Zakir Khan health issues: ઝાકિર ખાનની તબિયત લથડતા સ્ટેન્ડઅપમાંથી લીધો બ્રેક, ચાહકો ચિંતિત
- જાણિતા સ્ટેન્ડ અપ કોમેન્ડિયન ઝાકીર ખાનની તબિયત લથડી (Zakir Khan health issues)
- અનિયમિત શેડ્યૂલ્સને કારણે તબિયત બગડી હોવાનો ખુલાસો
- તબિયત લથડતા હવે તેઓ બ્રેક લઈ રહ્યા હોવાની કરી જાહેરાત
- ઓક્ટોબર મહિનાથી પોતાની સ્ટેન્ડઅપ ટૂર ફરી શરૂ કરશે
Zakir Khan health issues : ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને તાજેતરમાં જ એક મોટો ઇતિહાસ રચ્યો હતો. તેઓ અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઇમ્સ સ્ક્વેર ખાતે હિન્દીમાં પર્ફોર્મ કરનારા પ્રથમ ભારતીય કોમેડિયન બન્યા હતા. પરંતુ આ ભવ્ય સિદ્ધિ બાદ તેમણે પોતાના ચાહકોને એક મોટો આંચકો આપ્યો છે. ઝાકિર ખાને જણાવ્યું છે કે સતત પ્રવાસો અને અનિયમિત શેડ્યૂલને કારણે તેમની તબિયત બગડી ગઈ છે, અને આ કારણે હવે તેઓ થોડા સમય માટે બ્રેક લઈ રહ્યા છે.
અનિયમિત્તાને કારણે નુકસાન
38 વર્ષીય ઝાકિરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ અંગે માહિતી આપી. તેમણે લખ્યું કે તેઓ છેલ્લા એક વર્ષથી સારું અનુભવી રહ્યા નહોતા, તેમ છતાં શો ચાલુ રાખવા જરૂરી હતા એટલે તેઓ કામ કરતા રહ્યા. ઝાકિરે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી તેઓ સતત ટૂર પર છે અને આ દરમિયાન એક દિવસમાં બેથી ત્રણ શો કરવા, ઓછી ઊંઘ લેવી, સવારે વહેલી ફ્લાઇટ પકડવી અને સમયસર જમવાનું ન મળવું તેમની હેલ્થ માટે ખૂબ નુકસાનકારક સાબિત થયું છે.
Zakir Khan break from stand up
તેમણે સ્પષ્ટતા કરી કે તેમને સ્ટેજ પર પર્ફોર્મન્સ આપવું ખૂબ પસંદ છે, પરંતુ હવે શરીરને આરામ આપવો અનિવાર્ય છે. તેમણે સ્વીકાર્યું કે કામની ધૂનમાં તેમણે પોતાની તબિયતને નજરઅંદાજ કરી, પરંતુ હવે વધુ મોડું થાય તે પહેલાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
ઓક્ટોબરથી શરૂ કરશે નવી ટૂર
જોકે, ઝાકિરે પોતાના ચાહકોને સંપૂર્ણ નિરાશ કર્યા નથી. તેમણે જાહેરાત કરી કે તેમનો નવો ટૂર 'Papa Yaar' ઓક્ટોબરથી શરૂ થશે. આ વખતે તેઓ ઓછા શહેરોમાં શો કરશે અને આ ટૂર પૂરો થયા બાદ લાંબો બ્રેક લેશે. તેમણે ખાસ કરીને જણાવ્યું કે આ વખતે ઇન્દોરમાં શો નહીં હોય, પરંતુ ઇન્દોરના ચાહકો ઇચ્છે તો ભોપાલમાં તેમનું પર્ફોર્મન્સ જોઈ શકે છે.
View this post on Instagram
હવે શોની સંખ્યા ઓછી હશે
ઝાકિરનો 'Papa Yaar' ટૂર 24 ઓક્ટોબરથી શરૂ થઈને 11 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં તેઓ વડોદરા, અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, ભોપાલ, ઉદયપુર, જોધપુર અને મેંગલુરુ જેવા શહેરોમાં પરફોર્મ કરશે. તેમણે ખાતરી આપી કે ભલે આ વખતે શોની સંખ્યા ઓછી હોય, પણ દરેક પર્ફોર્મન્સને તેઓ ખાસ અને યાદગાર બનાવવાનો પૂરો પ્રયાસ કરશે. ચાહકો પણ હવે ઝાકિર ખાનના નવા કિસ્સાઓ અને જોક્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
આ પણ વાંચો : રાજ કુંદ્રાનો મોટો ખુલાસો: પિતાએ શિલ્પા શેટ્ટી માટે કહ્યું હતું કે, "દારૂ પીએ છે, સિગારેટ પીએ છે"


