Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad PCB ની રેડમાં સરપંચ પુત્ર, મહિલા સહિત 17 જુગારીયાઓ ડેકૉરેશનના ગૉડાઉનમાં જુગાર રમતા ઝડપાયા

લીલાપુર સરપંચ ઉષાબેન વિરમજી ઠાકોરના પુત્ર સામે અગાઉ પણ જુગારના ત્રણેક કેસ નોંધાઈ ચૂક્યાં છે.
ahmedabad pcb ની રેડમાં સરપંચ પુત્ર  મહિલા સહિત 17 જુગારીયાઓ ડેકૉરેશનના ગૉડાઉનમાં જુગાર રમતા ઝડપાયા
Advertisement

Ahmedabad PCB : અમદાવાદ શહેરની હદમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓને કાબૂમાં રાખવા પ્રયત્નશીલ Ahmedabad PCB એ લાખો રૂપિયાનો જુગાર પકડ્યો છે. શહેરના છેવાડે આવેલા ઓગણજ ગામની સીમમાં આવેલા ગ્રીન વુડ રિસોર્ટ ખાતેના એક ગોડાઉનમાં Team PCB એ દરોડા પાડી રોકડ સહિત 13.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જુગાર રમતા ઝડપાયેલા શખ્સોમાં લીલાપુર ગામના પૂર્વ સરપંચ વિરમજી ઠાકોર (Lilapur Sarpanch Viramji Thakor) નો પુત્ર રાકેશ ઉર્ફે લાલો મુખ્ય આરોપી તરીકે સોલા પોલીસ સ્ટેશનના (Sola Police Station) ચોપડે ચઢ્યો છે. અત્રે નોંધનીય છે કે, હાલના લીલાપુર સરપંચ ઉષાબેન વિરમજી ઠાકોર (Lilapur Sarpanch Ushaben Viramji Thakor) ના પુત્ર સામે અગાઉ પણ જુગારના ત્રણેક કેસ નોંધાઈ ચૂક્યાં છે.

Ahmedabad PCB ફરતી જુગાર કલબની રાહ જોતી હતી

અમદાવાદ શહેરની સરહદે તેમજ ગાંધીનગર જિલ્લાના સાંતેજ સહિતના વિસ્તારોમાં ભાડાની જગ્યા રાખીને ગેમ્બલરો જુગાર રમાડે છે. અઠવાડીયે, પંદર દિવસે જુગાર કલબનું સ્થળ બદલી દેવાની મોડસ ઑપરેન્ડી ધરાવતા લીલાપુરના મહિલા સરપંચના પુત્ર સહિતના ખેલીઓની માહિતી Ahmedabad PCB પાસે હતી. ધરપકડથી બચવા ફરતી જુગાર કલબ ચલાવતો રાકેશ વિરમજી ઠાકોર ઉર્ફ લાલો તેના કાકા બકાજી ઠાકોરની મદદથી સોલા ઓગણજ ગામ ખાતે આવેલા ગ્રીન વુડ રીસોર્ટમાં આવેલા ઑમકાર ફર્નિચર ઈવેન્ટ એન્ડ એક્ઝિબિશનનું ગોડાઉન ભાડે રાખ્યું હતું. રાકેશ ઠાકોર ઉર્ફે લાલો ભાડા પેટે રોજના 5 હજાર રૂપિયા બકાજી ઠાકોરને આપતો હતો. પાડોશના ગામ લીલાપુરના બકાજી ઠાકોર ડેકોરેશન ગોડાઉન સહિતના શેડમાં પગી તરીકે નોકરી કરે છે. પોલીસ ચોપડે ફરાર દર્શાવાયેલા ગોડાઉન માલિક વિકીની પોલીસે શોધખોળ આરંભી છે.

Advertisement

Ahmedabad_Lilapur_Saroanch_Viramji_Thakor_son_Rakesh_Thakor_alais_Lalo_Thakor_arrest_by_Ahmedabad_City_Police

Advertisement

રોકડની સાથે Ahmedabad PCB ને રિઢા ખેલીઓ મળ્યા

જુગાર કલબમાં દરોડાની સૌથી મોટી સમસ્યા પોલીસ માટે રોકડ નહીં મળવાની હોય છે. મોટાભાગે જુગાર કલબમાં કૉઈનથી લાખો/કરોડોના ખેલ ખેલાય છે. ડેકૉરેશન ગૉડાઉનમાં દરોડા સમયે Ahmedabad PCB ને દાવ પર લાગેલા અને અંગઝડતીમાંથી 2.82 લાખની રોકડ હાથ લાગી છે. આ ઉપરાંત 16 મોબાઈલ ફોન, એક કાર અને 4 ટુ વ્હીલર સહિતનો મુદ્દામાલ મળ્યો છે. પકડાયેલા 17 ખેલીઓમાં શૈલેષ રાઠોડ આઠમી વખત, મહિલા સોનલ ઠાકોર ચોથી વખત અને પચાસ ટકા જેટલાં ખેલીઓ બેથી ત્રણ વખત જુગાર કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યાં છે.

