Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગરીબ બાળકોને જમાડતા Honey Singh ને જોવા ચાહકોએ ટ્રાફીક જામ કર્યો

Yo Yo Honey Singh : નોઇડાના સેક્ટર 63 એચ બ્લોક સ્થિત ઇલેક્ટ્રોનિક મેટ્રો સ્ટેશનની આસપાસ હની સિંહના ચાહકો મોટી સંખયામાં એકઠા થયા
ગરીબ બાળકોને જમાડતા honey singh ને જોવા ચાહકોએ ટ્રાફીક જામ કર્યો
Advertisement
  • રેપર હની સિંગે ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી લીધું
  • ગરીબ બાળકોને જોઇને પોતાની કાર રોકી, જમવાનું મંગાવ્યું
  • હનીસિંગને જોવા ફેન્સે ભારે ચક્કાજામ કરી દીધો

Yo Yo Honey Singh : હની સિંહ (Yo Yo Honey Singh) હાલના દિવસોમાં પોતાના કોન્સર્ટને (Concert) કારણે સતત ચર્ચામાં છે. આ વચ્ચે હવે તે સોશિયલ મીડિયા (Social Media Video) પર એક અન્ય ખાસ કારણોસર ચર્ચામાં છે. 25 ઓગસ્ટ, સોમવારના રોજ રેપરનો એક હૃદયસ્પર્શી વીડિયો (Emotional Video) સામે આવ્યો છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વખતે તે રસ્તાના કિનારે બેસીને ગરીબ બાળકોને ખવડાવતો (Feeding Poor Children - Yo Yo Honey Singh) જોવા મળ્યો હતો. આ દરમિયાન નોઈડા સેક્ટર 63 માં સ્થિત ઇલેક્ટ્રોનિક મેટ્રો સ્ટેશન પર પણ મોટી ભીડ જોવા મળી હતી, જે હની સિંહને (Traffic Jam - Honey Singh ) જોવા માટે રોકાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Yo Yo Oxide (@yoyooxide)

ગરીબ બાળકોને જમાડ્યા

તાજેતરમાં હની સિંહ (Yo Yo Honey Singh) તેના દિલ્હી સ્થિત ઘરે આવ્યો હતો. આ દરમિયાન તેણે નોઈડાની પણ મુલાકાત લીધી હતી. જ્યારે તે કારમાં બેઠો હતો, ત્યારે તેણે રસ્તાના કિનારે ગરીબ બાળકોને બેઠેલા જોયા, ત્યારબાદ હની સિંહે (Feeding Poor Children - Yo Yo Honey Singh) તેની કાર રોકી અને નજીકની રેસ્ટોરન્ટમાંથી તેમના માટે ભોજન મંગાવ્યું હતું. વીડિયોમાં રેપર રસ્તાના કિનારે બેસીને બાળકોને ખવડાવતો જોવા મળે છે. વીડિયોમાં તેની આસપાસના બાળકો ખૂબ ખુશ દેખાય છે.

Advertisement

રેપરને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી

આ ઘટનાના સાક્ષી બનવા માટે નોઇડાના સેક્ટર 63 એચ બ્લોક સ્થિત ઇલેક્ટ્રોનિક મેટ્રો સ્ટેશનની આસપાસ હની સિંહના ચાહકો (Traffic Jam - Honey Singh ) એકઠા થયા હતા, જેના કારણે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. હની સિંહે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હસતા બાળકોનો ફોટો પણ શેર કર્યો છે, જેના કારણે લોકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Advertisement

હની સિંહનું નવું ગીત હિટ છે

સંગીત ઉદ્યોગમાં વાપસી કર્યા પછી હની સિંહ (Traffic Jam - Honey Singh ) પોતાના ગીતોને લઈને ભારે ચર્ચામાં છે. તાજેતરમાં, હની સિંહ 'બિગ બોસ 13' ફેમ શહેનાઝ ગિલ સાથેના તેમના તાજેતરના ગીતને લઈને ખૂબ ચર્ચામાં હતા, તે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીત અભિનેત્રી શહેનાઝ ગિલની આગામી પંજાબી ફિલ્મ 'ઇક્ક કુડી'નું છે, જે 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અમરજીત સિંહ સરોન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શહેનાઝ ગિલની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ છે.

આ પણ વાંચો ----- Parineeti Chopra Pregnancy: પરિણીતી-રાઘવના ઘરે ગુંજશે કિલકારી: '1 + 1 = 3'થી કરી જાહેરાત

Tags :
Advertisement

.

×