IPS નિર્લિપ્ત રાયનું સ્ટેટ મોનિટરીંગ સેલમાં આગમન થતા જ ગુજરાતના મોટા ગજાના બૂટલેગરો ભૂગર્ભમાં
ગુજરાતમા પોલીસ વિભાગમાં ઘણાખરા IPS અધિકારીઓની આંતરિક બદલી તાજેતરમાં જ કરવામાં આવી છે. આ બદલી ચોક્કસ રાજકીય સમીકરણો પાર પાડવા તથા ગુજરાતમાં દારુની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પણ ઘણાં IPS અધિકારીઓનું પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં ગુજરાતના મોટા ભાગના બૂટલેગરો ગુજરાત છોડીને જતારહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો શહેરના મોટા ગજાના બૂટલà«
Advertisement
ગુજરાતમા પોલીસ વિભાગમાં ઘણાખરા IPS અધિકારીઓની આંતરિક બદલી તાજેતરમાં જ કરવામાં આવી છે. આ બદલી ચોક્કસ રાજકીય સમીકરણો પાર પાડવા તથા ગુજરાતમાં દારુની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પણ ઘણાં IPS અધિકારીઓનું પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં ગુજરાતના મોટા ભાગના બૂટલેગરો ગુજરાત છોડીને જતારહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો શહેરના મોટા ગજાના બૂટલેગરો જેમ કે સોનુ, સિયા, પિયા પણ ગોવા નીકળી ગયા હોવાનું માલૂમ પડ્યું છે.
નવાઈની વાત તો એ છે કડક અને સ્વચ્છ છાપ ધરવતા IPS અધિકારી નિર્લિપ્ત રાય છેલ્લે અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ નિભાવતા હતા. તાજેતરમાં જ તેમની નિમણૂક ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં થઇ છે. નિમણૂક થતાની સાથે જ તેમણે એક મેસેજ અને નંબર જાહેર કર્યો હતો કે ગુજરાતમાં કોઈપણ ખૂણે દારુ તથા જુગાર જેવી પ્રવૃત્તિ ચાલતી હોય તો તાત્કાલીક આ નંબર ઉપર સંપર્ક કરવો તેવો મેસેજ પણ સોશિયલ મીડિયા મારફતે મોકલ્યો હતો. દારૂના વેપારીઓમાં જ્યારે આ વાતની જાણ થઇ કે નિર્લિપ્ત રાયનું સ્ટેટ મોનિટરીંગ સેલમાં નિમણૂક થઇ છે તેની સાથે જ નાના બુટલેગરો અને મોટા ગજાના બુટલેગરોએ બોલિવૂડની એક હિન્દી ફિલ્મનો ડાયલોગ મારતા હતા કે "લગતા હે અબ દુસરા ધંધા સોચના પડેગા"ગુજરાત કેડરના ૨૦૧૦ની બેચના IPS અધિકારી નિર્લિપ્ત રાયનું ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકેનું પોસ્ટીંગ પહેલા અન્ય એક અધિકારી કે જેઓ પણ સ્વચ્છ છબી ધરાવે છે તેવા અધિકારી કે.ટી કામરીયાકે જે અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં DYSP તરીકે ફરજ નિભાવી ચૂક્યા હતા અને તેમનું પણ પોસ્ટીંગ સ્ટેટ મોનિટરીંગ સેલમાં કરવામાં આવ્યું છે. કડક અધિકારી તરીકે નિર્લિપ્ત રાય અને બાતમીદારો અને પોલીસીંગનો વર્ષોનો અનુભવ ધરવાનરા અધિકારી કે.ટી કામરીયા બંનેની જુગલ જોડી હવે સ્ટેટ મોનિટરીંગ સેલમાં ફરજ બજાવી રહ્યા છે. સમાન્ય રીતે પોલીસ વિભાગમાં જેટલા પણ સિનિયર અધિકારીઓ છે તેમાંથી કદાચ ભાગ્યે જ એવા કોઈ અધિકારી હશે કે જે કે.ટી કામરીયા અને તેઓની કામ કરવાની કાર્યશૈલીથી જાણકાર નહી હોય. આમતો કે.ટી કામરીયા માટે એવું પણ કહેવાય છે કે તે ક્યારેય ખોટું ચાલવતા નથી અને સાચા વ્યક્તિ સાથે ખોટું થવા પણ નથી દેતા. ભલે ને પછી તેમને તેમના સિનિયર અધિકારી સાથે બોલાચાલી પણ કરવી પડે કે પછી ઝઘડો પણ કરવો પડે. બીજી તરફ નિર્લિપ્ત રાયની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં એસ.પી તરીકેનું પોસ્ટીંગ થતાની સાથે જ અમરેલીના માથાભારે કાઠી દરબારો સાથે પણ માથાકૂટ થઇ હતી અને તે માથાકૂટ ફરિયાદ સ્વરૂપે છેક સી.એમ ઓફિસ સુધી પણ પહોંચી હતી. પરંતુ નિર્લિપ્ત રાય જેવા કડક અધિકારીની કાર્યશૈલીમાં કોઈ જ ફરજ પડ્યો ન હતો. બાદમાં જયારે કોરોનાએ ગુજરાત આખામાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે ગુજરાતના તમામ શહેરોમાં કોરોના વાયરસના કેસો જોવા મળ્યા હતા પરંતુ અમેરલી જિલ્લામાં ઘણાં લાંબા સમય સુધી કોરોના વાયરસના એક પણ કેસ જોવા મળ્યા ન હતા. સરકારી ચોપડે પણ નોંધાયા ન હતા અને તેનું એક માત્ર કારણ હતું કે નિર્લિપ્ત રાયની કામગીરી અને આ કામગીરીને સમગ્ર અમરેલી જિલ્લાની જનતાએ વખાણી હતી.