Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખેડા SCST Cell નો એએસઆઈ 4 લાખની લાંચ લેતા પકડાયો, અન્ય કેસમાં વૉઈસ મેચીંગ બાદ DySP અને સાથી હે.કૉ.ની સામે થશે કાર્યવાહી

અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સામે અત્યાચાર અને દ્વેષપૂર્ણ ગુનાઓને રોકવા માટે ઘડવામાં આવેલા એસસીએસટી એક્ટ અનેક વખત ચર્ચા/વિવાદમાં આવે છે. આ વખતે ગુજરાતના એસસી-એસટી સેલ બેફામ ભ્રષ્ટાચારના કારણે ચર્ચામાં આવ્યાં છે. Gujarat ACB એ છેલ્લાં બે મહિનામાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગોઠવેલા બે છટકામાં SCST Cell નો લાખો રૂપિયાનો લાંચકાંડ સામે આવ્યો છે.
ખેડા scst cell નો એએસઆઈ 4 લાખની લાંચ લેતા પકડાયો  અન્ય કેસમાં વૉઈસ મેચીંગ બાદ dysp અને સાથી હે કૉ ની સામે થશે કાર્યવાહી
Advertisement

એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતી ફરિયાદ અને ત્વરિત કાર્યવાહી માટે રાજ્યભરમાં એસસીએસટી સેલ (SCST Cell Gujarat) વર્ષોથી કાર્યરત છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સામે અત્યાચાર અને દ્વેષપૂર્ણ ગુનાઓને રોકવા માટે ઘડવામાં આવેલા એસસીએસટી એક્ટ અનેક વખત ચર્ચા/વિવાદમાં આવે છે. આ વખતે ગુજરાતના એસસી-એસટી સેલ બેફામ ભ્રષ્ટાચારના કારણે ચર્ચામાં આવ્યાં છે. Gujarat ACB એ છેલ્લાં બે મહિનામાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગોઠવેલા બે છટકામાં એસસીએસટી સેલનો લાખો રૂપિયાનો લાંચકાંડ સામે આવ્યો છે. ખેડા જિલ્લાના એસસીએસટી સેલના એએસઆઈની એસીબીએ 4 લાખના લાંચ કેસમાં ધરપકડ કરી છે. ગત ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા લાંચ કેસમાં એક મહિલા ડીવાયએસપી અને હેડ કૉન્સ્ટેબલ સામે કાર્યવાહીની તલવાર લટકી રહી છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલ...

SCST Cell નો હથિયારી એએસઆઈ 4 લાખ લેતા પકડાયો

તાજેતરમાં થયેલી એક એટ્રોસિટીની ફરિયાદમાં આરોપી યુવક-યુવતીની ધરપકડ કરવા SCST Cell Kheda એ કાર્યવાહી આરંભી હતી. આ મામલામાં એસસીએસટી સેલમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ફરજ બજાવતા હથિયારી એએસઆઈ જયદીપસિંહ કાનજીભાઈ સોઢા/પરમારે બંનેની ધરપકડ નહીં કરવા પેટે તેમના મામા પાસે 4 લાખની લાંચ માગી હતી. બંનેની ધરપકડ નહીં કરી તેમને નોટિસ આપીને જવા દેવા પેટે લાંચ માગનારા જયદીપસિંહ સોઢાની ફરિયાદ ACB Gujarat ને મળી હતી. આથી ગાંધીનગર એસીબીના પીઆઈ એચ.બી.ચાવડા (PI H B Chavda) એ શનિવારે નડીયાદ-ડભાણ રોડ પર આવેલી એસઓજી કચેરીના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન જયદીપ સોઢા 4 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

ટ્રેપમાં બચી ગયેલા SCST Cell ના ડીવાયએસપી અને હે.કૉ.નું શું થશે ?

ગત 20 ઓગસ્ટના રોજ ACB Ahmedabad ની બે ટીમ તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશન પાસે એક ટ્રેપ ગોઠવી લાંચિયાઓને પકડવા ગઈ હતી. કાકરાપાર પોલીસ સ્ટેશન (Kakrapar Police Station) ખાતે 8 જણા સામે એટ્રોસિટી એક્ટ તેમજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ નોંધાયેલા કેસની તપાસ Tapi SCST Cell ડીવાયએસપીને સોંપાઈ હતી. આરોપીઓની ધરપકડ નહીં કરવા ડીવાયએસપી નિકિતા શીરોયા (Nikita Shiroya DySP) અને તેમના રાયટર/હેડ કૉન્સ્ટેબલ નરેન્દ્ર ગામીતે અગાઉ 4 લાખની લાંચ માગી હતી. રકઝકના અંતે 1.50 લાખ નક્કી થતાં નરેન્દ્ર ગામીત કાકરાપાર પો.સ્ટે. પાસેની એલ એન્ડ ટી કૉલોની (L&T Colony Kakrapar) ની બહાર કારમાં પહોંચ્યો હતો, પરંતુ તેને ટ્રેપની ગંધ આવી જતા તે કાર લઈને નાસી છૂટ્યો હતો. આ મામલે બંને સામે ગુનો નોંધાયો હતો અને તપાસ એસીબી નવસારી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી.રાઠવા (PI B D Rathva) ચલાવી રહ્યાં છે. લાંચની માગણીનો ઑડિયોમાં કોનો-કોનો અવાજ છે તે જાણવા એસીબીએ હેડ કૉન્સ્ટેબલનું વૉઈસ સેમ્પલ મેળવી લીધું છે. જ્યારે ડીવાયએસપી નિકિતા શીરોયાનું વૉઈસ સેમ્પલ મેળવવાનું બાકી હોવાનું પીઆઈ રાઠવાએ જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - ગુજરાતમાં 31 વિભાગો છતાં 58 ટકા RTI અરજી શહેરી વિકાસ, ગૃહ અને મહેસૂલમાં થઈ, માહિતી નહીં આપનારાઓ પાસેથી 1.07 કરોડનો દંડ વસૂલાયો

Tags :
Advertisement

.

×