બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટીને CBI એ ઝડપ્યો, મિસ્ટીએ અમદાવાદને ગઢ બનાવ્યો હતો
નિતનવી તરકીબો અજમાવીને અમેરિકન નાગરિકોને છેતરતા નકલી કોલ સેન્ટરનું નેટવર્ક (Fake Call Centre Network) આજે પણ અમદાવાદ સહિત દેશભરમાં ફેલાયેલું છે. ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓની રહેમનજર હેઠળ છેલ્લાં બે દસકાથી અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બોગસ કોલ સેન્ટર ધમધમતા હતા અને આજે પણ ચાલી રહ્યાં છે. Central Bureau of Investigation એ સપ્ટેમ્બર-2024માં ચાર સ્થળોએ પાડેલા દરોડાઓમાં વિકાસ કુમાર નિમાર (Vikas Kumar Nimar) સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. Vc Infrometrix Pvt Ltd ના ઓથા હેઠળ અમેરિકન નાગરિકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા માસ્ટર માઈન્ડ વિકાસ નિમારને લખનૌથી CBI એ પકડ્યો છે. બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટી (Vikas Kumar Nimar alias Misty) સાથે અમદાવાદના ત્રણેક કોલ સેન્ટરીયાઓ સાંઠગાંઠ ધરાવે છે.
CBI ના દરોડામાં માસ્ટર માઈન્ડનું નામ ખૂલ્યું હતું
વર્ષ 2024ના સપ્ટેમ્બર મહિનામાં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશનની ટીમે પૂણે, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદ ખાતે ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. CBI એ જણાવ્યું છે કે, પૂણે અને વિશાખાપટ્ટનમમાં વીસી ઇન્ફ્રોમેટ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડ (Vc Infrometrix Private Limited) ગેરકાયદેસર કોલ સેન્ટરના સંચાલનમાં વિકાસ કુમાર નિમાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો. આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્ક (International Cybercrime Network) નો મુખ્ય સૂત્રધાર વિકાસ નિમાર કેસ નોંધાયાની તારીખથી ફરાર હતો.
લખનૌથી ઝડપાયેલા વિકાસ ઉર્ફે મિસ્ટીનું અમદાવાદ કનેકશન
CBI એ ગત 20 નવેમ્બરના રોજ લખનૌ સ્થિત તેના નિવાસસ્થાનેથી ફરાર વિકાસ ઉર્ફે મિસ્ટીની ધરપકડ કરી છે. 14 લાખ રોકડા, મોબાઈલ ફોન અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવાની સાથે લખનૌમાં વિકાસ નિમાર સંચાલિત અન્ય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કરી 52 લેપટોપ કબજે કર્યા હતા. આ કોલ સેન્ટર યુએસ નાગરિકોને છેતરી (Defrauding US Citizens) રહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, Vc Infrometrix Private Limited ની નોંધણી અમદાવાદના નરોડા વિસ્તારના એક સરનામે થઈ છે. સીબીઆઈની તપાસમાં સામે આવેલી કંપનીનો ડાયરેક્ટર વિકાસ કુમાર નિમાર અને અન્ય એક હિતેશ નામનો શખસ છે.
અમદાવાદના કોલ સેન્ટરીયા સાથે વિકાસ નિમારની સાંઠગાંઠ
વર્ષ 2018માં અમદાવાદ ખાતે બોગસ કોલ સેન્ટર ચલાવતા કરણ ભટ્ટ, રવિ રામી સહિતના કોલ સેન્ટરીયાઓ છેલ્લાં પાંચેક વર્ષમાં અન્ય રાજ્યોની વાટ પકડી લીધી છે. Federal Bureau of Investigation ના ઈનપુટ આધારે મધ્યપ્રદેશના ઈન્દૌર અને ચંદીગઢના કોલ સેન્ટર કેસ સહિત અન્ય મામલાઓ કરણ ભટ્ટ (Karan Bhatt Call Centre) ની ધરપકડ થઈ ચૂકી છે. કરણ ભટ્ટ ઉપરાંત એક અન્ય આરોપી રવિ રામી અમેરિકન નાગરિકોને છેતરીને એકઠાં કરાયેલા લાખો ડૉલરના હવાલા (પ્રોસેસિંગ) નું કામ કરે છે અને તેની અગાઉ કરોડોના સ્કેમમાં પોલીસ ધરપકડ કરી ચૂકી છે. Payment Processor Ravi Rami ઉપરાંત પાર્થ ભટ્ટ નામનો ઠગ પણ કોલ સેન્ટરના દેશવ્યાપી નેટવર્કમાં વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટી સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાની ચર્ચા સામે આવી છે. કરણ ભટ્ટ, પાર્થ ભટ્ટ (Parth Bhatt Call Centre) અને રવિ રામી સાથે અમદાવાદના અનેક માથાઓ પણ આ કાંડમાં સંકળાયેલા છે.
આ પણ વાંચો : પાંચ દિવસમાં એસીબીએ બે DA Case નોંધ્યા, એક આરોપીના બેંક લૉકરમાંથી સોના-ચાંદીના દાગીના અને બિસ્કીટ મળ્યા