લગ્નના બે મહિનામાં જ ચિટિંગ અંગેના ધનશ્રીના આરોપ અંગે ચહલનો જવાબ, જાણો શું કહ્યું?
- ધનશ્રી વર્માએ કરેલા ચિટિંગ અંગેના આરોપ પર ચહલનો જવાબ (Yuzvendra Chahal Controversy)
- ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલે આક્ષેપોને સખત રીતે નકારી કાઢ્યા
- હું ક્યારેય ચીટિંગ કરતો નથી, હું એક ખેલાડી છું : ચહલ
- જો મેં ચિટિંગ કરી હોત તો અમારું લગ્ન જીવન આટલુ ચાલેત : ચહલ
Yuzvendra Chahal Controversy : ઓટીટી રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફૉલ' માં ધનશ્રી વર્માએ તેના ભૂતપૂર્વ પતિ, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પર લગ્નના માત્ર બે મહિના પછી જ ચીટિંગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. આટલા લાંબા સમયથી આ મુદ્દે મૌન રહેલા યુઝવેન્દ્ર ચહલે હવે આ મામલે ખુલીને વાત કરી છે અને આ આક્ષેપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
'ચીટિંગ કરી હોત તો 4.5 વર્ષ સંબંધ ન ચાલ્યો હોત'
ચીટિંગના આરોપોને નકારતા ચહલે કહ્યું, "હું એક ખેલાડી છું અને હું ક્યારેય ચીટિંગ કરતો નથી. જો કોઈ બે મહિનામાં જ દગો આપે, તો શું આટલો લાંબો સંબંધ ચાલે? અમારું લગ્નજીવન 4.5 વર્ષનું હતું." પોતાના ભૂતકાળ પર વાત કરતા તેમણે ભારપૂર્વક કહ્યું કે, "મારા માટે હવે આ પ્રકરણ સમાપ્ત થઈ ગયું છે. મેં મારી જિંદગીમાં આગળ વધવાનું શરૂ કરી દીધું છે અને બાકીના લોકોએ પણ હવે આવું જ કરવું જોઈએ."
After Dhanashree Verma’s claim of infidelity just two months into their relationship, Yuzvendra Chahal has broken his silence. In an interview with Hindustan Times, he called the allegations “baseless and exhausting,” adding, “I’m a sportsperson — I don’t cheat. If I had, would pic.twitter.com/c4GgOWW2jA
— Buzzzooka Scrolls (@Buzzz_scrolls) October 8, 2025
'કેટલાક લોકોનું ઘર આજે પણ મારા નામથી ચાલે છે' (Yuzvendra Chahal Controversy)
ચહલે વધુમાં પોતાની પીડા વ્યક્ત કરતાં કહ્યું કે તે પોતે ભૂતકાળના તબક્કામાંથી બહાર આવી ગયો છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ ત્યાં જ અટકેલા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, "આજે પણ ઘણા લોકો તે વાતને પકડીને બેઠા છે અને આજે પણ કેટલાક લોકોનું ઘર મારા નામથી ચાલી રહ્યું છે, તો તેમને જે કરવું હોય તે કરે. મને હવે કોઈ ફરક પડતો નથી કે કોઈ ચિંતા નથી."
સત્ય એક જ હોય છે: ચહલ (Yuzvendra Chahal Controversy)
તેમણે કહ્યું કે, આ કદાચ છેલ્લીવાર છે જ્યારે તેઓ પોતાની જિંદગીના આ પ્રકરણ વિશે જાહેરમાં વાત કરી રહ્યા છે. "લોકો જે ઈચ્છે તે કહી દે છે અને સોશિયલ મીડિયા પર વાતો ફેલાઈ જાય છે. સેંકડો વાતો થાય છે, પરંતુ સત્ય એક જ હોય છે, અને જે લોકો મારા માટે મહત્ત્વના છે, તેઓ તે સત્ય જાણે છે. મારા માટે આ ચેપ્ટર બંધ છે. હું ફરી ક્યારેય આ વિશે વાત કરવા નથી માગતો. હું મારી જિંદગી અને મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું."
ધનશ્રીએ શું આરોપો મૂક્યા હતા?
'રાઇઝ એન્ડ ફૉલ' શોમાં ધનશ્રી વર્માએ સાથી કન્ટેસ્ટન્ટ કુબરાને જણાવ્યું હતું કે તેણે લગ્નના બે મહિનામાં જ તેના પાર્ટનરને ચીટિંગ કરતા પકડી લીધો હતો. આ ઉપરાંત, ધનશ્રીએ એવો પણ દાવો કર્યો હતો કે તેના વિરુદ્ધ નકારાત્મક પીઆર (Negative PR) કરાવવામાં આવ્યું હતું અને છૂટાછેડા સમયે એલિમેની (ભરણપોષણ) વિશે ખોટા સમાચારો ફેલાવવામાં આવ્યા હતા. ચહલે હવે આ તમામ બાબતો પર પૂર્ણવિરામ મૂકીને પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપ્યો છે.
આ પણ વાંચો : પંજાબી સિંગર Rajvir Jawanda નું અવસાન, 11 દિવસ વેન્ટીલેટર પર ઝઝૂમ્યા


