Gujarat First: ઓપરેશન અસુરના રાજ્યવ્યાપી પડધા! શરાબના સોદાગરો પર ત્રાટકી પોલીસ!
- ઓપરેશન અસુરના પર્દાફાશ બાદ રાજ્યવ્યાપી કાર્યવાહી
- ગુજરાતના અનેક સ્થળો પર પોલીસે તપાસ હાથ ધરી
- ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ રાજ્યભરમાં પડ્યા પડઘા
Operation Asur Impact: ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરની અસર અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહીં છે. રાજ્યભરની પોલીસ અત્યારે શરાબના સોદાગરો પર ત્રાટકી છે અને સઘન કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે ગુજરાતના અનેક સ્થળો પર પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈ કાલે ઓપરેશન અસુર દ્વારા ગુજરાત ફર્સ્ટે દારૂના ધંધાનો પર્દાફાશ કર્યા બાદ રાજ્યવ્યાપી કાર્યવાહીનો દોર શરૂ થયો છે. મતલબ કે ગુજરાત ફર્સ્ટના પડઘા અત્યારે રાજ્યભરમાં જોવા મળ્યાં છે, પરંતુ આ પહેલા પોલીસ ક્યાં હતી? ખેર મોડા તો મોડા પણ પોલીસ જાગી તો ખરી!
ગુજરાત - રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયું ચરસ
બનાસકાંઠાની વાત કરવામાં આવે તો, ગુજરાત - રાજસ્થાન બોર્ડર પરની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ચરસ ઝડપાયું છે. અમીરગઢ બોર્ડર પર પોલીસ રૂટિંગ ચેકીંગ કરી હતી તે દરમિયાન દિલ્હીથી અમદાવાદ જતી ખાનગી બસ માંથી ચરસ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. અમીરગઢ પોલીસે બસમાં સવાર ઇસમ પાસેથી 1,30,500 રૂપિયાની કિંમતનું 870 ગ્રામ ચરસ ઝડપી પાડવામાં આવ્યું છે. અમીરગઢ પોલીસે ચરસ સાથે ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો
લીંબડી પાસેથી પોલીસે મોટા પાયે વિદેશી દારૂ ઝડપ્યો
સુરેન્દ્રનગરમાં પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા નેશનલ હાઇવે પર લીંબડી પાસેથી પોલીસે મોટા પાયે ઈંગ્લીશ દારૂ ઝડપ્યો છે. લીંબડી નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂ અને ટ્રક સહિત લાખોના મુદ્દામાલ સાથે બે શખ્શોને LCB પોલીસે ઝડપી લીધા. વિદેશી દારૂ અને બીયર ટીન નંગ 11,118 કિમત રૂપિયા 38.06 લાખ અને ટ્રક સહિત ફૂલ રૂપિયા 49.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચો: Surat: ચપ્પુ બતાવી દાદાગીરી કરતા લુખ્ખાની પુણા પોલીસે હેકડી ઉતારી, માંગવા લાગ્યો માફી
ટ્રકમાંથી 13.22 લાખનો 4200 નંગ વિદેશી દારૂ ઝડપાયો
આ સાથે અરવલ્લીની વાત કરવામાં આવે તો, ગુજરાત રાજસ્થાન સરહદે પોલીસને વિદેશી દારૂ બાબતે વધુ એક સફળતા હાથ લાગી છે. શામળાજી પોલીસ દ્વારા ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે. અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમિયાન દારૂ ઝડપાયો છે. ટ્રકમાંથી 13.22 લાખનો 4200 નંગ વિદેશી દારૂ ઝડપાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓ ફર્નીચર સામાનની આડમાં દારૂ લઇ લઈને જતા હતા. હરિયાણાથી મુંબઇ ભિવંડી લઈ જવાતો હોવાનું આરોપીએ રટણ કરી રહ્યો છે. શામળાજી બોર્ડરથી 24 કલાકમાં સતત ત્રીજી ટ્રક વિદેશી દારૂ ઝડપાયો છે.
દારૂની હેરાફેરી કરવા બુટલેગરોનો અનોખો કિમીયો
એટલું જ નહીં પરંતુ દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવો કીમિયો અપનાવી રહ્યાં છે. બુટલેગરો હવે CNG ના બાટલામાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. વલસાડ રૂરલ પોલીસે સુગર ફેકટરીના બ્રિજ પાસેથી દારૂ ઝડપી પાડયો છે. નોંધનીય છે કે, દમણથી દારૂ ભરી સુરત તરફ લઈ જવાતો હતો. અત્યારે રૂપિયા 07,800 ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂ સાથે 5 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.