Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP વેપન લાયસન્સ રેકેટમાં પણ મુકેશ બામ્ભા આરોપી, Gujarat ATS ફરી કરશે ધરપકડ

સુરેન્દ્રનગર એસઓજી, અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાંચ અને Gujarat ATS એ મણીપુર-નાગાલેન્ડ હથિયાર પરવાના કૌભાંડનો પર્દાફાશ કરી સૂત્રધારો સહિતના ઢગલાબંધ આરોપીઓને ઝડપી પાડ્યા.
up વેપન લાયસન્સ રેકેટમાં પણ મુકેશ બામ્ભા આરોપી  gujarat ats ફરી કરશે ધરપકડ
Advertisement

ઓલ ઈન્ડિયા ગન લાયસન્સ રેકેટ (All India Gun License Racket) દેશભરમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ લાયકાત વિનાના શખ્સો તેમજ ગુનેગારોને લાયસન્સવાળા હથિયારોનો શોખ હોવાથી લાખો રૂપિયા ખર્ચીને કૌભાંડના ભાગીદાર બન્યાં છે. સુરેન્દ્રનગર એસઓજી, અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાંચ અને Gujarat ATS એ મણીપુર-નાગાલેન્ડ હથિયાર પરવાના કૌભાંડનો પર્દાફાશ કરી સૂત્રધારો સહિતના ઢગલાબંધ આરોપીઓને ઝડપી પાડ્યા. તાજેતરમાં જ એક નવા કૌભાંડનો પર્દાફાશ થયો છે અને તે છે UP ના એટા જિલ્લામાંથી ચાલતા બોગસ ગન લાયસન્સનો કાળો કારોબાર. બબ્બે વેપન લાયસન્સ સ્કેમમાં સામેલ કોઈ કોમન આરોપી હોય તો તે છે મુકેશ બામ્ભા. ડાયરા કલાકારો પર ગાંધી છાપ નોટો અને ડૉલરનો વરસાદ કરનાર મુકેશ ભરવાડ ઉર્ફે મુકેશ બામ્ભા (Mukesh Bharwad alias Mukesh Bambha) વધુ એક મુશ્કેલીમાં મુકાયો છે.

લાયસન્સ કૌભાંડમાં કોની ધરપકડ અને કોણ બાકી ?

ગત શનિવારે વિજય સેંગર સહિત 7 શખ્સોની ધરપકડ બાદ એટીએસે વધુ 3ની ધરપકડ કરી છે. જેમાં Uttar Bhartiya Vikas Parishad ના 49 વર્ષીય મૂળ વતન વિરબનપીજરી, જિલ્લો એટાના શ્યામસિંગ રાજેન્દ્રસિંગ ઠાકુર (રહે. આરાધના પાર્ક સોસાયટી, પી.ડી.પંડ્યા કૉલેજ રોડ, વટવા), ગૌરવ સુરેન્દ્રસિંહ રાજપૂત (ઉં.33 રહે. ગોકુલ પાર્ક સોસાયટી, જશોદાનગર મૂળ વતન ભરાઈપુર, જિ. ઇટાવા, યુપી) અને હિંમતસિંહ કમલાકર રાજપૂત (ઉં.31 રહે. ધનપાલેશ્વર સોસાયટી, વટવા મૂળ વતન ખેરહટ, જિ. પ્રયાગરાજ, UP) નો સમાવેશ થાય છે. જ્યારે ફરાર આરોપીઓમાં દિનેશ તારાચંદ સહાની (રહે. સોમનાથ પાર્ક સોસાયટી, કલાપીનગર, મેઘાણીનગર), સંજ્યસિંહ ગીરધારીલાલ જાદોન (રહે. બી/15 બહુચરનગર, અમરાઈવાડી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગન લાયસન્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર અને પૂર્વ અમદાવાદમાં માથાભારે શખ્સ તરીકે ઓળખાતા મુકેશ હુકમસિંહ ચૌહાણ ઉર્ફે રિન્કુ ચૌહાણનો ભાઈ શ્યામસિંહ ચૌહાણ ઉર્ફે રાજુ, ઉત્તરપ્રદેશના એટા જિલ્લાનો એડવોકેટ દેવકાંત પાંડે અને મુકેશ રણછોડભાઈ બામ્ભા (રહે. શિવશક્તિનગર, નાના ચિલોડા - હાલ રહે. Central Jail Ahmedabad) ને પોલીસ ચોપડે ફરાર દર્શાવાયા છે.

