Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Glade One Liquor Party : ગુજરાત પોલીસની નવી વ્યાખ્યા "દારૂની મહેફિલમાં બેસવું ગુનો નથી, પીવો તો જ ગુનો બને"

ગણતરીના સમયમાં જ મહેફિલ કેસની કામગીરી આટોપી લઈને ઘટના માટે મુખ્યત્વે જવાબદાર ગ્લેડ વન રિસોર્ટના સંચાલકોને ફરિયાદમાંથી બાકાત રાખતા પોલીસ કાર્યવાહી વિવાદ/ચર્ચામાં આવી
glade one liquor party   ગુજરાત પોલીસની નવી વ્યાખ્યા  દારૂની મહેફિલમાં બેસવું ગુનો નથી  પીવો તો જ ગુનો બને
Advertisement

Glade One Liquor Party : પોલીસ કોઈના દબાણથી તો ક્યારેક અન્ય હેતુથી દારૂ પાર્ટીમાં દરોડા પાડતી આવી છે. દારૂના મહેફિલ કેસ (Mehfil Case) માં મોટા ભાગે રેડ કરનારી પોલીસ ભીંસમાં મુકાય છે અથવા તો વિવાદમાં આવે છે. આવી જ સ્થિતિ અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) ની થઈ છે. પ્રતિક સાંઘીએ દારૂ સાથે બર્થ-ડેની ઊજવણી માટે બોલાવેલા 70થી વધુ લોકો પૈકી 40 ટકાએ આલ્કોહોલનું સેવન કર્યું ન હોવાનું સાણંદ પોલીસ (Sanand Police) કહી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે, દારૂની મહેફિલમાં હાજર રહેનારા અને કાર્યવાહી વિના છોડી દેવાયેલા યુવક/યુવતીઓના પોલીસે નિવેદન સુદ્ધાં નોંધ્યા નથી. ગણતરીના સમયમાં જ મહેફિલ કેસની કામગીરી આટોપી લઈને ઘટના માટે મુખ્યત્વે જવાબદાર ગ્લેડ વન રિસોર્ટ (Glade One Golf Resort) ના સંચાલકોને ફરિયાદમાંથી બાકાત રાખતા પોલીસ કાર્યવાહી વિવાદ/ચર્ચામાં આવી છે.

સાણંદના ગોલ્ફ રિસોર્ટમાં પોલીસના દરોડા

સાણંદ પોલીસ મથકના પીઆઈ એચ. જી. રાઠોડ (PI H G Rathod) હાલ રજા પર છે અને તેમના પોલીસ સ્ટેશનનો ચાર્જ પીઆઈ યુ. બી. જોગરાણા પાસે છે. સાણંદ એસડીપીઓ કચેરીના પીએસઆઈ સી. કે. રાવ (PSI C K Rao) ને માહિતી મળી હતી કે, ગ્લેડ વન રિસૉર્ટમાં દારૂ પાર્ટી (Glade One Resort Liquor Party) ચાલી રહી છે. અસલાલી પીઆઈ, બોપલ, ચાંગોદર અને અસલાલીના 1-1 પીએસઆઈ તેમજ સ્ટાફને એકઠો કરી રાત્રિના 1.15 કલાકે બેંકવેટ હોલમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 80થી વધુ યુવક-યુવતીઓ સ્થળ પરથી મળી આવ્યાં હતાં. દરોડા દરમિયાન સિંગલ મોલ્ટ સ્કૉચ વ્હીસ્કી, જીન અને ટકીલાની 14 જેટલી ખાલી-ભરેલી બૉટલ, બીયરની બે બૉટલ, 7 હુક્કા અને સિગરેટના 30 પેકેટ તેમજ ફરસાણ-કોલ્ડ્રીંકસ મળી આવ્યું હતું. આ મામલે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે PI Upendra B Jograna ની રૂબરૂમાં પીએસઆઈ રાવની ફરિયાદ અનુસાર Mehfil Case નોંધવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

