ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Prayagraj: મહાકુંભમાં ધર્મસંસદ, તમામ આખાડા અને ધર્મગુરૂઓએ કરી સનાતન બોર્ડની માંગણી!

Prayagraj: ધર્મ સંસદમાં સનાતન બોર્ડની રચના અંગે પ્રસ્તાવ મૂકવામાં આવશે. આ પ્રસ્તાવ દરમિયાન દેશના 13 મુખ્ય અખાડાઓ અને સેંકડો સંતો હાજરી આપશે.
12:20 PM Jan 27, 2025 IST | VIMAL PRAJAPATI
Prayagraj: ધર્મ સંસદમાં સનાતન બોર્ડની રચના અંગે પ્રસ્તાવ મૂકવામાં આવશે. આ પ્રસ્તાવ દરમિયાન દેશના 13 મુખ્ય અખાડાઓ અને સેંકડો સંતો હાજરી આપશે.
Sanatan Board
  1. ધર્મ સંસદએ મહાકુંભ દરમિયાન આયોજિત સૌથી મહત્વપૂર્ણ
  2. ધર્મ સંસદમાં સનાતન બોર્ડની રચના અંગે પ્રસ્તાવ મુકાશે
  3. આ ધર્મ સંસદમાં 13 મુખ્ય અખાડાઓ અને સેંકડો સંતો હાજરી આપી

Prayagraj: મહાકુંભની અત્યારે ચારેય દિશામાં ચર્ચાઓ થઈ રહીં છે. અસંખ્ય સંતો અત્યારે પ્રાયગરાજમાં પધાર્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ મહાકુંભમાં હવે ધર્મ સંસદનું આયોજન થવાનું છે. નોંધનીય છે કે, ધર્મ સંસદએ મહાકુંભ દરમિયાન આયોજિત સૌથી મહત્વપૂર્ણ સભા છે, જ્યાં દેશભરના સંતો, મહાત્માઓ અને ધાર્મિક નેતાઓ ભેગા થાય છે અને ધર્મ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરે છે. આ વખતે ધર્મ સંસદમાં સનાતન બોર્ડની રચના અંગે પ્રસ્તાવ મૂકવામાં આવશે. આ પ્રસ્તાવ દરમિયાન દેશના 13 મુખ્ય અખાડાઓ અને સેંકડો સંતો હાજરી આપશે.

મહાકુંભમાં હવે ધર્મ સંસદનું આયોજન

આ ધર્મ સંસદની વાત કરવામાં આવે તો તેમાં ખાસ કરીને સનાતન બોર્ડની રચના અંગે પ્રસ્તાવ મુકવાનો છે. તેના સિવાય પણ અનેક બાબતો ખાસ રહેવાની છે. જેમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવાની છે. મહાકુંભએ ભારતનો જ નહીં પરંતુ આ પૃથ્વી પરનો સૌથી મોટો મેળો છે, જેમાં સનાતની સંતો લાખોની સંખ્યામાં આવ્યાં છે, ત્યારે આ સંતો હવે પ્રયાગરાજમાં ધર્મ સંસદ યોજવાના છે. ચાલો જાણીએ તેમાં શું ખાસ રહેવાનું છે.

આ પણ વાંચો: Jagannath Temple Dilipdasji : પ્રયાગરાજ ગયા વગર પણ મળી શકે છે મહાકુંભનું પુણ્ય

આજના ધર્મ સંસદ સત્રમાં આ બાબતો રહેશે ખાસ

આ પણ વાંચો: યજ્ઞસમ્રાટ Dr. Rajabhai Shastri સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

સનાતન બોર્ડ શા માટે? તેનો ઉદ્દેશ્ય શું રહેશે?

સનાતન બોર્ડ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનું સંરક્ષણ, પ્રચાર અને પ્રસાર તથા આધ્યાત્મિક ચેતનાઓનો વિસ્તાર કરવાનો છે. જેવી રીતે મુસ્લિમો માટે વક્ફ બોર્ડની રચના થયેલી છે તેવી રીતે હવે સનાતન ધર્મ માટે સનાતન બોર્ડની રચના કરવામાં આવે તેવી માંગ છે. આ ધર્મ સંસદમાં આ પ્રસ્તાવ પસાર થયો તો તેનો મુખ્ય કાર્યો શું હશે? આ રહી તેની સંપૂર્ણ વિગતો...

આ રહ્યા તેના મુખ્ય કાર્યો

  1. ધાર્મિક સ્થળોનું સંરક્ષણ: પ્રાચીન મંદિરો અને યાત્રાધામોનું રક્ષણ અને પ્રોત્સાહન
  2. આધ્યાત્મિક શિક્ષણ: સનાતન ધર્મના શાસ્ત્રો અને પરંપરાઓ શીખવવા માટે સંસ્થાઓની સ્થાપના
  3. યુવા જોડાણ: યુવાનોને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડવા માટે આધુનિક મીડિયાનો ઉપયોગ
  4. સામાજિક સંવાદિતા: હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયો અને પરંપરાઓને એક કરવા
  5. વૈશ્વિક ઓળખ: સનાતન ધર્મના સિદ્ધાંતોનો આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવો

આ પણ વાંચો: આચાર્ય મહામંડલેશ્વર ARUN GIRI MAHARAJ સાથે ગુજરાત ફર્સ્ટનો ખાસ સંવાદ

Tags :
all Akhadas and religious leadersMahakumbhMahakumbh Mela 2025Mahakumbh-2025PrayagrajPrayagraj MahakumbhPrayagraj Mahakumbh MelaPrayagraj Mahakumbh Mela 2025Religions ParliamentSanatan BoardSanatan Board 2025Sanatan Board MahakumbhWhat in Sanatan BoardWhy Sanatan Board
Next Article