Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Daskroi Mamlatdar : અમદાવાદની દસ્ક્રોઈ મામલતદાર કચેરીમાં ભારે ભ્રષ્ટાચાર, એસીબીની ટીમને ફરીથી એક લાંચિયો હાથ લાગ્યો

મોટા સાહેબોથી લઈને નાના કર્મચારીઓ સુધીના સૌ કોઈ ગાંધી છાપ નોટો લીધા વિના ફાઈલ આગળ ધકેલતા નથી.
daskroi mamlatdar   અમદાવાદની દસ્ક્રોઈ મામલતદાર કચેરીમાં ભારે ભ્રષ્ટાચાર  એસીબીની ટીમને ફરીથી એક લાંચિયો હાથ લાગ્યો
Advertisement

Daskroi Mamlatdar : રાજ્ય સરકારના કમાઉ દીકરા એવા મહેસૂલ વિભાગ (Government Of Gujarat Revenue Department) માં ભ્રષ્ટાચાર વિના એક નાનું અમથું પણ કામ થતું નથી. મોટા સાહેબોથી લઈને નાના કર્મચારીઓ સુધીના સૌ કોઈ ગાંધી છાપ નોટો લીધા વિના ફાઈલ આગળ ધકેલતા નથી. અમદાવાદ જિલ્લાની દસ્ક્રોઈ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારનો ગઢ (Corruption in Dasroi Mamlatdar Office) બની ગઈ છે. ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવવું હોય કે, હક્ક/હિસ્સામાંથી નામ કમી કરાવવું હોય મહેસૂલ વિભાગની ઑફિસોમાં તમામ કામ માટે લાંચની રકમનું મેનુ (Prize List of Bribes) હોય છે અને અનુસાર વ્યવહાર કરવો જ પડે છે.

Daskroi Mamlatdar કચેરીએ રેકૉર્ડ સર્જ્યો

Gujarat ACB ના ચોપડે દસ્ક્રોઈ મામલતદાર કચેરી એક અલગ જ ઓળખ ધરાવતી થઈ ગઈ છે. એસીબી પીઆઈ એન.એન.જાદવે (PI N N Jadav) ગત ડિસેમ્બરમાં એટલે કે, સાડા નવ મહિના અગાઉ ટ્રેપ ગોઠવીને દસ્ક્રોઈ મામલતદાર કચેરીના કરાર આધારિત કૉમ્પ્યુટર ઑપરેટર બીજલ ઠાકોરને 75 હજારની લાંચ લેતા ઝડપ્યો હતો. બીજલ બળદેવભાઈ ઠાકોરે ખેડૂત પ્રમાણપત્ર આપવા પેટે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના નામે 75 હજાર રૂપિયાની લાંચ માગી તેમજ સ્વીકારી હતી. બીજલ ઠાકોર બાદ વધુ એક કરાર આધારિત કૉમ્પ્યુટર ઑપરેટર પરાગકુમાર લક્ષ્મણભાઇ બારોટ આજે પીઆઈ એન.એન.જાદવ અને તેમની ટીમના હાથે 15 હજારની લાંચ લેતા પકડાયો છે. Daskroi Mamlatdar કચેરીના પરાગ બારોટે હક્ક કમી કરવાની કાચી નોંધ પ્રમાણિત કરવા પેટે શરૂઆતમાં 25 હજારની લાંચ માગી હતી અને આખરે ભાવતાલ બાદ 15 હજાર રોકડા લેતા ઝડપાયો છે.

Advertisement

Daskroi Mamlatdar Offfice માં વચેટિયા થકી ભ્રષ્ટાચાર

દસ્ક્રોઈ તાલુકાના મહેસૂલ ભવન (Mahesul Bhavan Daskroi) માં ચાલતા બેફામ ભ્રષ્ટાચારની આ કચેરીમાં કામ અર્થે આવતા પ્રજાજનોથી લઈને બિલ્ડરો સુધી સૌ કોઈને છે. હજારો રૂપિયાથી લઈને લાખો રૂપિયાની લાંચના વહીવટ 'મોટા સાહેબો' સુધી પહોંચે છે અને આખો વહીવટ વચેટિયાઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓ થકી કરવામાં આવે છે. ભ્રષ્ટાચારની આ પદ્ધતિ રાજ્યના લગભગ તમામ મહેસૂલ ભવનો/ઑફિસોમાં ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો :   જેલમાં કેદ પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા ચર્ચાસ્પદ Gujarat Maritime Board ના દસ્તાવેજો ચોરી કરવાના કેસમાં કર્મચારીની ધરપકડ

Tags :
Advertisement

.

×