Gujarat High Court ના લાઈવ સ્ટ્રીમીંગનો વીડિયો વાયરલ થયો, ચાંદખેડા PI ને હાઇકોર્ટે ઝાટક્યા
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં અનેક વખત પોલીસ રિકવરી એજન્ટ બની ગઈ છે તેવી કોમેન્ટ થઈ ચૂકી છે. CID Crime Gujarat, Crime Branch, LCB જેવી અનેક એજન્સીઓનો હાઇકોર્ટમાં ઉધડો લેવાઈ ચૂક્યો છે. આરોપીઓને જાહેરમાં માર મારવાના ચકચારી કેસમાં Kheda Police ના અધિકારી/કર્મચારીઓને હાઇકોર્ટ સજા પણ ફટકારી ચૂકી છે. IPS ના ઇશારે અમદાવાદમાંથી થયેલા અપહરણના ગંભીર મામલામાં સપ્તાહો સુધી પોલીસે ફરિયાદ ના નોંધતા ભોગ બનનારને હાઇકોર્ટનો આશરો લેવો પડ્યો હતો. પોલીસ ફરિયાદ નહીં નોંધતી હોવાથી સેંકડો અરજદારોને Gujarat High Court ના દ્વારા ખખડાવવા પડે છે. આજે હાઇકોર્ટની કાર્યવાહીનો એક વીડિયો વાયરલ (High Court Viral Video) થયો છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરની કાર્ય પદ્ધતિને લઈને ખુલ્લી અદાલતમાં ઝાટકણી કાઢવામાં આવી છે.
વીડિયો વાયરલ થતાં મામલો ચર્ચામાં
Live streaming Gujarat High Court નો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) ના એક મામલાને લઈને હાઇકોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરનો ઉધડો લીધો છે. ભૂતકાળમાં પણ સરકારી અધિકારીઓની ઝાટકણીના મામલામાં હાઇકોર્ટના લાઈવ સ્ટ્રીમીંગનો વીડિયો અનેક વખત વાયરલ થયો છે. હાઇકોર્ટની કાર્યવાહી દરમિયાન જે-તે જસ્ટીસ દ્વારા કરવામાં આવતી ટકોર/ટિપ્પણી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા Gujarat High Court ના લાઈવ સ્ટ્રીમીંગનો વીડિયો વાયરલ થવાની ઘટનાઓ છેલ્લાં એકાદ વર્ષમાં વધી છે.
જસ્ટીસ નિર્ઝર દેસાઈએ PI ને કેમ ઝાટક્યા ?
લગ્ન જીવનના વિવાદના કેસમાં ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટરે (Chandkheda PI) માતાને તેની ચાર વર્ષથી પુત્રીને મળવા ન દેતાં મામલો હાઇકોર્ટમાં આવ્યો હતો. ચાંદખેડાના પોલીસ ઇન્સ્પેક્ટર સામે અમાનવીય વ્યવહાર કરવાનો આરોપ લગાવાયો હતો. આ મામલે અરજદાર મહિલાની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટ જસ્ટીસ નિર્ઝર દેસાઈ (Justice Nirzar Desai) એ પીઆઈનો ઉધડો લીધો હતો. જો કે, જવાબદાર અધિકારીઓને બચાવવા સરકારે ભારે પ્રયાસ કર્યા હતાં.
PIને સાઈડ પોસ્ટિંગ અથવા સસ્પેન્ડ કરવા કહ્યું
Gujarat High Court એ સવાલ કર્યો હતો કે, પીઆઈ આટલા ઉત્સાહી કેમ છે ? સામાન્ય કિસ્સાઓમાં લોકો હાઇકોર્ટમાં અરજી કરે તે પછી પોલીસ ફરિયાદ નોંધે છે. આ ઉપરાંત ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કેટલાં અનડિટેક્ટ કેસ છે અને 10 વર્ષથી વધુની સજા હોય તેવા કેટલાં કેસ પડતર છે ? તેવા સવાલ હાઇકોર્ટે કર્યા હતા. Gujarat High Court એ પીઆઈ-પીએસઆઈને 3 વર્ષ માટે સાઈડ પોસ્ટિંગ (નોન એક્ઝિક્યુટિવ) આપવા અથવા તો સસ્પેન્ડ કરવા કહ્યું હતું. આવા અધિકારી સમાજ માટે જોખમી છે. તેઓ પોલીસ સ્ટેશનમાં રહેવા લાયક નથી.
આ પણ વાંચો : Vadnagar : ગુજરાતના વડનગરનું એક અલગ જ અર્થતંત્ર, સાયબર ગઠીયાઓ રોજના લાખો કમાય છે


