RTI for CCTV Footage : પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ આપવાનો આદેશ કેટલાં પોલીસવાળા માનશે ?
RTI for CCTV Footage : સામાન્ય નાગરિક સાથે કોઈ કાંડ કર્યા બાદ કાનૂની કાર્યવાહીથી બચવા Gujarat Police ના બદમાશ ખાખીધારીઓ અદાલતમાં કગરતા હોવાની અનેક ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત પોલીસની કચેરીઓમાં સીસીટીવી કેમેરા (Police Station CCTV Camera) લગાવવાની શરૂઆત કરી ત્યારથી જ અધિકારીઓએ ઠાગાઠૈયા શરૂ કરી દીધા હતા અને આજે પણ કરી રહ્યાં છે. તાજેતરમાં મહિસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશન (Lunawada Police Station CCTV) ખાતે બે વકીલોને માર મારવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો તે કેસ અત્રે નોંધનીય છે. તાજેતરમાં ગુજરાત માહિતી આયોગે આપેલો ચુકાદો ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ કેટલો ગણકારે છે તે હવે આગામી દિવસોમાં ખબર પડશે.
પોલીસ કેવાં કિસ્સાઓમાં ફૂટેજ નથી આપતી ?
- પોલીસ અધિકારી/કર્મચારીએ નિર્દોષ નાગરિક સાથે હાથ ચાલાકી/મારામારી કરી હોય તો.
- આક્ષેપિતને પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે બોલાવ્યો હોય અથવા ગોંધી રાખ્યો હોય તો.
- કેસની તપાસમાં દખલ કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે ત્રાહિત શખ્સની હાજરી આફત સર્જે તેમ હોય તો.
આ પણ વાંચો -Sarkhej Roza : સરખેજ રોઝા કળશ ચોરીનો ભેદ ઉકેલનારી ટીમ અને મદદગારનું પોલીસ કમિશનરે સન્માન કર્યું
પોલીસ સીસીટીવી ફૂટેજ આપતી જ નથી
રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ મેળવવા આરટીઆઈ (RTI for CCTV Footage) અવારનવાર થાય છે. જો કે, પોલીસ સ્ટેશનના માહિતી અધિકારી પ્રથમ અને બીજી અપીલમાં પણ સીસીટીવી ફૂટેજ આપતા નથી. ત્રીજી આંખ કહેવાતા સીસીટીવી ફૂટેજ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાંખે છે આ કારણસર જ લગભગ તમામ આરટીઆઈ માહિતી આયોગ સુધી પહોંચે છે. જો કે, પોલીસ અધિકારીઓ ફૂટેજ નહીં આપવા માટે ગણતરીના બે-ત્રણ બહાના બતાવીને આસાનીથી છટકી જાય છે. સીસીટીવી ફૂટેજ નહીં આપવાના કારણોસર પોલીસ અધિકારીને રાજ્ય માહિતી આયોગે (Gujarat Information Commission) દંડ ફટકાર્યો હોય તેવી કદાચ એક પણ ઘટના નોંધાઈ નથી. સીસીટીવી ફૂટેજ આપવા માટે આદેશ કર્યો હોય તેવી એક ઘટના તાજેતરમાં જ અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનની નોંધાઈ છે.
આ પણ વાંચો -મહારાષ્ટ્ર સરકારના નવા કાયદાનો 'વિધાનસભાથી રોડ-રસ્તાઓ' સુધી વિરોધ કેમ?
ફૂટેજ નહીં આપો તો દંડ અને ખાતાકીય કાર્યવાહી થશે
ઑક્ટોબર-2024માં અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવવા એક આરટીઆઈ (RTI for CCTV Footage) થઈ હતી. આ આરટીઆઈનો મામલો માહિતી આયોગમાં પહોંચતા પોલીસે એક મુદ્દત મેળવ્યા બાદ સીસીટીવી રેકૉડિંગ ટેકનિકલ ક્ષતિના કારણે ડીલીટ થઈ ગયા છે તેવી રજૂઆત કરી હતી. આ મામલે રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે (Gujarat Information Commissioner Nikhil Bhatt) એક હુકમ કર્યો છે. જેમાં તેમણે ઘટનાના 30 દિવસની અંદર આરટીઆઈ થાય તો સંબંધિત CCTV ફૂટેજ સાચવી રાખવા નહીં તો ખાતાકીય તપાસ અને દંડની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. રાજ્ય પોલીસ વડાને તાબાના અધિકારીઓેને સીસીટીવી ફૂટેજ સંદર્ભે પુનઃ પરિપત્ર કરવા પણ જણાવ્યું છે.


