Sarkhej Roza : ઐતિહાસિક સરખેજ રોઝાના ગુંબજ પરથી ચોરાયેલા પ્રાચીન કળશને ક્રાઈમ બ્રાંચે શોધી કાઢ્યો
અમદાવાદ જ નહીં, પરંતુ કદાચ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત શહેરમાં થયેલી હેરિટેજ ચોરી (Theft in Heritage Site) ને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાંચ દોડતી થઈ ગઈ હતી. 574 વર્ષ જુના સરખેજ રોઝા ખાતે બનેલી ચોરીની ઘટનાને સ્થાનિક સરખેજ પોલીસે ખૂબ જ સહજતાથી લીધી હતી. Crime Branch Ahmedabad એ સતત બે સપ્તાહ સુધી કરેલી મહેનત રંગ લાવી છે અને Sarkhej Roza ખાતેથી મુસ્લિમોના ધાર્મિક પ્રતીક સમાન ચોરાયેલા દોઢ સદી જુના તાંબાના કળશ/પંજતન પાકના ટુકડા કબજે કરી ટોળકીના 4 સાગરિત પકડ્યાં છે. જ્યારે મહિલા સહિતના ચાર આરોપીઓે પોલીસ પકડથી દૂર છે. અત્રે નોંધનીય છે કે, યુનેસ્કો (UNESCO) ની યાદીમાં 15મી સદીમાં નિર્મિત સરખેજ રોઝા (World Heritage Site Sarkhej Roza) નો સમાવેશ થાય છે.
Sarkhej Roza નો ઇતિહાસ
દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના મકરબા ગામ પાસે આવેલા સરખેજ રોઝા ભારત અને ગુજરાતમાં આવેલા મોટા મકબરાની યાદીમાં આવે છે. આ મકબરો સૂફી સંત અહમદ ગંજ બક્ષ ખટ્ટુની દરગાહ છે. સુલતાન અહેમદ શાહે ગુરૂ અહેમદ ખટ્ટુના સૂચન આધારે સરખેજથી થોડા કિમી દૂર સાબરમતી નદીના કિનારે રાજધાની અહમદાબાદ (Ahmedabad) સ્થાપી હતી. ઈ.સ. ૧૪૧૧માં સંત અહેમદ ખટ્ટુના અવસાન પછી અહેમદશાહ બાદશાહના પુત્ર મોહંમદશાહે આ મકબરાનું નિર્માણ કરાવ્યું હતું.મકબરાના આર્કિટેક આઝમ ખાન અને મુઆજમ ખાન છે અને તે પર્શિયાના છે આ મકબરાનું નિર્માણ કાર્ય ઈ.સ. 1451 માં પૂરું થયું હતું. ગુજરાતના ત્રણ શાસકોની મજાર અહીંયા આવેલી છે સૂફી સંત ખટ્ટુ ૧૪મી સદીમાં ગુજરાતમાં આવતા તેમાંના એક છે આ આલીશાન મકબરો સંત ખટ્ટુ ની દરગાહ છે. 20મી સદીના આર્કિટેક્ટ લે કોર્બુઝિયરે Sarkhej Roza ના સંકુલની ડિઝાઇનની એથેન્સના એક્રોપોલિસ સાથે સરખામણી કરી હતી, તેથી આ સંકુલને "અમદાવાદનું એક્રોપોલિસ" કહેવામાં આવે છે
કેવી રીતે કરાઈ હતી કળશની ચોરી
ઉત્તર ગુજરાતના પાટણ/મહેસાણા જિલ્લાની એક ટોળકીએ ગત જુન મહિનામાં Heritage Site Sarkhej Roza ની રેકી કરી હતી. રેકી કર્યા બાદ 8 શખ્સોની ટોળકીએ ગત 30 જૂનની મોડી રાતે મુખ્ય દરગાહના ગુંબજ પર લગાવાયેલા કળશ (પંજતન પાક) પૈકી સૌથી ઉપરના તાંબા સહિતની ધાતુથી બનેલા કળશની ચોરી કરી હતી. ગુંબજ પર જવા માટે ચોર ટોળકીના સાગરિતોએ દોરડાનો સહારો લીધો હતો. 1 જુલાઈની સવારે ચોરી થયાની જાણ થતાં 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશન (Sarkhej Police Station) ખાતે સરખેજ રોઝા કમિટીના સેક્રેટરી નિઝામ સિદ્દીકી ઉર્ફે બબલુખાને 2 જુલાઈની રાતે ફરિયાદ નોંધાવી હતી.
150 વર્ષ જુના કળશની કિંમત ભંગારથી ઓછી ગણી
સરખેજ પોલીસ સ્ટેશન ખાતે કળશ ચોરીનો મામલો પહોંચ્યા બાદ બીજા દિવસે રાતે પોલીસ ચોપડે ફરિયાદ નોંધવામાં આવી હતી. મિલકત ચોરીની ફરિયાદ પહોંચી તેના બીજા દિવસે સરખેજ પોલીસે ડૉગ સ્કવૉડ બોલાવી તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. Sarkhej Roza ખાતેથી થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ફરિયાદમાં તાંબા-પિત્તળના બનેલા 5થી 6 કિલો વજનના કળશની કિંમત માત્ર 1700 રૂપિયા દર્શાવવામાં આવી છે. 150 વર્ષ અગાઉ ગુંબજ પર મુસ્લિમ ધર્મના પ્રતીક પંજતન પાક (Panjtan Pak) તરીકે કળશ મુકવામાં આવ્યાં હતાં.
ક્રાઈમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલવા ડ્રોન ઉડાડ્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હેરિટેજ સાઈટ ખાતેથી ચોરાયેલા કળશને શોધવા સતત બે સપ્તાહ મહેનત કરી છે. સરખેજ રોઝાની પાછળના ભાગે ગીચ વસ્તી હોવાથી તસ્કર ટોળકી કઈ દીશા અને કયા રસ્તે ભાગી છે તે જાણવા પીઆઈ એમ. એલ. સાળૂંકે (M L Salunke PI) ડ્રોન ઉડાડીને એરિયલ વ્યુ થકી જાણકારી મેળવી હતી. ચોર ટોળકી કયા-કયા રસ્તે ભાગી શકે છે તેની જાણકારી મેળવ્યા બાદ તે રૂટ પરના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા. એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) ના ફૂટેજ આધારે તસ્કર ટોળકીના વાહનોની ઓળખ મળી હતી. જેના આધારે સુરેશ દંતાણી, ગોપાલ દંતાણી, મુન્ના દંતાણી અને વિષ્ણુ દંતાણી (તમામ હાલ રહે. કુંડાલ પાટીયા પાસે છાપરામાં, નંદાસણ રોડ, તાલુકો કડી, જિ. મહેસાણા મૂળ રહે. પાટણ) ને ઝડપી લઈ તાંબાના બનેલા પંજતન પાકના ટુકડા કબજે કર્યા છે. જો કે, કબજે લેવાયેલો કળશ (Panjtan Pak) ભંગારમાં વેચવા માટે આરોપીઓએ તોડી/કાપી નાંખ્યો છે.
આ પણ વાંચો : Gir Somnath : લાખોના દારૂ મામલામાં પીઆઈ સસ્પેન્ડ, LCB પીએસઆઈ સહિત અન્ય બે સામે કાર્યવાહી


