ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં વધુ એક Gun Licence Scam નો પર્દાફાશ, આરોપીની બંદૂક અસલી અને લાયસન્સ નકલી

અમદાવાદ નરોડા પોલીસે વધુ એક હથિયાર પરવાના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે. Gun Licence Scam નો સૂત્રધાર એવો ગનમેન ફરાર થઈ જતાં તેને ઝડપી લેવા નરોડા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
07:08 PM May 09, 2025 IST | Bankim Patel
અમદાવાદ નરોડા પોલીસે વધુ એક હથિયાર પરવાના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે. Gun Licence Scam નો સૂત્રધાર એવો ગનમેન ફરાર થઈ જતાં તેને ઝડપી લેવા નરોડા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Ahmedabad City Naroda Police Bust Fake Gun Licence Scam Arrest Gunman with Handmade Twelve Bore Gun

Gun Licence Scam : ગુજરાતમાં બોગસ ગન લાયસન્સના કૌભાંડે માઝા મૂકી છે. ખેડૂત, વેપારી, બિલ્ડર, નેતા પુત્ર હોય કે ગુનેગાર અનેક શખ્સો પાસે નકલી ગન લાયસન્સ છે. Gujarat ATS, અમદાવાદ/સુરત ક્રાઈમ બ્રાંચ અને Surendranagar SOG એ તાજેતરમાં જ રાજ્યમાં વર્ષોથી ચાલતા Gun Licence Scam નો પર્દાફાશ કર્યો છે. પોલીસે સંખ્યાબંધ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને એટલી જ સંખ્યામાં આરોપીઓ ફરાર છે. આ તમામ કામગીરીની વચ્ચે અમદાવાદ નરોડા પોલીસે (Naroda Police) વધુ એક હથિયાર પરવાના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે. Gun Licence Scam નો સૂત્રધાર એવો ગનમેન ફરાર થઈ જતાં તેને ઝડપી લેવા નરોડા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની સતર્કતા, હથિયાર-કારતૂસો સાથે આરોપી ઝડપાયો

Naroda Police Station ના સર્વેલન્સ સ્કવૉડમાં ફરજ જાવતા હેડ કૉન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ રતનસિંહ, કૉન્સ્ટેબલ પરબતભાઈ અને હાર્દિકભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને એક બાતમી મળી હતી. બાતમી આધારે ગત 18 એપ્રિલના રોજ નરોડા હંસપુરા દહેગામ સર્કલ તરફ આવતા મૂળ ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના અબ્બલસિંહ ચોખેલાલ યાદવ (ઉ.40 રહે. સિલ્વર પ્લાઝા ઑફિસ, વિશાલા હૉટલ પાસે, દહેગામ, ગાંધીનગર)ને રોકી તલાશી લીધી હતી. અબ્બલસિંહ યાદવ પાસે રહેલી કાળા કલરની બેગમાં તપાસ કરતા તેમાંથી દેશી બનાવટની 12 બોરની ગન, 10 કારતૂસ અને આધાર કાર્ડ મળી આવ્યું હતું. હથિયાર લાયસન્સ બાબતે પૂછતાં લીલા કલરના કવરમાં મુકેલું ફોટો લગાવેલું અને અબ્બલસિંહ ચોખેલાલ (રહે. કેશરપુરા, થાના જેથરા, જિ. એટા, ઉત્તરપ્રદેશ) લખેલું જિલ્લા મેજીસ્ટ્રેટ એટા હિન્દીમાં મારેલા રાઉન્ડ સીલવાળું લાયસન્સ રજૂ કર્યું હતું. ઑલ ઈન્ડિયા આર્મ્સ લાયસન્સ (All India Arms Licence) માં યુનિક આઈડી નંબર પણ દર્શાવવામાં આવેલો હતો.

