Mahakumbh 2025: આચાર્ય મહામંડલેશ્વર ARUN GIRI MAHARAJ સાથે ગુજરાત ફર્સ્ટનો ખાસ સંવાદ
- મહાકુંભ મેળામાં ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ
- મહાકુંભમાં લાખોની સંખ્યામાં સાધુ અને સંતો આવેલા છે
- અરૂણગીરી મહારાજે આદ્યાત્મની કરી આ ખાસ વાત
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યારે લાખોની સંખ્યામાં સાધુ અને સંતો આવેલા છે. તેમની સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મહાકુંભમાં અરૂણગીરી મહારાજ પણ આવેલા છે. અરૂણ ગિરી મહારાજ પોતે પહેરેલા સોનાના કારણે ખુબ જ પ્રખ્યાત છે. તેમની સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે આધ્યાત્મની અનેક વાતો કરી હતી.
પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં આવ્યાં છે સાધુ અને સંતો
પ્રયાગરાજ આવેલા ARUN GIRI MAHARAJ એ પણ મહાકુંભને લઈને અનેક વાતો જણાવી હતી. પોતાના નામોને લઈને પણ અરૂણ ગિરીએ અનેક વાતો જણાવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમને એનવાર્યમેન્ટ બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. પર્યાવરણ માટે તેઓ ખાસ અભિયાન ચાલાવી રહ્યાં છે. ખાસ તો યજ્ઞને લઈને પણ એનવાર્યમેન્ટ બાબા મહત્વની વાત કહીં હતીં. તેમણે કહ્યું કે, રોજ દરેક વ્યક્તિએ યજ્ઞ કરવો જોઈએ. એનવાર્યમેન્ટ બાબાએ કહ્યું કે, જો કોઈ ગામમાં એક દિવસ યજ્ઞ કરવામાં આવે છે તો ગામનું વાતવારણ 30 દિવસ સુધી શુદ્ધ રહે છે.
એનવાર્યમેન્ટ બાબાએ યજ્ઞને લઈને કરી હતી ખાસ વાત
મહાકુંભમાં અત્યારે લાખોની સંખ્યામાં સંતો આવેલા છે. જેમાં અનેક સંતો સિદ્ધ હોવાનું પણ કહેવાય છે. એટલું જ નહીં પરંતુ આ મહાકુંભ ખાસ તો સંતો માટે જ પ્રખ્યા છે તેમના માટે આ ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. હજી ફેબ્રુઆરી મહિના સુધી મહાકુંભ યથાવત રહેવાનો છે. ભારતીય જ નહીં પરંતુ વિદેશી લોકો પણ મહાકુંભમાં ભક્તિભાવ સાથે આવી રહ્યાં છે. તેઓ પણ હવે સનાતનનાં રંગે રંગાવા લાગ્યાં છે. દરેક વ્યક્તિએ એક વખત તો મહાકુંભમાં દર્શન કરવા માટે જવું જ જોઈએ.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો