Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Police Chintan Shibir : ત્રણ દિવસ માટે રાજ્યની પોલીસ કચેરીઓમાં સિનિયર અધિકારી નહીં મળે, કામ હોય તો જવાનું ટાળજો

રાજ્યના SPથી લઈને DGP કક્ષાના બસ્સો જેટલાં અધિકારીઓ ચિંતન શિબિરમાં ભાગ લેશે.
police chintan shibir   ત્રણ દિવસ માટે રાજ્યની પોલીસ કચેરીઓમાં સિનિયર અધિકારી નહીં મળે  કામ હોય તો જવાનું ટાળજો
Advertisement

Police Chintan Shibir : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યભરની પોલીસ બંદોબસ્ત પર બંદોબસ્ત કરી રહી છે. સંખ્યાબંધ બંદોબસ્ત, કૉમ્બીંગ અને હર ઘર તિરંગા કાર્યક્રમની વચ્ચે વલસાડ ખાતે ચિંતન શિબિર (Police Chintan Shibir Valsad) નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એસપી કક્ષા (એએસપી સામેલ) થી લઈને ડીજીપી કક્ષાના તમામ અધિકારીઓ (પાંચ-દસને બાદ કરતા) ત્રણ દિવસ માટે વલસાડના શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (Shrimad Rajchandra Mission Dharampur) ખાતે રોકાશે. 11 ઑગસ્ટથી 13 ઑગસ્ટ દરમિયાન યોજાનારી ચિંતન શિબિરનો શુભારંભ ડીજીપી વિકાસ સહાય કરાવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી કયા-કયા દિવસે હાજર રહેશે તે અંગે ચોક્કસ જાણકારી મળી નથી. અત્રે નોંધનીય છે કે, રાજ્યના SPથી લઈને DGP કક્ષાના બસ્સો જેટલાં અધિકારીઓ ચિંતન શિબિર (Police Chintan Shibir) માં ભાગ લેશે.

ચિંતન શિબિરનો હેતુ શું છે ?

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુજરાતમાં ચિંતન શિબિરની શરૂઆત કરી છે. સામાન્ય રીતે IAS વહીવટી અધિકારીઓની ચિંતન શિબિર દર બે-ત્રણ વર્ષે યોજાતી રહે છે. ચિંતન શિબિરનો હેતુ સિનિયર અને જુનીયર અધિકારીઓ વચ્ચે ચોક્કસ વિષય પર સંવાદ થાય. સંવાદની સાથે-સાથે વિભાગમાં રહેલી ખામીઓ કેવી રીતે દૂર કરવી અને શું સુધારા લાવવા. આ વખતે પ્રથમ વખત યોજાઈ રહેલી પોલીસ વિભાગની ચિંતન શિબિરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સાયબર ક્રાઈમ મુખ્ય વિષય હશે કે કેમ તે કહેવું હાલ મુશ્કેલ છે.

Advertisement

Advertisement

શહેર-જિલ્લા અને બ્રાંચ ચાર્જમાં ચાલશે

ગાંધીનગર કરાઈ ખાતે વર્ષ 2007માં યોજાયેલી પોલીસ વિભાગની ચિંતન શિબિર બાદ 18 વર્ષ Historical Police Chintan Shibir વલસાડ જિલ્લામાં યોજાશે. આંમત્રિત તમામ અધિકારીઓએ ભાગ લેવો ફરજિયાત હોવાથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં ત્રણ દિવસ માટે પોલીસ કમિશનર હાજર નહીં મળે. આવી જ સ્થિતિ રાજ્યની 9 રેન્જ, તમામ જિલ્લા તેમજ બ્રાંચમાં હશે. તમામ વિભાગના વડા તેમજ શહેરમાં ફરજ બજાવતા DCP કક્ષાના અધિકારીઓ પણ ચિંતન શિબિરમાં હાજર રહેવાના છે. સૂત્રોના જણાવ્યાનુસાર શહેરમાં એકાદ-બે ડીસીપીને બાકાત કરતા તમામ સિનિયર અધિકારીઓ ચિંતન શિબિરમાં હાજરી આપશે. ત્રણ દિવસ સુધી લગભગ Gujarat Police માં મહત્વના તમામ સ્થાન પર જુનીયર કક્ષાના અધિકારી અથવા DySP કક્ષાના અધિકારીને ચાર્જ આપવામાં આવશે.

Three_Day_Gujarat_Police_Chintan_Shibir_in_Shrimad_Rajchandra_Ashram_Dharampur_Valsad_First_time_in_Gujarat_Police_History

ત્રણ દિવસ માટે ગુજરાત રામ ભરોસે

જુજ સિનિયર IPS અધિકારીઓની સ્ટેટ ક્રાઈમ કૉન્ફરન્સ (State Crime Conference Gujarat) થોડાંક જ દિવસો પહેલાં ડાંગ ખાતે યોજાઈ હતી. આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે કચ્છ અને સૌરાષ્ટ્રથી હાજર રહેલાં IPS અધિકારીઓના પ્રવાસમાં આંટા આવી ગયા હતા. આવી જ સ્થિતિ ફરી એક વખત સર્જાવા જઈ રહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છેવાડાના જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ ગામના છેડે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે યોજાવા જઈ રહેલી ચિંતન શિબિરના પ્રવાસને લઈને ચિંતિત છે. 2 ઑગસ્ટથી 12 ઑગસ્ટ સુધીનો પ્રતિદિન હર ઘર તિરંગા કાર્યક્રમ (Har Ghar Tiranga), શ્રાવણ મહિનામાં શિવ મંદિરો, યોજાનારા લોકમેળા, સ્વતંત્રતા દિવસની ઊજવણી સમયે કૉમ્બીંગ તેમજ બંદોબસ્ત વચ્ચે ચિંતન શિબિરનું આયોજન સંવેદનશીલ અધિકારીઓને ચિંતિત કરી રહ્યું છે. નામ નહીં આપવાની શરતે અનેક અધિકારીઓએ બંદોબસ્તની ભરપૂર સિઝનમાં થઈ રહેલી ચિંતન શિબિરના આયોજનનો સમય તેમજ સ્થાન ખોટું હોવાનો મત દર્શાવ્યો છે. તો કેટલાંક ચિંતન શિબિરના આયોજનને લઈને ખુશ છે અને તેની તરફેણમાં પણ.

આ પણ વાંચો :  RTI for CCTV Footage : પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ આપવાનો આદેશ કેટલાં પોલીસવાળા માનશે ?

Tags :
Advertisement

.

×