલ (Shehnaaz Gill) પોતાની અંગત જિંદગીને કારણે ઘણી ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા હતા...
પલક તિવારીને જોઇ કેમ મોંઢુ બગાડવા લાગી શેહનાજ ગિલ  video
Advertisement

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) ના શો 'બિગ બોસ 13' (Bigg Boss 13) થી લોકોમાં એક અલગ ઓળખ બની ગયેલી શેહનાજ ગિલ (Shehnaaz Gill) પોતાની અંગત જિંદગીને કારણે ઘણી ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે શેહનાજ ગિલ બોલિવૂડ એક્ટર અને ડાન્સર રાઘવ જુયાલ (Raghav Juyal) સાથે રિલેશનશિપમાં છે. જોકે, બંનેએ આ અહેવાલો પર ક્યારેય મૌન તોડ્યું નથી. આવી સ્થિતિમાં ઈન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યા બાદ શેહનાજ ગિલ અને રાઘવ જુયાલ રિલેશનશિપમાં હોવાની અફવાઓ ફરી તેજ થઈ ગઈ છે.

શેહનાજ ગિલ અને રાઘવ જુયાલના અફેરના સમાચાર ખૂબ ચર્ચામાં

Advertisement

સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના રિલીઝ પહેલા ખૂબ જ પ્રમોશન થયું હતું. આ દરમિયાન સલમાન ખાને શેહનાજ ગિલને જીવનમાં આગળ વધવાની સલાહ આપી હતી. ત્યારથી શેહનાજ અને રાઘવ જુયાલના અફેરના સમાચારો જોરમાં હતા. તે સમયે શેહનાજ ગિલ અને રાઘવ જુયાલના અફેરના સમાચાર ખૂબ ચર્ચામાં હતા. જોકે, બાદમાં શેહનાજ ગિલ અને રાઘવ જુયાલે પોતે જ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું કે બંને માત્ર સારા મિત્રો છે અને બંને વચ્ચે એવું કંઈ નથી. પરંતુ તેમ છતાં તેમના સંબંધોની અફવાઓ ખતમ થઈ રહી નથી. વળી હવે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ બંને વચ્ચે કઇંક તો છે તેવું લાગી રહ્યું છે. ફેન એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં શેહનાજ ગિલ શરૂઆતમાં હસતી જોવા મળે છે. જોકે, જ્યારે પલક તિવારી વીડિયોમાં રાઘવ જુયાલને ગળે લગાવે છે, ત્યારે શેહનાજ ગિલના ચહેરામાં સંપૂર્ણ પરિવર્તન જોવા મળે છે. ઘણા લોકો માને છે કે શેહનાજ ગિલ ઈર્ષ્યા કરે છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર બધાનું ધ્યાન ખેંચ્યું છે.

Advertisement

પલક તિવારીએ રાઘવને ગળે લગાવ્યો

શેહનાજ ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રાઘવ જુયાલ ફિલ્મના પ્રમોશન ઈવેન્ટ દરમિયાન અભિનેત્રી પલક તિવારીને ગળે લગાવતો જોવા મળ્યો હતો. જોકે, શેહનાજ ગિલની પ્રતિક્રિયાના કારણે, બંને ફરી એકવાર તેમના સંબંધોને લઈને હેડલાઇન્સમાં આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે શેહનાજને ગળે લગાવ્યા બાદ પલક રાઘવને ગળે લગાવે છે. આ પછી બંનેને ગળે લગાવતા જોઈને શેહનાજ ગિલનો ચહેરો બગડી આવી જાય છે. હવે શેહનાજની આ પ્રતિક્રિયાના કારણે આ વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર ચાહકો વીડિયો જોયા બાદ તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો - બોલિવૂડથી આવ્યા ખરાબ સમાચાર, અમિતાભ બચ્ચનની ઓનસ્ક્રીન માતાનું નિધન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×