Zubeen Garg ના અસ્થિઓનું ઓનલાઇન વિતરણ કરાશે, સરકાર વિશેષ પોર્ટલ શરૂ કરશે
- ઝુબીન ગર્ગના અસ્થિઓ ઓનલાઇન મળી શકે તેવું સરકાર આયોજન કરશે
- આસામના શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે
- ઝુબીનનું સ્મારક પણ બનાવવામાં આયોજન કરવામાં આવનાર છે
Zubeen Garg Ashes Distribution : પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગ (Zubeen Garg Ashes Distribution) નું 19 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું છે. તેઓ પરફોર્મન્સ કરવા માટે સિંગાપોર પહોંચ્યા હતા, પરંતુ તેમના પરફોર્મન્સના એક દિવસ પહેલા સ્કુબા ડાઇવીંગ કરતા સમયે અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. લોકપ્રિય ગાયકના મૃત્યુના સમાચારથી ચાહકોને ભારે આઘાત લાગ્યો હતો. તેમના મૃત્યુના પાંચ દિવસ પછી, 23 સપ્ટેમ્બરના રોજ, આસામના કામરકુચી ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના હજારો ચાહકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. વાત સામે આવી છે કે, ઝુબીન ગર્ગની અસ્થિઓનું ઓનલાઈન વિતરણ કરવામાં આવશે (Zubeen Garg Ashes Distribution). અહેવાલ મુજબ, રાજ્યના શિક્ષણ પ્રધાન રનોજ પેગુએ (Assam Education Minister Ranoj Pegu) આ માહિતી આપી છે, જેમાં કેવી રીતે અને કોણ અરજી કરી શકે છે, તે અંગે સમજાવવામાં આવ્યું છે.
Our #BelovedZubeen's last rites has been solemnly completed in a sacred atmosphere and the immersion of his ashes has already been carried out by his family. @AssamCAD has collected the ashes and will preserve them with utmost care. Since #ZubeenGarg belonged to the people of… pic.twitter.com/Vx3CgwzBzh
— Bimal Borah (@BimalBorah119) September 23, 2025
આસામ સરકાર સરળ પોર્ટલ ખોલશે
શિક્ષણ પ્રધાન રનોજ પેગુએ જણાવ્યું કે, "ટૂંક સમયમાં સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા સંચાલિત એક પોર્ટલ (Zubeen Garg Ashes Distribution) શરૂ કરવામાં આવશે. આસામ સરકાર એક સરળ પોર્ટલ ખોલશે, જેના દ્વારા સંસ્થાઓ તેમના પ્રિય કલાકારની અસ્થિ પ્રાપ્ત કરવા માટે અરજી કરી શકે છે. સાંસ્કૃતિક વિભાગ આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે. જો સંસ્થાઓને આપ્યા પછી કોઈ અસ્થિ બાકી રહે અને વ્યક્તિગત અરજદારો પણ હોય, તો વિભાગ તેનો વિચાર કરશે."
એક ભાગ જોરહાટ જશે
પોતાના ભાષણને ચાલુ રાખતા તેમણે કહ્યું કે, જેમ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ પહેલેથી જ જાહેરાત કરી હતી, તેમ રાખનો એક ભાગ જોરહાટ લઈ જવામાં આવશે, જ્યાં ગર્ગે (Zubeen Garg Ashes Distribution) તેમના શરૂઆતના વર્ષો વિતાવ્યા હતા. પેગુએ કહ્યું, "તેમના મૃત્યુ પછી તેરમા દિવસ સાથે સંકળાયેલી ધાર્મિક વિધિઓ જોરહાટમાં કરવામાં આવશે, અને ત્યાં એક સ્મારક પણ બનાવવામાં આવશે, જેના માટે સ્થળ ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે."
ઝુબીનનું સ્મારક બનાવાશે
મંત્રીએ કહ્યું કે, કામરકુચીમાં સ્મારકની સીમા દિવાલ સંપૂર્ણ સીમાંકન પછી બનાવવામાં આવશે. "જ્યાં તેમના (Zubeen Garg Ashes Distribution) અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તે સ્થળ સુરક્ષિત કરવામાં આવશે. બેરિકેડ પહેલેથી જ મૂકવામાં આવ્યા છે, અને સીમા દિવાલનું કામ હવે શરૂ થશે,"
આ પણ વાંચો ----- સુંદરતામાં અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે પાકિસ્તાની મહિલા ક્રિકેટર , જાણો તેની કુલ સંપત્તિ કેટલી છે?


