Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Chandola Demolition: બાંગ્લાદેશીઓને વસાવવાનું આખું પેકેજ આપતો, 2 દાયકાના સામ્રાજ્યનો 22 મિનિટમાં અંત

2000 વારનું આલીશાન ફાર્મહાઉસ ગેરકાયદે જગ્યામાં AC, ફુવારા, હીંચકા, ગાર્ડન સાથે મોજમજાની બધી વ્યવસ્થા, પોલીસ કમિ. જોઈને ચોંક્યા
ahmedabad chandola demolition  બાંગ્લાદેશીઓને વસાવવાનું આખું પેકેજ આપતો  2 દાયકાના સામ્રાજ્યનો 22 મિનિટમાં અંત
Advertisement
  • પહેલા એક કાચો શેડ બનાવ્યો પછી આખા ચંડોળા પર કબજો
  • બાંગ્લાદેશીઓને વસાવવાનું આખું પેકેજ આપતો
  • લલ્લુ બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ ગેરકાયદેસર

Ahmedabad Chandola Lake Demolition : ચંડોળા તળાવ પર લલ્લુ બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ ગેરકાયદે જગ્યામાં AC, ફુવારા, હીંચકા, ગાર્ડન સાથે મોજમજાની બધી વ્યવસ્થા, પોલીસ કમિ. જોઈને ચોંક્યાછે. આ તપાસ દરમિયાન પોલીસ કમિશનર જી.એસ.મલિક એક જગ્યાએ આવીને થોભી ગયા અને આશ્ચર્યમાં પડી ગયા કે આવડું મોટું ફાર્મહાઉસ કોનું હશે? તપાસ કરતાં 2000 વારમાં ફેલાયેલું આ આલીશાન ફાર્મહાઉસ લલ્લુ બિહારી નામના શખસનું હોવાનું સામે આવ્યું હતું, જોકે લલ્લુ બિહારી પોલીસના હાથમાં આવ્યો નહોતો અને નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ભવ્ય હવેલીને પણ ટક્કર મારે એવા આ ફાર્મહાઉસની તપાસ કરાતાં જાણવા મળ્યું કે અહીંના એક ટપોરી એવા લલ્લુ બિહારીએ આ ગેરકાયદે ફાર્મહાઉસ ઊભું કર્યું છે.

Advertisement

નકલી દસ્તાવેજ મામલે ધરપકડ

બાંગ્લાદેશી મોહમ્મદ ફારૂક કરીમ મોન્ડલની ધરપકડ કરાઇ છે. મોન્ડલની પત્ની ફૈમાની પણ ધરપકડ કરવામાં આવી છે. મોન્ડલ દંપતીએ નકલી આધાર, પાન અને ચૂંટણી કાર્ડ બનાવ્યા છે. તેથી IPCની કલમ 465, 467, 471 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મેહુલ કશ્યપ નામના વધુ એક આરોપીની પણ ધરપકડ કરાઇ છે. મેહુલ કશ્યપે નકલી દસ્તાવેજ બનાવવામાં મદદ કરી હતી. 200થી વધુ શંકાસ્પદ નકલી દસ્તાવેજોની ઓળખ કરવામાં આવી છે. તેમજ દેહવ્યાપારની પ્રવૃત્તિ પણ કરાવતા હતા. જેમાં મોહમ્મદ ફારૂક મોન્ડલે 2 બાંગ્લાદેશી છોકરીઓને બોર્ડર પાર કરાવી હતી. નાની છોકરીઓને તેમની માતા સાથે બોર્ડર પાર કરાવવામાં મદદ કરી હતી. બંને છોકરીઓને સાગર મોન્ડલને સોંપી દેવામાં આવી હતી. સાગરે આ નાની છોકરીઓને દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પર દરોડા પાડીને નાની છોકરીઓને બચાવી છે. આરોપી સાગર મોન્ડલની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દેહવ્યાપાર પ્રવૃત્તિમાં 100થી વધુ મહિલાઓની ઓળખ કરાઇ છે. દેહવ્યાપાર કરતી મહિલાઓ બાંગ્લાદેશ રૂપિયા મોકલતી હતી.

Advertisement

ઝૂંપડપટ્ટી વચ્ચે ટપોરીઓ ઐયાશીનો અડ્ડો ઊભો કર્યો

સામાન્ય રીતે કોઈ ચંડોળાથી પસાર થાય અને નજર કરે તો માત્ર ઝૂંપડપટ્ટી અને ત્યાંના ગરીબ લોકો રખડતા, ભટકતા જ દેખાતા હોય છે, પરંતુ આ બધાની પાછળ પણ કેટલાક ટપોરીઓએ જગ્યાને ઐયાશીનો અડ્ડો બનાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે. રોડ પર ઝૂંપડપટ્ટીની બાજુમાંથી પસાર થતો એક નાનકડો ખાંચો અને ત્યાં નીચે ઊતરતાં એક ફાર્મહાઉસ દેખાય છે. આજુબાજુમાં લીલાછમ વૃક્ષોથી ઢાંકેલી આ જગ્યા લલ્લા બિહારીની જગ્યા કહેવાય છે. જોકે સામાન્ય રીતે આ વિસ્તારમાં પાર્કિંગ છે એમ કહેવામાં આવે છે. પરંતુ લલ્લુ બિહારીએ તળાવનો ભાગ કબજે કરીને 2000 વારનું ફાર્મહાઉસ બનાવ્યું છે અને ત્યાં જ ગેરકાયદે વાહન પાર્કિંગ કરે છે. આ ફાર્મહાઉસમાં અંદર જતાં જ પહેલા ગાર્ડન, ફુવારા, હીંચકા અને એર કન્ડિશન રૂમ જોવા મળે છે. જ્યારે પાછળની તરફ પણ એટલી જ વ્યવસ્થા છે. જ્યાં કિચનથી લઈને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવી દીધો છે.

ગેરકાયદે પાર્કિંગ ઊભું કરી જગ્યા કબજે લેવાનું શરૂ કર્યું હતું

આ જગ્યાની તપાસ કરતા જાણવા મળ્યું કે લલ્લુ બિહારીએ ધીમે ધીમે ચંડોળા તળાવનો ભાગ કબજે કરવાનું શરૂ કર્યું. લલ્લુએ પહેલા પાર્કિંગ ઊભું કરી આ જગ્યા પર કબજો કરવાનું શરૂ કર્યું હતું. એમાંથી કરેલી કાળી કમાણીમાંથી આ ભવ્ય ફાર્મહાઉસ પણ ઊભું કરી દીધું છે. અધિકારીઓ જણાવી રહ્યા છે કે પોલીસ આ ફાર્મહાઉસને ધ્વસ્ત કરવા માટે કોર્પોરેશનને જાણ કરશે, પરંતુ અત્યારસુધી આ જગ્યાનો દુરુપયોગ કર્યો હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. આ જગ્યાએથી પણ અનેક લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા. ચંડોળા તળાવ વિસ્તાર એટલો બદનામ છે કે ત્યાં લોકોએ પાસપોર્ટ પણ બનાવી લીધા છે અને એક-બે નહીં પણ 590 જેટલા પાસપોર્ટ વેરિફિકેશન વગર થઈ ગયા હોવાની શંકાને આધારે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ તમામ પાસે ભારતીય ડોક્યુમેન્ટ છે, પરંતુ એ કઈ રીતે આવ્યા એની પણ અલગ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad Chandola Lake Demolition : ચંડોળા તળાવ પર અતિક્રમણની જાણો સવિસ્તાર ટાઇમલાઇન

Tags :
Advertisement

.

×