Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપના ધારાસભ્યની ભલામણ વચ્ચે એક નવા ગન લાયસન્સ કૌભાંડનો Gujarat ATS એ કર્યો પર્દાફાશ

મામલામાં સંડોવાયેલા એકાદ-બે શખ્સોને રાહત આપવા માટે ગુનેગારોમાં કોમી એકતાની મિશાલ ગણાતા અમદાવાદના એક ભાજપ ધારાસભ્યએ ભારે જોર લગાવ્યું છે.
ભાજપના ધારાસભ્યની ભલામણ વચ્ચે એક નવા ગન લાયસન્સ કૌભાંડનો gujarat ats એ કર્યો પર્દાફાશ
Advertisement

એક સમયે ડ્રગ્સના ઉપરાછાપરી કેસ કરતી Gujarat ATS ને હવે ગન લાયસન્સ સ્કેમના કેસોમાં ફાવટ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સિનિયર IPS અધિકારી સહિત અનેક પોલીસવાળા સાથે સંબંધ/સંપર્કો ધરાવતા જીમ સંચાલક વિજય સેંગરના (Gym Lounge Vijay Sengar) ફાયરિંગવાળા વીડિયો બાદ તેજ બનેલી તપાસમાં Gujarat ATS ગમે ત્યારે ધડાકા કરી શકે છે. પૂર્વ અમદાવાદમાં કેન્દ્રીત આ તપાસમાં એક નવા ગન લાયસન્સ કૌભાંડ (Gun License Scam) નો પર્દાફાશ થયો છે. જો કે, આ મામલામાં સંડોવાયેલા એકાદ-બે શખ્સોને રાહત આપવા માટે ગુનેગારોમાં કોમી એકતાની મિશાલ ગણાતા અમદાવાદના એક ભાજપ ધારાસભ્ય (BJP MLA Ahmedabad) એ ભારે જોર લગાવ્યું છે.

અગાઉના ગન લાયસન્સ કૌભાંડમાં 47 ફરાર

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) અને સુરેન્દ્રનગર એસઓજી (Surendrangar SOG) એ નોંધેલા કેસ દરમિયાન રાજ્યભરમાં ફેલાયેલા ગન લાયસન્સ કૌભાંડની માહિતી સામે આવી હતી. જે મામલામાં Gujarat ATS એ ઝંપલાવતા એજન્સીને લૉટરી લાગી ગઈ હતી. ગત એપ્રિલ મહિનાની શરૂઆતમાં Team ATS એ વિશાલ પંડ્યા, મુકેશ બામ્ભા, અર્જુન અલગોતર સહિતના 7 શખ્સોની ધરપકડ કરી એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતમાં રહેતા શખ્સોએ નાગાલેન્ડ અને મણીપુર ખાતેથી યેન-કેન રીતે મેળવી લીધેલા હથિયાર લાયસન્સનો ડેટા અને પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં Gujarat ATS ને હાથ લાગેલી માહિતી આધારે અત્યારસુધીમાં કુલ 66 આરોપીઓની ધરપકડ થઈ છે. જ્યારે 47 આરોપીઓ (એકનું મૃત્યુ) એટીએસના ચોપડે આજે પણ ફરાર છે.

Advertisement

આ પણ વાંચો :   Cyber Fraud ના નામે તોડ કરવા ભ્રષ્ટ પોલીસ કરોડોના વ્યવહારવાળા બેંક એકાઉન્ટ કેવી રીતે શોધે છે ?

Advertisement

ફરી એક વખત ATS અમદાવાદમાંથી અનેકને ઉપાડી ગઈ

મણીપુર-નાગાલેન્ડ Gun License Scam માં એન્ટી ટેરરિઝમ સ્કવૉડે અમદાવાદમાંથી મુખ્ય સૂત્રધારોને ઉપાડી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ વખતે પૂર્વ અમદાવાદના વિજય સેંગરનો રિવૉલ્વરમાંથી ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થતાં Gujarat ATS એ તેમાં ઝંપલાવી દીધું. પૂર્વ અમદાવાદ (East Ahmedabad) ના અડધો ડઝનથી વધુ શખ્સોને રાતોરાત Gujarat ATS ના અધિકારીઓ ઉઠાવીને કચેરી ખાતે લઈ આવ્યાં હતાં. છેલ્લાં ત્રણેક દિવસથી ચાલી રહેલી પૂછપરછ અને તેમની પાસેથી મળી આવેલા હથિયારો અને વેપન લાયસન્સની માહિતી Gujarat ATS એ ચકાસી આ મામલે કેસ નોંધી સાત આરોપીના રિમાન્ડ મેળવ્યા છે.

UPના ગન લાયસન્સનું કૌભાંડ, MLA ની ભલામણ

મણીપુર-નાગાલેન્ડ ગન લાયસન્સ સ્કેમ (Gun License Scam) બાદ એક નવું લાયસન્સ કૌભાંડ સામે આવ્યું છે અને તે છે ઉત્તરપ્રદેશનું. પૂર્વ અમદાવાદના અનેક શખ્સોએ તેમના મૂળ વતનના સરનામા આધારે ગન લાયસન્સ અને વેપન મેળવી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં જીમ લોન્જના સંચાલક વિજય ભૂરેસિંહ સેંગર, તેના ભાઈ અજય, મુકેશસિંહ ચૌહાણ ઉર્ફે રિન્કુ ચૌહાણ, રાજેન્દ્ર ઉર્ફે ભાયો, વેદપ્રકાશસિંહ સેંગર, શોલેસિંહ સેંગર અને અભિષેક ત્રિવેદીએ ખોટી રીતે લાયસન્સ અને વેપન મેળવી લીધાં છે. આ રેકેટમાં સામેલ એક સામાજિક આગેવાન 'ઠાકુર' ની પણ સંડોવણી સામે આવતાં પૂર્વ અમદાવાદના ભાજપના ધારાસભ્યે Gujarat ATS ની અધિકારીઓને રાહત આપવા બે દિવસથી ભારે મથામણ કરી રહ્યાં છે. કોમી એકતાની મિશાલ ગણાતા BJP MLA અને ધારાસભ્યના ભાઈની જહેમત કેટલી કામે લાગે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો :  Gir Somnath : લાખોના દારૂ મામલામાં પીઆઈ સસ્પેન્ડ, LCB પીએસઆઈ સહિત અન્ય બે સામે કાર્યવાહી

Tags :
Advertisement

.

×