Youtuber Armaan malik એ કર્યા ચાર લગ્ન ? કોર્ટે આ મામલે પરિવારને મોકલી નોટિસ
- Armaan malik ની મુશ્કેલીઓ વધી
- એકથી વધુ લગ્ન મામલે કોર્ટે ફટકારી નોટિસ
- અરમાન મલિકને પટિયાલા જિલ્લા કોર્ટે મોકલી નોટિસ
બિગ બોસ ઓટીટી 3 માં જોવા મળેલો યુટ્યુબર અરમાન મલિક કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. બે વાર લગ્ન કરી ચૂકેલા અરમાન મલિક અને તેની બે પત્નીઓ - પાયલ મલિક અને કૃતિકા મલિક - ને કોર્ટ નોટિસ ફટકારવામાં આવી છે. અહેવાલો અનુસાર, પટિયાલા જિલ્લા કોર્ટે ત્રણેયને બે અલગ અલગ કેસમાં 2 સપ્ટેમ્બરે હાજર થવા માટે સમન્સ જારી કર્યા છે.આ સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. કયા કેસમાં તેને સમન્સ જારી કરવામાં આવ્યું છે? ચાલો જાણીએ.
Armaan malik સામે આરોપ
અહેવાલ મુજબ અરમાન મલિક પર એકથી વધુ લગ્ન કરવાનો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. કોર્ટે દવિંદર રાજપૂત નામના વ્યક્તિની અરજી પર આ સમન્સ જારી કર્યું છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અરમાન મલિકે ફક્ત બે વાર નહીં, પરંતુ ચાર વાર લગ્ન કર્યા છે, જે હિન્દુ લગ્ન અધિનિયમનું ઉલ્લંઘન છે. આ કાયદા હેઠળ, હિન્દુ ધર્મનું પાલન કરતી વ્યક્તિને એક સમયે ફક્ત એક જ લગ્નની મંજૂરી છે.
આ ઉપરાંત, અરજીમાં અરમાન અને પાયલ મલિક પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ છે. થોડા દિવસો પહેલા, પાયલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે દેવી કાલીના રૂપમાં જોવા મળી હતી. આનાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી, ત્યારબાદ પાયલે તેના ઇન્સ્ટાગ્રામ પરથી આ વીડિયો દૂર કર્યો અને માફી માંગી.
Armaan malik ની પત્ની પાયલ મલિકે માફી માંગી
વિવાદ વધ્યા બાદ, પાયલ મલિક વિરુદ્ધ મોહાલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કારણે, 22 જુલાઈના રોજ, અરમાન અને પાયલ પટિયાલાના કાલી માતા મંદિર પહોંચ્યા અને પૂજા કરીને માફી માંગી. પાયલ અને અરમાન બંનેએ મોહાલીના કાલી મંદિરમાં માફી માંગતી વખતે મંદિરની સફાઈ કરી અને અન્ય ધાર્મિક વિધિઓ કરી.
Armaan malik કોણ છે?
અરમાન મલિકનું સાચું નામ સંદીપ છે. તે હરિયાણાના હિસારનો રહેવાસી છે અને અગાઉ એક ખાનગી બેંકમાં કામ કરતો હતો. બાદમાં તે દિલ્હી આવ્યો અને કન્ટેન્ટ ક્રિએટર તરીકે નામ બનાવ્યું. 2024 માં, તે તેની બંને પત્નીઓ સાથે રિયાલિટી શો 'બિગ બોસ OTT 3' માં જોડાયો.
આ પણ વાંચો: Mrunal Thakur troll: 'બિપાશા બાસુની મર્દાના બોડી' મૃણાલ ઠાકુર આ શું બોલી ગઈ?


