ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PDEU : ઉદ્યોગપતિ Mukesh Ambani સુધી પહોંચનારા મહાઠગની ફરી ધરપકડ

PDEU : ઠગ કિરણ પટેલને પણ આંટી મારી જાય તેવો એક મહાઠગ સામે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) પોણા કરોડ રૂપિયાથી પણ વધુ રકમની ઠગાઈનો વધુ એક ગુનો નોંધ્યો છે. જાન્યુઆરી-2024ના મધ્યમાં અમદાવાદના પ્રફુલ ઠાકરે નોંધાવેલી 55.27 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદના...
01:00 PM May 02, 2024 IST | Bankim Patel
PDEU : ઠગ કિરણ પટેલને પણ આંટી મારી જાય તેવો એક મહાઠગ સામે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) પોણા કરોડ રૂપિયાથી પણ વધુ રકમની ઠગાઈનો વધુ એક ગુનો નોંધ્યો છે. જાન્યુઆરી-2024ના મધ્યમાં અમદાવાદના પ્રફુલ ઠાકરે નોંધાવેલી 55.27 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદના...
Many compliments have been registered against cheater Dipak Shah

PDEU : ઠગ કિરણ પટેલને પણ આંટી મારી જાય તેવો એક મહાઠગ સામે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) પોણા કરોડ રૂપિયાથી પણ વધુ રકમની ઠગાઈનો વધુ એક ગુનો નોંધ્યો છે. જાન્યુઆરી-2024ના મધ્યમાં અમદાવાદના પ્રફુલ ઠાકરે નોંધાવેલી 55.27 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદના મામલામાં મહાઠગ જેલવાસ ભોગવી રહ્યો છે. Ahmedabad EOW એ મહાઠગની ફરી એક વખત ટ્રાન્સફર વૉરંટ થકી સાબરમતી જેલમાંથી કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા છે. સીબીઆઈ (CBI) ગોવા પોલીસ (Goa Police) અને ગુજરાત પોલીસ (Gujarat Police) ના જુદાજુદા પોલીસ સ્ટેશન તેમજ આવકવેરા વિભાગ (Income Tax) માં વર્ષોથી મહાઠગ પંકાયેલો છે. કોણ છે ડીસીએસ સોલાર એનર્જી (DCS Solar Energy Limited) નો માલિક એવો આ મહાઠગ તે જાણવા વાંચો આ અહેવાલ...

 

ક્રાઈમ બ્રાંચ - EOW માં શું નોંધાઈ છે ફરિયાદ ?

ખાનગી બેંકમાં નોકરી કરતા અમદાવાદના તુષાર કથીરીયાએ તેમજ અન્ય બે ભોગ બનારાઓએ 4 ઠગ સામે 77 લાખ 92 હજાર રૂપિયાની છેતરપિંડીની FIR નોંધાવી છે. વર્ષ 2020માં એવર ગ્રો ઈન્વેસ્ટર્સ કંપનીના નામે જીગર નિમાવત, હિરેન જોગાણી, કેતન સોલંકી અને દિપક ચંદ્રકાંત શાહે 4 ટકા ખાતરી સાથેનું વળતર આપવાની લાલચ આપી અનેક રોકાણકારોને જાળમાં ફસાવ્યા હતા. એવર ગ્રો ઈન્વેસ્ટર્સ કંપનીની પેટા કંપનીઓની લલચામણી વાતો કરી રોકાણકારો સાથે વધુ રોકાણ કરાવ્યું હતું. શરૂઆતના બે-પાંચ મહિના રોકાણકારોને નિયમિત વળતર આપ્યા બાદ કંપનીએ નફો આપવાનું બંધ કરી દેતાં ફરિયાદી સહિતના રોકાણકારો ઉઘરાણી માટે અમદાવાદ સ્થિત ઑફિસે પહોંચ્યા હતાં. દિપક શાહની DCS Solar Energy ને ગોવા સરકારે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ આપ્યો છે અને તેમાં તમામ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું જીગર નિમાવતે જણાવ્યું હતું. થોડાક મહિનાઓમાં રોકાણની રકમ અને વળતર મળી જશે તેવી ખાતરી જીગરે આપી હતી. ત્યારબાદ માત્ર વાયદાઓનો દોર ચાલ્યો હતો. આથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ખાતે ઠગ ટોળકી સામે ગુનો નોંધી EOW એ તપાસ આરંભી છે.

 

ઠગ ટોળકીના સૂત્રધાર સહિત બેની ધરપકડ

રૂપિયા 77.92 લાખની છેતરપિંડી આચરનારી ટોળકીના 4 સભ્યો પૈકી મુખ્ય સૂત્રધાર દિપક શાહ અને તેના મળતીયા જીગર નિમાવત ફરી એક વખત પોલીસના મહેમાન બન્યાં છે. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાના એસીપી એમ. એન. ચાવડા (ACP M N Chavda) એ જણાવ્યું છે કે, મહાઠગ દિપક ચંદ્રકાંત શાહ અને જીગર નિમાવત ગત 19 જાન્યુઆરીના રોજ નોંધાયેલા ઠગાઈના કેસમાં જેલવાસ ભોગવી રહ્યાં હતા. જે બંને આરોપીઓના અદાલતમાંથી મેળવેલા ટ્રાન્સફર વૉરંટ (Transfer Warrant) ના આધારે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અંબાણી સુધી કેવી રીતે પહોંચ્યો મહાઠગ ?

ગાંધીનગર સ્થિત આવેલી પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) જે ભૂતકાળની પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) છે. પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીના ચેરમેન ઑફ ધ બોર્ડ મુકેશ અંબાણી (Mukesh Ambani) છે. થોડાક મહિનાઓ અગાઉ DCS Solar Energy કંપનીના નામે મહાઠગ દિપક શાહ PDEU માં પ્રવેશ મેળવી લીધો હતો. બાદમાં વાકચાતુર્ય થકી PDEU ના પદાધિકારીઓને અને છેલ્લે Reliance ના મુકેશ અંબાણી સુધી મહાઠગ પહોંચી ગયો અને ફોટો પણ પડાવી લીધો. જો કે, મહાઠગ દિપક શાહ સોલાર પેનલ એસમ્બલી લાઈનમાં મેન્યુફેક્ચરીંગ કરવાનો PDEU સાથે કરાર કરે તે પહેલાં જ  ઠગાઈ કેસમાં ગત જાન્યુઆરી મહિનામાં પોલીસના હાથે ઝડપાઈ ગયો.

વાંચો આવતીકાલે ભાગ 2 - Goa Government સાથે છેતરપિંડી કરનારા મહાઠગ દિપક સામે અનેક કેસ

 

Tags :
ACP M N ChavdaAhmedabad Crime BranchAhmedabad EOWAhmedabad PoliceBankim PatelCBIDCS Solar Energy LimitedGoa PoliceGujarat FirstGujarat PoliceIncome TaxJournalist Bankim Patelmukesh ambaniPDEURelianceTransfer Warrant
Next Article