Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઝીનત અમાન કરી રહી છે કમબેક, 2 વર્ષ પહેલા લીધી હતી નિવૃત્તિ

28 ડિસેમ્બરના રોજ ઝીનતે કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું - આ વર્ષની છેલ્લી કેટલીક સવાર હું આ રીતે વિતાવી રહી છું.
ઝીનત અમાન કરી રહી છે કમબેક  2 વર્ષ પહેલા લીધી હતી નિવૃત્તિ
Advertisement
  • ઝીનતે કેટલીક તસવીરો શેર કરી
  • ઝીનત સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી
  • દેશભરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી
  • મેં મારી જાતને નિવૃત્તિ માટે તૈયાર કરી હતી:ઝીનત અમાન
  • કેટલીક અદ્ભુત બ્રાન્ડ્સ સાથે સોશિયલ મીડિયા સહયોગ પણ કર્યો
  • ઝીનતે આપ્યો સંદેશ

28 ડિસેમ્બરના રોજ ઝીનતે કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું - આ વર્ષની છેલ્લી કેટલીક સવાર હું આ રીતે વિતાવી રહી છું. હું સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી, પરંતુ હું તમને બધાને જણાવવા માંગુ છું કે, આ વર્ષ મારા માટે કેટલું વ્યસ્ત રહ્યું છે.

સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આપી જાણકારી

અભિનેત્રી ઝીનત અમાન માટે વર્ષ 2024 ખૂબ જ વ્યસ્ત હતું. ઘણું કામ કર્યું. એટલુ કે તેને પોતાના માટે સમય જ ન મળી શક્યો. ઝીનતે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આપી હતી. ઝીનત વર્ષ 2024ને અલવિદા કહી રહી છે, તે પણ એક ખાસ મેસેજ સાથે.

Advertisement

ઝીનતે પોસ્ટ શેર કરી

28 ડિસેમ્બરના રોજ ઝીનતે કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું - આ વર્ષની છેલ્લી કેટલીક સવાર હું આ રીતે વિતાવી રહી છું. હું સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી, પરંતુ હું તમને બધાને જણાવવા માંગુ છું કે, આ વર્ષ મારા માટે કેટલું વ્યસ્ત રહ્યું છે. 'બન ટિક્કી' અને 'ધ રોયલ્સ'ના શૂટિંગને કારણે હું શિમલા અને રાજસ્થાનમાં ખૂબ જ વ્યસ્ત હતી. મેં દેશભરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Zeenat Aman (@thezeenataman)

મેં મારી જાતને નિવૃત્તિ માટે તૈયાર કરી હતી: ઝીનત અમાન

તેણે લખ્યુ, "મેં કેટલીક અદ્ભુત બ્રાન્ડ્સ સાથે સોશિયલ મીડિયા સહયોગ પણ કર્યો હતો. મેં મારી વિશેષ ટીમ સાથે કેટલાક ફોટોશૂટ પણ કર્યા હતા. લગભગ 2 વર્ષ પહેલાં, મેં મારી જાતને નિવૃત્તિ માટે તૈયાર કરી હતી, પ્રસંગોપાત નાના-મોટા કામ મળી જતા હતા. જેથી મોનોટોની ઘટાડી શકાય, હવે હું મારા કેલેન્ડરમાં ખાલી તારીખો શોધી રહી છું. મારી પાસે એટલું કામ છે કે મારી પાસે તારીખો નથી."

ઝીનતે આપ્યો સંદેશ

ઝીનતે સંદેશ આપતા કહ્યું કે,  "તો આ વર્ષ પૂરું થાય એ પહેલાં, હું તમને બધાને આશ્વાસનજનક સંદેશ આપવા માંગુ છું કે, જો અત્યારે તમને વસ્તુઓ ખરાબ લાગી રહી છે, તો શાંત રહો અને ધીરજ રાખો. ચક્ર બદલાય છે, દરેક વ્યક્તિનો સમય આવે છે. તમને અને તમારા પરિવારને રજાઓની શુભકામનાઓ. આવનાર વર્ષ આપણા બધા માટે ખુશીઓ લઈને આવે."

ઝીનતની કેટલીક યાદગાર ફિલ્મો

થોડા દિવસો પહેલા ઝીનતે એ મીમ્સ પણ શેર કર્યા હતા, જે તેની યાદમાં બાળકોએ બનાવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આની ચર્ચા થઈ હતી. ઝીનતના કરિયરની વાત કરીએ તો ઝીનતે કેટલીક યાદગાર ફિલ્મો કરી છે, જેને દર્શકો આજે પણ જોવાનું પસંદ કરે છે. જેમાં 'સત્યમ શિવમ સુંદરમ', 'ડોન', 'કુરબાની', 'હરે રામા હરે કૃષ્ણ', 'ધરમ વીર', 'દોસ્તાના' અને 'અજનબી'નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: WAVES Summit નું આયોજન કરશે ભારત, PM Modi એ વિશ્વના કલાકારોને આપ્યું આમંત્રણ

Tags :
Advertisement

.

×