શું છે સ્ટેટ મોનિટરીંગ સેલ?સ્ટેટ મોનિટરીંગ સેલ કે જે રાજ્ય પોલીસ વડાની ખાસ એક સ્કવોડ હોય છે જેની પાસે સમગ્ર ગુજરાતમાં દરોડા પાડવાની સત્તા રહેતી છે. રાજ્યભરમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અને તેમાંય ખાસ કરીને પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ ચાલતી હોય તેવા કિસ્સાઓમાં સ્ટેટ મોનિટરીંગ વિભાગ ખાસ કામ કરતું હોય છે. આવા ખાસ સ્કોવડની રચના પણ ખાસ ઉદેશ્યથી કરવામાં આવતી હોય છે. કારણકે સ્થાનિક પોલીસ પોતાના મલિન ઈરાદો પાર પાડવા માટે થઈને પોતાના વિસ્તારમાં દારુ જુગારના અડ્ડાઓને પરવાનગી આપતા હોય છે. આવા સમયે રાજ્ય પોલીસ વડા દ્વારા સંચાલિત સ્ટેટ મોનિટરીંગ સેલ આવા દારુ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કામગીરી કરતું હોય છે. પોલીસની ભાષામાં કહીએ તો જો કોઈપણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે અને ક્વોલિટી કેસ કરવામાં આવે અને મોટા પાયે દારૂનો જથ્થો મળી આવે તો સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. જરૂર જણાય તો જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની પણ કામગીરી કરવમાં આવતી હોય છે.શા માટે ગુનેગારો અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓ પારેવાની જેમ ફફડે છે નિર્લિપ્ત રાયથીIPS અધિકારી નિર્લિપ્ત રાયનો એક સીધો સાદો નિયમ છે કે ગુનેગારની આંખમાં હંમેશાં પોલીસનો ડર રહેવો જોઈએ. જે દિવસે આ ડર પૂરો થઇ જશે તે દિવસે ગુનાખોરીનું પ્રમાણ એટલી હદે વધી જશે કે તેના રોકવા માટે કોઈ પરિબળ કામ લાગશે નહિ. તદઉપરાંત નિર્લિપ્ત રાય હંમેશાં કાયદાને સર્વોપરી માનીને પોલીસીંગ કરતા આવ્યા છે. અમેરલીમાં એસ.પી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે એક સમયે આખુંય ગામ તેઓની વિરોધમાં ઉતરી આવ્યું હતું. ધરણાથી લઇ ભાષણો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ અમરેલી જિલ્લાની તાસીર જે રીતની રહેલી છે તેણે બદલી નાખવામાં જો કોઈનો સિંહ ફાળો હોય તો એ માત્ર નિર્લિપ્ત રાયને જ જાય છે. બીજી તરફ અમરેલીની જનતાને અનુશાસન કોને કહેવાય તેનો અહેસાસ પણ નિર્લિપ્ત રાયે કરાવ્યો હતો. આ બધા જ કારણોના લીધે રાજ્યભરના બૂટલેગરો હવે પારેવાની જેમ ફફડી રહ્યા છે. કારણકે ગુનેગારને બચાવવા માટેની કરવામાં આવેલી એક પણ ભલામણને તેઓ ક્યારેય વશ થતા નહીં ઉલટાનું જો કોઈએ ભલામણ કરી હોય તો વધુ કડકાઈ ભર્યું વર્તન કરતા હોય છે. આરોપી હોય કે પછી ભલામણ કરનારો ખુદ પોતે કોઈ પોલીસકર્મી હોય તો તેની પણ રિમાન્ડ લેતા અચકાતા નથી.
ધંધા બંધ કર દો વરના નિર્લિપ્ત રાય આ જાયેગાIPS નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરીંગ સેલમ નિયુક્તિ થતાની સાથે જ અમદાવાદ શહેરમાં એવા જેટલા પોલીસ સ્ટેશન આવેલા છે કે જ્યાં દારૂની હાટડીઓ બેરોકટોક ધમધમી રહી હતી તેવા પોલીસ સ્ટેશનના વહીવટદારોના વહીવટ ખોરંભે ચઢી ગયા છે. પોલીસ સ્ટેશનમાં મોટા ભાગની આવક દારુ જુગાર માંથી થતી હોય છે તે વાત આપણે સો કોઈ જાણીએ જ છીએ પરંતુ નિર્લિપ્ત રાયના પોસ્ટીંગ પછી શહેર કેટલાક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટરોએ તો પોતાના વહીવટદારોને મૌખિક સૂચના કડક શબ્દોમાં આપી દીધી છે કે પોતાના વિસ્તારમાં ચાલતી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તાત્કાલીક અસરથી બંધ કરાવી દેવામાં આવે જેથી કરીને સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ પોતાના પોલીસ સ્ટેશનમાં પડે નહીં.
Advertisement