પોલીસે ગ્લેડ વન રિસોર્ટની આબરૂ બચાવી

ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની પાર્ટીઓ ઠેકઠેકાણે થઈ રહી છે. રાજ્યમાં એવી અનેક હૉટલ અને રિસૉર્ટ છે જ્યાં તમે વિશેષ ચાર્જ ચૂકવીને દારૂની મહેફિલ, ડાન્સ સહિતની મજા માણી શકો છો. સાણંદ પોલીસે નોંધેલી Glade One Liquor Party ની ફરિયાદમાં રિસૉર્ટના સંચાલક કે કર્મચારી પૈકી એકને પણ આરોપી બનાવાયા નથી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર Mehfil Case માં સામેલ આરોપીઓના નિવેદન આધારે ગ્લેડ વન રિસોર્ટમાં તેમને દારૂની પાર્ટી યોજવામાં કોણે-કોણે મદદ કરી તેની માહિતી મેળવવામાં આવી રહી છે. આ મામલે Glade One Golf Resort ના જવાબદાર સંચાલક/કર્મચારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

એક MLAનો ભત્રીજો, બીજાનો જમાઈ પાર્ટીમાં સામેલ

રાજકીય દબાણ તેમજ મોટા માથાઓની સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓને ઝૂકવું પડ્યું છે. મધરાત્રિ બાદ Glade One Liquor Party માં પડેલી રેડ બાદ લકઝુરિયસ ગાડીઓનો કાફલો સાણંદ પોલીસ સ્ટેશન (Sanand Police Station) પહોંચી ગયો હતો. સ્થાનિક તેમજ ઉચ્ચ અધિકારીઓ પર ભલામણના ફોન શરૂ થતાં કેટલાંક નબીરાઓને રવાના કરવાનો નિર્ણય પોલીસને લેવો પડ્યો હતો. કેમ કે, દબાણ કરનારા BJP MLA તેમજ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્ય હતાં. છોડી દેવાયેલા 30થી વધુ નબીરાઓમાં એક અમદાવાદના ભાજપ ધારાસભ્યનો ભત્રીજો હતો. આ ધારાસભ્ય હમણાં જ એક ગંભીર મામલામાં પોલીસને ભલામણ કરવાના મુદ્દે ચર્ચામાં આવ્યા હતા. જ્યારે અન્ય કિસ્સામાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જાણીતા ધારાસભ્યનો જમાઈ હોવાની ચર્ચા છે.

બે અધિકારીઓના વિરોધાભાસી નિવેદન

Gujarat First એ મહેફિલ કેસમાં છોડી દેવાયેલાં નબીરાઓના નામ જાણવાનો પ્રયાસ કર્યો તો એક પોલીસ ઇન્સ્પેક્ટરે તમામના નિવેદન નોંધ્યા હોવાની વાત કહી હતી. જેથી આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરતાં કોઈના નિવેદન નોંધવામાં આવ્યા નથી તેમ જણાવ્યું હતું. નાના સાહેબ અને મોટા સાહેબમાં કોણ સાચું તેની ખબર નથી, પરંતુ અધિકારીઓ આ મામલે મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી.

2016 અને 2025ની પાર્ટીમાં કપલ કોમન

વર્ષ 2016માં એસ.જી.હાઇવે વાઈડ એન્ગલ પાસે આવેલા આશાવરી ટાવરમાં યોજાયેલી મહેફિલનો કેસ સેટેલાઈટ પોલીસ સ્ટેશન (Satellite Police Station) માં નોંધાયો હતો. આ કેસમાં તત્કાલીન કૉંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ પોલીસ સામે ગંભીર આરોપો લગાવતા મામલો ચકચારી બન્યો હતો. આશાવરી ટાવરમાં જેના ફલેટમાંથી દારૂની મહેફિલ યોજાઈ હતી તે જૈન દંપતી Glade One Liquor Party માં પકડાયું છે. આ ઉપરાંત કેટલાં આરોપીઓ અને છોડી દેવાયેલાં નબીરાઓ બંને Mehfil Case માં કોમન છે તે તો પોલીસ જ કહી શકે.

આ પણ વાંચો  :  Gujarat ACB ના ઇતિહાસમાં ડિજિટલ કરપ્શનનો પ્રથમ કેસ, ક્યૂઆર કૉડ મોકલી તલાટીએ લાંચ લીધી

Tags :
Advertisement

.

×