Advertisement

Fake_gun_licence_scam_accused_Shyam_Singh_Thakur_Uttar_Bhartiya_Vikas_Parishad_President_Gym_Lounge_owner_Vijay_Sengar_Ajay_Sengar

Advertisement

સરકારે જે સિનિયર શિક્ષકને CRC બનાવ્યો તે ગુનેગાર નીકળ્યો

Gujarat ATS એ તાજેતરમાં ધરપકડ કરેલા સાત આરોપીઓ પૈકી વિજય સેંગર અને અજય સેંગરને હથિયાર પરવાના અપાવનાર શ્યામસિંહ રાજેન્દ્રસિંહ ઠાકુર સહિત ત્રણ  શખ્સોની ગઈ કાલે  ધરપકડ બતાવતા આંકડો 10  પર પહોંચ્યો છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ગુજરાતના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર (Shyam Singh Thakur Ahmedabad) ને ત્રણેક વર્ષ અગાઉ રાજ્ય સરકારે સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમમાં સામેલ કર્યો હતો. પોણા લાખનો પગાર લેતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર શિક્ષક શ્યામસિંહ રાજેન્દ્રસિંહ ઠાકુરે અજય સેંગરને 7 લાખમાં અને વિજય સેંગરને 5.50 લાખમાં લાયસન્સ અને હથિયાર/કારતૂસ અપાવવામાં વચેટીયા તરીકેની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યની ભલામણ વચ્ચે એક નવા ગન લાયસન્સ કૌભાંડનો Gujarat ATS એ કર્યો પર્દાફાશ

બંને રેકેટમાં Mukesh Bambha કોમન આરોપી

ગત એપ્રિલ મહિનાની શરૂઆતમાં Gujarat ATS એ મણીપુર-નાગાલેન્ડથી ચાલતા બોગસ ગન લાયસન્સ સ્કેમ (Fake Gun License Scam) નો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં Mukesh Bambha ની અન્ય આરોપીઓની સાથે ધરપકડ કરવામાં આવી હતી. મણીપુર-નાગાલેન્ડ હથિયાર પરવાના કૌભાંડમાં Gujarat ATS સમક્ષ રજૂ થયેલા મુકેશ બામ્ભા પાસેથી એટાના વેપન લાયસન્સની ફૉટો કૉપી મળી હતી અને આનો ઉલ્લેખ DIG Sunil Joshi એ પ્રેસ કૉન્ફરન્સમાં કર્યો હતો. જો કે, Manipur/Nagaland Gun License Scam ની ચાર્જશીટમાં મુકેશ બામ્ભાની ભૂમિકા માત્ર કમિશન એજન્ટ તરીકે જ દર્શાવી હતી. જીમ લોન્જના માલિક વિજય સેંગર (Gym Lounge Vijay Sengar) નો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં આવતા Gujarat ATS ના અધિકારીઓ અચાનક હરકતમાં આવ્યાં હતાં અને ઉત્તરપ્રદેશના એટા જિલ્લા (Etah Uttar Pradesh) માંથી ચાલતા ગન લાસયન્સ કૌભાંડ સુધી પહોંચ્યા છે. અત્રે નોંધનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાત એટીએસ Sabarmati Jail માં કેદ મુકેશ બામ્ભાની ટ્રાન્સફર વૉરંટના આધારે ફરી ધરપકડ કરશે.

આ પણ વાંચો :  Gujarat ATS : અમદાવાદમાંથી ગન ગેંગ ઝડપાઈ, રૂપિયા 53.50 લાખમાં વેપન લાયસન્સ/હથિયારો ખરીદ્યાં

Tags :
Advertisement

.

×