Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તપાસમાં આરોપીઓને ફાયદો કરાવતી Gujarat Police ની સરકારી વકીલોએ પોલ ખોલી

Gujarat Police : વિકાસશીલ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલીસ કેસની તપાસમાં ખેલ ખેલાયો હોવાની અનેક ઘટનાઓ અદાલતો સમક્ષ પણ આવી ચૂકી છે. ગંભીર પ્રકારના ગુનાઓમાં તપાસ કરનારી Gujarat Police એ દાખવેલી બેદરકારી કહો કે, કરેલી ગોઠવણના કારણે અનેક કેસમાં આરોપીઓ...
તપાસમાં આરોપીઓને ફાયદો કરાવતી gujarat police ની સરકારી વકીલોએ પોલ ખોલી
Advertisement

Gujarat Police : વિકાસશીલ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલીસ કેસની તપાસમાં ખેલ ખેલાયો હોવાની અનેક ઘટનાઓ અદાલતો સમક્ષ પણ આવી ચૂકી છે. ગંભીર પ્રકારના ગુનાઓમાં તપાસ કરનારી Gujarat Police એ દાખવેલી બેદરકારી કહો કે, કરેલી ગોઠવણના કારણે અનેક કેસમાં આરોપીઓ નિર્દોષ જાહેર થાય છે. રાજ્યમાં કદાચ પ્રથમ વખત સરકારી વકીલો (Public Prosecutor) એ કરેલી ગંભીર રજૂઆતોના પગલે Gujarat Police માં ફરજ બજાવતા સેટિંગબાજ તપાસ અધિકારીઓની પોલ ખૂલી ગઈ છે. Gujarat Police માં તપાસ અધિકારીઓ આરોપીઓને ફાયદો થાય તે માટે કેવાં-કેવાં ખેલ કરે છે તેની તમામ વિગતો વાંચો આ અહેવાલમાં...

બે જિલ્લાના સરકારી વકીલોએ શું કરી રજૂઆત ?

ગુજરાતના ડિરેક્ટર ઑફ પ્રૉસિક્યુશન (Director of Prosecution Gujarat) સમક્ષ રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના સરકારી વકીલોએ ગંભીર રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લા (Banaskantha District) અને પંચમહાલ જિલ્લા (Panchmahal District) માં નોંધાયેલા કેટલાંક કેસોની તપાસમાં રહેલી ગંભીર ખામીઓના કારણે આરોપીઓને સીધો ફાયદો થાય તેવી હકિકતો રજૂ કરી છે. જે-તે કેસના તપાસ અધિકારી (Investigation Officer) સરકારી વકીલ સાથે સંકલન નથી રાખતા તેમજ તપાસ નિયમાનુસાર કરતા નથી તેવી પણ અનેક ફરિયાદો DoP અંબાલાલ પટેલ (Ambalal Patel) ને મળી છે.

Advertisement

Advertisement

Gujarat Police માં ઠેર-ઠેર આવી જ સ્થિતિ

રાજ્યની મહત્વની પોલીસ એજન્સી CID Crime Gujarat હોય કે અમદાવાદ સહિતના અન્ય શહેરો તેમજ જિલ્લામાં આવેલી Crime Branch - SOG બધે આવી જ સ્થિતિ છે. મોટાભાગે તપાસ અધિકારીની અણઆવડત અથવા લાલચ જવાબદાર હોય છે. ઉચ્ચ પોલીસ અધિકારીની દખલગીરી અને નબળું નેતૃત્વ પણ મહત્વનું એક કારણ છે.

આ પણ વાંચો: Kheda જિલ્લામાં ઝેરી સિરપકાંડનો તાળો મળ્યો નથી ત્યાં ફરી નવો જીરાકાંડ

DoP અંબાલાલ પટેલે તપાસમાં ઘોર બેદરકારી મામલે લખ્યો પત્ર

ડિરેક્ટર ઑફ પ્રૉસિક્યુશન અંબાલાલ પટેલે (A R Patel DoP) રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને લખેલો પત્ર ગૃહ વિભાગ તેમજ DGP Gujarat ને મોકલ્યો છે. પત્રમાં તપાસ અધિકારીઓ દ્વારા રાખવામાં આવતી ગંભીર ખામીઓનો ઉલ્લેખ કરાયો છે. જે નીચે મુજબ છે.

  • પોલીસ તપાસમાં ગંભીર ખામીઓ તેમજ નિષ્કાળજી રાખે છે.
  • પૂરાવારૂપે કબજે કરાયેલા મોબાઈલ ફોનની યોગ્ય તપાસ નથી કરતા.
  • મોબાઈલ ફોનના સીમ કાર્ડ અને કોલ ડિટેલ્સનું પ્રમાણપત્ર નથી લેતા.
  • પૂરાવારૂપે કબજે લેવાયેલો મુદ્દામાલ FSL માં વિલંબથી મોકલે અથવા મોકલતા જ નથી.
  • કેસમાં મદદરૂપ સાહેદોના નામ-સરનામા ખોટા લખે છે.
  • પોલીસ કેસની તપાસ ખોટી દિશામાં કરે છે.
  • આરોપીઓ છુટી જાય તેવી કેસમાં છટકબારીઓ રાખે છે.
  • મેડિકલ એવિડન્સને ધ્યાને લીધા વિના તપાસ કરે છે.
  • FSL Officer એ સ્થળ પરિક્ષણ વખતે આપેલી સૂચનાનું IO પાલન કરતા નથી.
  • કેસમાં મદદરૂપ થતા FSL અહેવાલ અદાલતમાં મોકલતા જ નથી.
  • નિયત સમય મર્યાદામાં તપાસ અધિકારીઓ ચાર્જશીટ કરતા નથી.
  • ચાર્જશીટનો સમય પૂર્ણ થવાના બે-ત્રણ દિવસ અગાઉ ચાર્જશીટ વેરિફિકેશન માટે સરકારી વકીલ પાસે લાવે છે.
  • ચાર્જશીટ પૂર્તતા માટે પરત અપાય ત્યારે સમય મર્યાદામાં પરત લાવતા નથી.
  • તપાસ અધિકારી ચાર્જશીટના દસ્તાવેજો ખોવાઈ જાય તો તેની જવાબદારી લેતા નથી.
  • અદાલત સમક્ષ કેસની જુબાની આપવા આવતી વખતે કેસ ડાયરી સાથે લાવતા નથી.
  • કેસની જુબાની સમયે સરકારી વકીલને મળતા નથી તેમજ દસ્તાવેજોનો અભ્યાસ પણ કરતા નથી.
  • અદાલતની મુદ્દત વખતે જાણ કરવા છતાં પણ Investigation Officer હાજર રહેતા નથી.

કન્વીકશન રેશિયો ઓછો હોવાનું આ છે મુખ્ય કારણ

ગુજરાત રાજ્યમાં આરોપીઓને સજા નહીં પડવા પાછળનું એટલે કે, કન્વીકશન રેશિયો (Conviction Ratio) ઓછો હોવા પાછળનું મુખ્ય કારણ તપાસમાં રહેલી ખામીઓ મુખ્ય રીતે કારણભૂત છે. રાજ્યનો કાયદા વિભાગ (Legal Department Gujarat) અને ગૃહ વિભાગ (Home Department Gujarat) તેમજ રાજ્યભરના પોલીસ અધિકારીઓ આ વાતથી ખૂબ જ સારી રીતે વાકેફ છે.

Tags :
Advertisement

.

×