મોરબીના Jaysukh Patel ની કંપની અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 મજૂરોના મોતનો મામલો, ધરપકડ માટે પોલીસ કમિટીના રિપોર્ટની રાહમાં
Jaysukh Patel : ગત 4 સપ્ટેમ્બરના રોજ અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ (Anjata Hydropower Plant) માં જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 10 પૈકી 5 મજૂરો પાણીમાં ફસાઈ જવાથી મોતને ભેટતા તેમના મૃતદેહો મળ્યા હતા. આ મામલે 6 સપ્ટેમ્બરના રોજ Jaysukh Patel ની કંપનીના જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓ સામે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જો કે, આ ફરિયાદને મહિનો થવા આવ્યો હોવા છતાં એક પણ આરોપીની હજુ પોલીસે ધરપકડ કરી નથી. આ મામલાની તપાસ માટે બનાવાયેલી કમિટીના રિપોર્ટ બાદ જવાબદારોની ધરપકડ થશે તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Jaysukh Patel ના કંપનીમાં 5 મજૂરોના મોતને ભેટ્યા
4 સપ્ટેમ્બરની બપોરે દસેક મજૂરો સોએક ફૂટ જેટલાં ઊંડા સમ્પમાં કામ કરતા હતા તે સમયે પ્રૉજેક્ટની અંદર ધડાકા સાથે ધમસમતું પાણી આવી ગયું હતું. 10 પૈકી 5 મજૂરો બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા. કેટલાંકને ઈજા થતાં તેમને 108માં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ બાબતે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપવામાં આવી હતી. મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી દોઢ લાખ ક્યૂસેક પાણી છોડતા Anjata Hydropower Plant માં દુર્ઘટના સર્જાઈ હતી. પાણીમાં ફસાયેલા મજૂરોને બચાવી લેવા લુણાવાડા અને વડોદરા ફાયરબ્રિગેડની ટીમો દોડી આવી હતી. આ ઉપરાંત SDRF અને NDRF ની ટીમો પણ સ્થળ પર આવી હતી. ઑઈલ અને ગંદકીથી ખદબદતા પાણીમાં ભારે પ્રયાસો બાદ શનિવારે સાંજે 5 મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ સમગ્ર ઑપરેશનમાં સિંચાઈ વિભાગના ડેમમાં કામ કરતા ડીપ ડાઈવર્સ (Irrigation Department Deep Divers) ની ભૂમિકા વિશેષ રહી હતી. તમામ પાંચેય મૃતદેહો 50 કલાકની ભારે જહેમત મળી આવ્યાં ત્યાં સુધી જિલ્લા કલેક્ટર અર્પિત સાગર (Arpit Sagar) અને પોલીસ વડા સફીન હસને (Safin Hasan) સ્થળ છોડ્યું ન હતું.
5ના મોત માટે Jaysukh Patel જવાબદાર ?
ગત 6 સપ્ટેમ્બરની સવાર સુધીમાં પાંચ લાપતા મજૂરો પૈકી શૈલેષ રાયજીભાઈ માછી, અરવિંદ અમરસિંહ ડામોર, નરેશ લક્ષ્મણભાઈ સોલંકી અને શૈલેષ રમેશભાઈ માછીના મૃતદેહ ભારે જહેમત બાદ પાણીમાંથી શોધી કઢાયા હતા. બીજી તરફ એક લાપતા મજૂરનો મૃતદેહ 6 તારીખની સાંજે મળ્યો હતો. મૃતક શૈલેષ માછીના ભાઈ જયંતિભાઈ રાયજીભાઈ માછીની ફરિયાદના આધારે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન (Lunawada Taluka Police Station) માં Ajanta Energy કંપની અને તેનું સંચાલન કરવા માટે જવાબદાર ગણાતા શખ્સો સામે BNS 160,125 (a) હેઠળ કેસ નોંધ્યો છે. લુણાવાડા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીમાં લુણાવાડા એસડીપીઓ (Lunawada SDPO) અને સિંચાઈ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ કમિટી તપાસ અહેવાલ આપશે તેના આધારે જવાબદારોની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, Jaysukh Patel ની કંપનીએ સમગ્ર પ્રૉજેક્ટના મિકેનિકલ અને સિવિલ વર્કના એમ બે પેટા કૉન્ટ્રાક્ટ આપેલાં છે.
આ પણ વાંચો : Salute to Police : જીવનનો અંત આણવા ઝેરી પી ગયેલા બેહોશ પડેલા દંપતીને હૉસ્પિટલ પહોંચાડી પોલીસે જીવ બચાવ્યો