NDAL-ALIS પર તપાસતા લાયસન્સ શંકાસ્પદ માલૂમ પડ્યું

અબ્બલ યાદવ પાસેથી મળેલા ગન લાયસન્સમાં દર્શાવેલો યુનિક આઈડી નંબર તપાસતા તે 18 આંકડાના બદલે 17 આંકડાનો જ UIN લખેલો હતો. NDAL-ALIS પર ઑનલાઈન તપાસતા તેનો કોઈ રેકર્ડ મળી આવ્યો ન હતો. જેથી આ મામલે નરોડા પોલીસે જાણવા જોગ નોંધી ઉત્તરપ્રદેશ જિલ્લા મેજીસ્ટ્રેટ એટાની કચેરી ખાતે લાયસન્સની ખરાઈ કરવા પોલીસને મોકલી હતી. એટા મેજીસ્ટ્રેટની કચેરીએ હથિયાર લાયસન્સ બોગસ હોવાનું જણાવતા Fake Gun Licence Scam નો પર્દાફાશ થતાં આ મામલે બે શખ્સો સામે ગુનો નોંધી અબ્બલસિંહની ધરપકડ કરાઈ છે.

ગનમેનની નોકરી માટે 60 હજારમાં લાયસન્સ અને ગન ખરીદી

Gujarat First સાથેની વાતચીતમાં નરોડા પોલીસ સ્ટેશન પી. વી. ગોહિલે (PI P V Gohil) જણાવ્યું કે, લાયસન્સને પ્રાથમિક દ્રષ્ટીએ જોતા જ તે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. તસ્વીરવાળા પાના પર ઉંમર અને પરવાનો જારી કર્યાની તારીખની કોલમ ખાલી હતી. અબ્બલસિંહ યાદવ પાસે કામ ધંધો નહીં હોવાથી તેણે સિક્યુરિટી ગાર્ડ (Gunman) ની નોકરી મેળવવા વર્ષ 2006માં બોગસ લાયસન્સ અને ગન મેળવી હતી. UP ખાતે બાજુના ગામમાં રહેતા રામનરેશ યાદવે રૂપિયા 60 હજારમાં બાર બોરની ગન, નકલી લાયસન્સ અને 10 કારતૂસ આપ્યા હતા. આરોપી અબ્બલસિંહ પાસેથી મળી આવેલી હાથ બનાવટની બાર બોરની ગન પણ ગેરકાયદેસર છે. આરોપીની પૂછપરછમાં તેણે દિલ્હી ખાતે બે વર્ષ ગનમેન તરીકે નોકરી ચૂક્યો છે. છેલ્લાં આઠેક મહિનાથી ગાંધીનગર જિલ્લાની એક મેટલ કંપનીમાં ગનમેન તરીકે નોકરી કરતા Gun Licence Scam નો સૂત્રધાર રામનરેશે યુપીમાં રહેતા અબ્બલસિંહને સિક્યુરિટી ગાર્ડની નોકરી માટે ચારેક મહિનાથી ગાંધીનગર ખાતે બોલાવ્યો હતો.

અગાઉ સુરત-અમદાવાદમાં આવું જ કૌભાંડ પકડાયું હતું

ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વધુ પગારની લાલચે અનેક શખ્સો બોગસ લાયસન્સ અને ગન દર્શાવીને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. પોલીસ એજન્સીઓની નિયમિત તપાસના અભાવે આવા Gun Licence Scam ને પ્રોત્સાહન મળી રહ્યું છે. ચારેક વર્ષ અગાઉ સુરતની વરાછા કૉ.ઑ. બેંક (Varachha Co-Op Bank) ના ગનમેન રાજેશ બિન્દ્રા (રહે. યુપી) પાસેથી બિહારનું નકલી ગન લાયસન્સ અને એજન્ટ થકી કોલકત્તાથી ગન ખરીદી હોવાનો કેસ ખટોદરા પોલીસ સ્ટેશન (Khatodara Police Station) ખાતે નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં આવેલા એક બંગલામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શખ્સે બોગસ ગન લાયસન્સ અને બંદૂક લીધા હોવાનો પણ કિસ્સો 4 વર્ષ અગાઉ સામે આવી ચૂક્યો છે.

આ પણ વાંચો :  Colonel Sofiya Qureshi : મહિલા સૈન્ય અધિકારીઓને કાયમી કમિશન આપવાના ચુકાદામાં કર્નલ સોફિયાની સુપ્રીમ કોર્ટે પ્રસંશા કરી હતી

Tags :
All India Arms LicenceBankim PatelFake Gun Licence ScamGujarat ATSGujarat FirstGun Licence ScamGunmanKhatodara Police StationNaroda Police StationPI P V GohilSurendranagar SOGVarachha Co-Op Bank
Next Article