Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Group : 6 હજાર કરોડના કથિત કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટે આપ્યા જામીન, 122 કરોડ ચૂકવવાના બાકી

BZ Group Scam ના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહે રોકાણકારોને કરોડો રૂપિયાની રકમ પરત કરવાની અદાલત સમક્ષ ખાતરી આપી
bz group   6 હજાર કરોડના કથિત કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટે આપ્યા જામીન  122 કરોડ ચૂકવવાના બાકી
Advertisement

BZ Group : ગુજરાત રાજ્યમાં સમયાંતરે પોન્ઝી સ્કીમમાં અનેક લોકો શિકાર બને છે. ગત વર્ષે એક મસમોટું બીઝેડ ગ્રુપનું કૌભાંડ (BZ Group Ponzi Scam) સામે આવ્યું હતું અને આ કૌભાંડનો સૂત્રધાર રાજકીય કનેકશન ધરાવતો ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) હતો. આઠ મહિના જેલવાસ ભોગવનારા ભૂપેન્દ્ર ઝાલાને ગુજરાત હાઇકોર્ટ (High Court Gujarat) માંથી રાહત મળી છે. BZ Group Scam ના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહે રોકાણકારોને કરોડો રૂપિયાની રકમ પરત કરવાની અદાલત સમક્ષ ખાતરી આપી છે.

BZ Group Scam કેવી રીતે આચર્યું ?

વધુ વળતરની લાલચ લગભગ સૌ કોઈમાં હોય છે અને આનો ફાયદો ભૂપેન્દ્ર ઝાલાએ ઉઠાવ્યો. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાગડી ગામના ભૂપેન્દ્રસિંહ ઝાલા (ઉ.30) ના પિતા પરબતસિંહ ખેતી ઉપરાંત ટાઇલ્સ લગાવવાનું કામ કરતા હતા. કૉલેજના અભ્યાસ દરમિયાન ભૂપેન્દ્ર એક મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીમાં એજન્ટ બન્યો હતો. કંપની બંધ થઈ જતા તેણે બી.એડ.ના અભ્યાસ દરમિયાન ફૉરેક્સ ટ્રેડિંગમાં કામ કરતી કંપનીમાં નોકરી શરૂ કરી. થોડાંક સમય માટે ભૂપેન્દ્ર શિક્ષકની પણ નોકરી કરી ચૂક્યો છે. ફૉરેક્સ ટ્રેડિંગની કંપનીમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) માંથી રૂપિયા કેવી રીતે કમાય તે શીખી ગયો અને કૉરોના પહેલાં મલ્ટી લેવલ માર્કેટિંગ કંપની શરૂ કરી દીધી. રોકાણકારોને શરૂઆતમાં નિયમિત વળતર મળતું હોવાથી માઉથ પબ્લિસિટી થવા લાગી અને રોકાણકારોનો ગુણાકાર થવા લાગ્યો.

Advertisement

Advertisement

લોકોને આકર્ષવા બૉડી ગાર્ડ રાખતો હતો ભૂપેન્દ્ર

રોકાણકારોના રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં રોકીને Bhupendrasinh Zala કરોડો રૂપિયા કમાયો. રૂપિયા આવતાંની સાથે આર્થિક સેવાઓ કરી સ્થાનિક રાજકીય નેતાઓ અને પછી પ્રાદેશિક નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધીના સંપર્કો બનાવ્યા. લોકોમાં પ્રભાવ પાડવા લકઝુરીયસ કારના કાફલાની સાથે-સાથે પર્સનલ બૉડીગાર્ડ રાખવા લાગ્યો. કેટલાંક જૂજ રોકાણકારો સિવાય ભૂપેન્દ્ર ઝાલાને કોઈપણ રૂબરૂ મળ્યું નથી. કમિશન મેળવતા એજન્ટો પાસેથી ભૂપેન્દ્રની કંપનીનું નામ અને કામની વાતો સાંભળી લોકો મોટાપાયે BZ Group માં રોકાણ કરવા લાગ્યા.

શિક્ષકો, ક્રિકેટરો, રાજકારણીઓ અને પોલીસ પણ ભોગ બન્યાં

ગત વર્ષના આખરમાં ભૂપેન્દ્ર ઝાલાના BZ Group Ponzi Scam નો ભાંડો ફૂટ્યો. સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી અને કેટલાંક એજન્ટોને પણ પકડ્યા. ભૂપેન્દ્ર ઝાલા ધરપકડથી બચવા ફરાર થઈ ગયો. પકડાયેલા એજન્ટોને ભેટમાં મળેલી લકઝુરિયસ કારો પોલીસે કબજે કરી. બીઝેડ ગ્રુપની જુદાજુદા શહેરોમાં આવેલી ઑફિસો પર CID Crime Gujarat એ દરોડા પાડ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સેંકડો શિક્ષકો કૌભાંડનો ભોગ બન્યાં છે. લાલચુ શિક્ષકોને એજન્ટ બનાવી ભૂપેન્દ્રએ પોતાની જાળ રાજ્યભરમાં ફેલાવી હતી. કૌભાંડમાં ભોગ બનેલાં લોકોમાં જાણીતા ક્રિકેટરો ઉપરાંત રાજકારણીઓ તેમજ પોલીસવાળા પણ છે. જો કે, વિવાદથી બચવા આ ભોગ બનનારા સામે આવવાના બદલે છુપાતા ફરે છે. આ તમામ રોકાણકારો પૈકી મોટાભાગનાએ રોકડ વ્યવહારો કર્યા છે.

Gujarat_High_Court_grants_bail_BZ_group_ponzi_scam_Bhupendrasinh_Zala_cricketer_politician_teacher_policeman_became_a_victim

6 હજાર કરોડનું કૌભાંડ 456 કરોડનું કેમ થઈ ગયું ?

રાજ્યનું સૌથી મોટું પોન્ઝી સ્કેમ સામે આવ્યું ત્યારે તે કથિત રીત 6 હજાર કરોડનું કહેવાતું હતું. સીઆઈડી ક્રાઈમની તપાસ દરમિયાન પોલીસ ચોપડે છેતરપિંડીનો આંકડો 456 કરોડ પર અટકી ગયો હતો. પોલીસ ચોપડે સામે આવેલી હક્કિત અનુસાર 11 હજાર લોકોએ બીઝેડ ગ્રુપમાં નાણા રોકયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર થોડાક સપ્તાહ અગાઉ 6 હજારથી વધુ રોકાણકારોને 171 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા. ભોગ બનનારની સંખ્યા સામે ફરિયાદ કરનારા રોકાણકારોની સંખ્યા ઓછી હોવાથી કદાચ કૌભાંડનો આંકડો ઘટી ગયો હોવાનું પોલીસ માની રહી છે. સીઆઈડી ક્રાઈમે જીપીઆઈડી એક્ટ (Gujarat Protection of Interest of Depositors Act) હેઠળ ભૂપેન્દ્ર ઝાલાની કેટલીક સંપતિ જપ્ત કરી ચૂકી છે અને કરોડો રૂપિયાની અન્ય સંપતિ જપ્ત કરવા રિપોર્ટ પણ કર્યો છે.

આ પણ વાંચો :   વેપન લાયસન્સ કૌભાંડમાં વધુ 7 આરોપીઓ Gujarat ATS માં હાજર થતાં સ્ટેટ પોલીસ એજન્સી ચર્ચામાં

Tags :
Advertisement

.

×