ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાંચ દિવસમાં એસીબીએ બે DA Case નોંધ્યા, એક આરોપીના બેંક લૉકરમાંથી સોના-ચાંદીના દાગીના અને બિસ્કીટ મળ્યા

Gujarat ACB એ છેલ્લાં પાંચ દિવસમાં વર્ગ-3 અને વર્ગ-2ના સરકારી બાબુઓ સામે અપ્રમાણસર મિલકતના બે કેસ નોંધ્યા છે. જેમાં સામાન્ય બાબત એ છે કે, DA Case ના બંને આરોપીઓ નિવૃત્ત થઈ ચૂક્યાં છે. તાજેતરમાં નોંધાયેલા અપ્રમાણસર મિલકતના કેસમાં પકડાયેલા તત્કાલીન સિટી મેઈન્ટેનન્સ સર્વેયરના બેંક લૉકરમાંથી 48.20 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ બિસ્કીટ Team ACB એ કબજે લીધા છે.
02:23 PM Nov 25, 2025 IST | Bankim Patel
Gujarat ACB એ છેલ્લાં પાંચ દિવસમાં વર્ગ-3 અને વર્ગ-2ના સરકારી બાબુઓ સામે અપ્રમાણસર મિલકતના બે કેસ નોંધ્યા છે. જેમાં સામાન્ય બાબત એ છે કે, DA Case ના બંને આરોપીઓ નિવૃત્ત થઈ ચૂક્યાં છે. તાજેતરમાં નોંધાયેલા અપ્રમાણસર મિલકતના કેસમાં પકડાયેલા તત્કાલીન સિટી મેઈન્ટેનન્સ સર્વેયરના બેંક લૉકરમાંથી 48.20 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ બિસ્કીટ Team ACB એ કબજે લીધા છે.
Gujarat_ACB_registers_two_disproportionate_assets_case_gold_silver_ornament_found_in_bank_locker_Gujarat_First

Gujarat ACB એ છેલ્લાં પાંચ દિવસમાં વર્ગ-3 અને વર્ગ-2ના સરકારી બાબુઓ સામે અપ્રમાણસર મિલકતના બે કેસ (Disproportionate Assets Case) નોંધ્યા છે. જેમાં સામાન્ય બાબત એ છે કે, ACB DA Case ના બંને આરોપીઓ નિવૃત્ત થઈ ચૂક્યાં છે. તાજેતરમાં નોંધાયેલા અપ્રમાણસર મિલકતના કેસમાં પકડાયેલા તત્કાલીન સિટી મેઈન્ટેનન્સ સર્વેયરના બેંક લૉકરમાંથી 48.20 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ બિસ્કીટ Team ACB એ કબજે લીધા છે.

નવસારી એસીબીએ કોની સામે નોંધ્યો DA Case ?

નવસારી ખાણ ખનીજ વિભાગના તત્કાલીન મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સંદીપ મધુકર ખોપકર (ઉ.62) સામે એસીબી નવસારી પોલીસ સ્ટેશનમાં DA Case નોંધાયો છે. સંદીપ ખોપકરે (રહે. આમ્રપાલી સોસાયટી, માંજલપુર, વડોદરા) જાન્યુઆરી 2009 થી નવેમ્બર 2018 દરમિયાન 1 કરોડ 2 લાખ 46 હજાર 949 રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવી છે. એસીબીની તપાસમાં સંદીપ ખોપકરે આવક કરતા 62.13 ટકા વધુ સંપત્તિ વસાવી છે. સત્તાનો દુરઉપયોગ કરનારા ભ્રષ્ટાચારી સંદીપ ખોપકરની ધરપકડ કરીને એસીબી સુરત શહેરના પીઆઈ કે.જે.ધડુકે (PI K J Dhaduk) વધુ તપાસ આરંભી છે.

DA Case ના આરોપીએ લૉકરમાં લાખોનો માલ છુપાવ્યો હતો

ગત 19 નવેમ્બરના રોજ સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન ખાતે વર્ગ-3ના નિવૃત્ત સરકારી બાબુ સામે DA Case નોંધી ધરપકડ કરવામાં આવી હતી. DILR Office Himatnagar ના તત્કાલીન સિટી મેઈન્ટેનન્સ સર્વેયર નલિનભાઈ છોટાલાલ સોની (ઉ.69) એ એપ્રિલ-2007 થી માર્ચ-2015 દરમિયાન 46.83 લાખની અપ્રમાણસર મિલકત વસાવી હતી. જે આવક કરતા 105 ટકા વધુ હતી. આ કેસની તપાસ કરી રહેલા પીઆઈ એસ.ડી.ચાવડા (PI S D Chavda) એ હિંમતનગર નાગરિક સહકારી બેંકમાં આવેલા સોની દંપતીના લૉકરમાં તપાસ કરતા 48.20 લાખના દાગીના અને સોનાના બિસ્કીટ મળી આવ્યાં છે. સોના-ચાંદીના ઘરેણાં લૉકરમાંથી મળી આવતા નલિન સોનીની અપ્રમાણસર મિલકત 200 ટકાથી વધી ગઈ છે.

આ પણ વાંચો :   ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાની નવીન મૉડ્સ ઑપરેન્ડીનો પર્દાફાશ, Mundra Port ખાતેથી 2.97 કરોડનો શરાબ SMC એ કર્યો કબજે

Tags :
ACB DA CaseBankim PatelDILR Office HimatnagarDisproportionate Assets CaseGujarat ACBGujarat FirstPI K J DhadukPI S D ChavdaTeam ACB
Next Article