‘હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી’ દેવાયત ખવડ વિવાદને લઈને ગુજરાત ફર્સ્ટ પાસે EXCLUSIVE ઓડિયો ક્લિપ
- દેવાયત ખવડે આયોજકને ધમકી આપ્યાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ!
- આયોજક ભગવસિંહ ચૌહાણ સાથેની ઓડિયો ક્લિપ વાયરલ
- આયોજક ભગવતસિંહ ચૌહાણનો સનસનીખેજ આરોપ
EXCLUSIVE: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, લોકસાહિત્યકાર દેવાયત ખવડે એક જ દિવસમાં બે કાર્યક્રમ બૂક કરી લેતા બબાલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતુ. જો કે, તે મામલે ચોક્કસ કોઈ વિગતો સામે આવી નહોતી. પરંતુ એક કાર્યક્રમ બાદ બીજા કાર્યક્રમમાં ન જતા બબાલ થઈ હતી. એટલું જ નહીં પરંતુ દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો હોવાનું પણ સામે આવ્યું હતી.
આ પણ વાંચો: જાણીતા લોકસાહિત્યકાર Devayat Khavad ફરી એકવાર આવ્યાં વિવાદમાં! જાણો શું છે મામલો
આક્ષેપને લઈ આયોજક અને દેવાયત ખવડની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરીથી વિવાદોમાં સપડાયા છે. તાજેતરમાં, દેવામાં આવેલી માહિતી પ્રમાણે, દેવાયત ખવડે એક જ દિવસમાં બે અલગ-અલગ કાર્યક્રમો માટે બૂક કરવામા આવ્યો હતો, જેના કારણે આ વિવાદ થયો હોવાનું સામે આવ્યું હતું. આ વિવાદને કારણે હવે તેમના પર આક્ષેપો થઈ રહ્યા છે. આ વિવાદ અંગે, ગુજરાત ફર્સ્ટ પાસે એક ઓડિયો ક્લિપ પ્રાપ્ત થયો છે, જેમાં આયોજક ભગવસિંહ ચૌહાણ દેવાયત ખવડ ઉપર ગંભીર આક્ષેપો લગાવતા બોલતા સાંભળાઈ રહ્યા છે.
આ પણ વાંચો: Rajkot: સમૂહ લગ્નના આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું!જાણો શું છે હકીકત
દેવાયત ખવડની ગાડી પર હુમલાને આયોજકે નકાર્યો
આયોજક ભગવતસિંહ ચૌહાણે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. ઓડિયોમાં આયોજકે ડાયરા સ્થળ પર જ 8 લાખ રુપિયા આપ્યાની વાત કરી છે. આયોજકે કહ્યું કે, મારા પિતાની પૂણ્ય તિથિ પર 21 તારીખે પ્રોગ્રામ રાખવાનો હતો. પરંતુ દેવાયત ખવડે પોતે 20 તારીખે ડાયરો રાખી દીધો, જેના કારણે તેમને દુશ્મનીનો સામનો કરવો પડ્યો. આ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડને આયોજકને ધમકી આપતા પણ સાંભળાય છે. તેમ છતાં, આયોજકએ દેવાયત ખવડના ગાડી પર થયેલા હુમલાને નકારી દીધું છે. દેવાયત ખવડે જણાવ્યું કે, “હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી,” વાયરલ ઓડિયો ક્લિપમાં સ્ટેજની ચિંતા ન કરવા પણ દેવાયત ખવડે આયોજકને ખાતરી આપી હતી.


