'alimonyની વાત સાચી નથી': યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડા પર ધનશ્રીએ તોડ્યું મૌન
- યૂઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની ધનશ્રી વર્માએ કર્યો ધડાકો (Chahal dhanashree alimony)
- ધનશ્રી વર્માએ એલિમની અંગે 4.75 કરોડની વાત અંગે તો઼ડ્યુ મૌન
- એલિમની અંગેની વાત સાચી નથી : ધનશ્રી વર્મા
Chahal dhanashree alimony : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પૂર્વ પત્ની ધનશ્રી વર્માએ થોડા મહિના પહેલાં જ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ છૂટાછેડા બાદ એવા અહેવાલો વહેતા થયા હતા કે ચહલે ધનશ્રીને રુ.4.75 કરોડની મોટી એલિમેની આપી છે. જોકે, હવે રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ'માં ધનશ્રીએ આ મામલે મૌન તોડીને મોટું નિવેદન આપ્યું છે.
'એલિમેનીની વાત સાચી નથી' (Chahal dhanashree alimony)
શોમાં અન્ય સ્પર્ધકો નયનદીપ અને આદિત્ય નારાયણ સાથે વાત કરતાં ધનશ્રીએ એલિમેનીના અહેવાલોને ખોટા ગણાવ્યા. જ્યારે આદિત્યએ તેમને છૂટાછેડાને કેટલો સમય થયો તે પૂછ્યું, ત્યારે ધનશ્રીએ કહ્યું કે લગભગ એક વર્ષ થઈ ગયું છે. ઝડપી છૂટાછેડા પર તેમણે કહ્યું કે આ નિર્ણય પરસ્પર સહમતિથી લેવામાં આવ્યો હતો. આ જ કારણોસર એલિમેની વિશેની વાતો ખોટી છે. નયનદીપે જ્યારે પૂછ્યું કે જ્યારે તમારા પર આંગળી ઉઠાવવામાં આવી, ત્યારે તમે કોઈ નિવેદન કેમ ન આપ્યું? તેના જવાબમાં ધનશ્રીએ કહ્યું, "જ્યારે તમે આ બધું જુઓ છો, ત્યારે તમને દુઃખ થાય છે. હું માત્ર એટલું કહી શકું છું કે આ વાત સાચી નથી."
Dhanashree Verma first took alimony of 4 crores from Yuzvendra Chahal and now she is defaming him in Bigg Boss house. pic.twitter.com/Xdt0Vx3slK
— Honest Cricket Lover (@Honest_Cric_fan) September 8, 2025
આ પ્રકારનું નિવેદન કેટલુ યોગ્ય?
જો એલિમેનીની વાત સાચી ન હોય, તો તે સમયે ધનશ્રીએ કોઈ નિવેદન કેમ ન આપ્યું તે એક મોટો સવાલ છે. આ અહેવાલોને નકારવા માટે છૂટાછેડાના છ મહિના પછી એક રિયાલિટી શોમાં જઈને નિવેદન આપવું શંકા પેદા કરે છે, કારણ કે ત્યાં બીજો પક્ષ એટલે કે યુઝવેન્દ્ર ચહલ હાજર નથી.
ધનશ્રીના વકીલે સ્વિકારી હતી વાત
અહેવાલો અનુસાર, છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન ધનશ્રીના વકીલ અદિતિ મોહિનીએ પણ રુ. 4.75 કરોડની એલિમેનીની રકમ યુઝવેન્દ્ર ચહલ સાથેના સમજૂતી કરારનો ભાગ હોવાની પુષ્ટિ કરી હતી. આ સંજોગોમાં, હવે શોમાં જઈને 'કંઈ પણ સાચું નથી' તેવો દાવો કરવો થોડો વિચિત્ર લાગે છે. ધનશ્રીએ કહ્યું કે તેઓ હંમેશા સન્માન જાળવી રાખશે, પરંતુ તે નિયમિતપણે આ શો પર ઈશારામાં ચહલને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ સમગ્ર મામલાની સ્પષ્ટતા ત્યારે જ થઈ શકે છે જ્યારે યુઝવેન્દ્ર ચહલ પોતે આ અંગે કોઈ નિવેદન આપે.
આ પણ વાંચો : આર્યન ખાનની વેબ સીરીઝ પર સમીર વાનખેડેનો મોટો હુમલો: ₹2 કરોડનો કેસ દાખલ