જુગાર કેસમાં કોની-કોની ધરપકડ થઈ ?

  1. રાકેશ ઉર્ફે લાલો સ/ઓ વિરમજી ઠાકોર (ઉ. 32 રહે. ચામુંડાવાસ, લીલાપુર ગામ, તા. ઘાટલોડીયા, જિ. અમદાવાદ)
  2. ભરત અમરતજી ઠાકોર (ઉ.39 રહે. મેલડી માતાનો વાસ, લીલાપુર ગામ, તા.ઘાટલોડીયા જિ.અમદાવાદ)
  3. શૈલેષ પધાજી ઠાકોર (ઉ.29 રહે. ચામુંડા ચોક, સોલા ગામ, અમદાવાદ શહેર)
  4. વિજયકુમાર પ્રહલાદભાઇ પટેલ (ઉ. 30 રહે. ડી/204, સાહિત્ય હીલ, રોયલ રેસ્ટોરેન્ટ પાસે, એસપી.રીંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ)
  5. દિલીપજી બેચરજી ઠાકોર (ઉ.40 રહે. ચામુંડાવાસ ગામ, લીલાપુર, તા. ઘાટલોડીયા, અમદાવાદ શહેર)
  6. નરેશકુમાર બાબુજી ઠાકોર (ઉ.37 રહે. નીચાડોવાસ, દંતાલી ગામ, તા. કલોલ, જિ. ગાંધીનગર)
  7. શૈલેષભાઇ ડાહ્યાભાઇ રાઠોડ (ઉ. 50 રહે. 152/1197 ગુ.હા બોર્ડ કલાપીનગર મેઘાણીનગર, અમદાવાદ)
  8. અમીતકુમાર રાજેશભાઇ દેવીપુજક (ઉ.33, રહે. 906, ઇન્દીરા વસાહત, સોલાગામ, અમદાવાદ શહેર)
  9. વિનોદકુમાર કનુભાઇ ઠાકોર (ઉ. 34 રહે. વાંચ ગામ તા. દસક્રોઇ જિ. અમદાવાદ)
  10. હરેશભાઇ ઉર્ફે પિન્ટુ સ/ઓ જયંતીલાલ શાહ (ઉ.44 રહે. સી/207 કેન્સાસ દેવસ્ય ફલેટ, મહાદેવનગર વસ્ત્રાલ, અમદાવાદ)
  11. કલ્પેશ કાળાજી ઉર્ફે ગુણવંત ઠાકોર (ઉ. 30 રહે.ચકલાવાળો વાસ, લીલાપુર ગામ, તા. ઘાટલોડીયા, જિ. અમદાવાદ)
  12. ખોડાભાઇ ઉર્ફે ખોડો જીવણભાઇ દંતાણી (ઉ. 24 રહે. રામાપીર મંદિર પાસે, જાસપુર ગામ, તા.કલોલ, જિ.ગાંધીનગર)
  13. દિપક ઉર્ફે કાળો સ/ઓ કાંતીજી ઠાકોર (ઉ.30 રહે. જેહાજીનો વાસ, જમીયતપુર ગામ, તા. જિ.ગાંધીનગર)
  14. સાબીરશાહ સુબરાતીશાહ દિવાન (ઉ.59 રહે.તકીયાવાસ જોગણી માતાના મંદિર પાસે, ખોરજ ગામ તા.જિ.ગાંધીનગર)
  15. કુણાલ ઉર્ફે પોપો સ/ઓ અશોકભાઇ પટેલ (ઉ.28 રહે.માઠ વાસ, જમીયતપુરા ગામ, તા.જિ ગાંધીનગર)
  16. દિલીપજી ઉર્ફે બકાજી સ/ઓ ચમનજી ઠાકોર (ઉ.38 રહે. ચકલાવાદ, લીલાપુર ગામ, તા.ઘાટલોડીયા જિ. અમદાવાદ)
  17. સોનલ તે કાંતિસિંહ કાળુસિંહ ઠાકોરના વિધવા (ઉ.35 રહે. જાનકીધામ સોસાયટી, જોગણી માતાના મંદીર સામે, સીંગરવા ગામ, ઓઢવ, અમદાવાદ)

આ પણ વાંચો :   સોપારીબાજ બિલ્ડર મનુ જેકીએ હત્યાનો પુરાવો માગ્યો તો હત્યારાઓએ વીડિયો Whatsapp કરી દીધો, પોલીસને સજ્જડ પુરાવો મળ્યો

Tags :
Advertisement

.

×