Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી

ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.
narco test   પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી  એકમાં મળી
Advertisement

સૌરાષ્ટ્રનું ભાવનગર અને ગોંડલ આજકાલ સમાચારોમાં છવાયેલું છે. ભાવનગર ત્રિપલ મર્ડર કેસ (Bhavnagar Triple Murder Case) અને રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ (Narco Test) કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા (ACF Shailesh Khambhala) નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.

રાજકુમાર જાટ કેસમાં Narco Test સુધી મામલો કેમ આવ્યો ?

રાજકોટ જિલ્લાના ગોંડલમાં પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટના મોત (Rajkumar Jat Case) મામલે પીડિત પરિવાર છેલ્લાં અનેક મહિનાઓથી ન્યાય મેળવવા હવાતીયા મારી રહ્યો છે. રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Jadeja aka Ganesh Gondal) સહિત અનેક લોકો સામે શંકાની આંગળી ચિંધવામાં આવી છે. સ્થાનિક પોલીસની તપાસ અંગે મૃતકના પરિવારે સવાલો ઉઠાવતા મામલો ગુજરાત હાઇકૉર્ટ (Gujarat High Court) માં પહોંચ્યો હતો. આ મામલાની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ (Premsukh Delu SP) ને સોંપવામાં આવી છે. થોડાંક દિવસો અગાઉ ગણેશ ગોંડલ સહિતના શખસોની એસપી ડેલુ તેમજ એસડીપીઓ જે. ડી. પુરોહિતે મેરથોન પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર કથિત આરોપી સામે પોલીસને કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. તપાસ અધિકારીઓને એવી આશા છે કે, ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ (Ganesh Gondal Narco Test) માં કોઈ કડી મળી આવશે.

Advertisement

શૈલેષ ખાંભલા વિરૂદ્ધ મજબૂત પુરાવા છતાં Narco Test કેમ ?

પ્રેમિકા સાથે જીવન જીવવા માટે સહાયક વન સંરક્ષક શૈલેષ ખાંભલાએ પત્ની અને બે સંતાનોની હત્યા કરીને દાટી દીધા. ભાવનગર જિલ્લાના ચકચારી ત્રિપલ મર્ડલ કેસનો ભાંડો ફૂટતા પોલીસે Shailesh Khambhala ACF ની ગત મહિનાની મધ્યમાં ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા. પોલીસ તપાસમાં મોબાઈલ ફોનનો કોલ ડેટા રેકૉર્ડ સહિતના સાંયોગિક પુરાવા તેમજ સાહેદોના મેજીસ્ટ્રેટ રૂબરૂ 164ના નિવેદન પણ મેળવાયા છે. આમ છતાં પોલીસે શૈલેષ ખાંભલાનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી મેળવવા અદાલતમાં અરજી કરી હતી, પરંતુ શૈલેષ ખાંભલાએ સંમતિ નહીં આપી Narco Analysis Test નો વિરોધ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો :  ગુજરાતમાં ‘કફ સિરપ’નો કાળો કારોબાર ; પ્રિસ્ક્રિપ્શન વગર મળતા ‘ઝેર’નો ગુજરાત ફર્સ્ટનો મહાખુલાસો- આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા!

Tags :
Advertisement

.

×