Mukesh Bambha : મુકેશ બામ્ભાએ આપઘાતનું નાટક કરતાં જેલમાં ખટલો ચાલ્યો, બે મહિના માટે મુલાકાત બંધ
મુકેશ ભરવાડ ઉર્ફે મુકેશ બામ્ભા (Mukesh Bharwad Bambha) આ નામ હાલ ભારે ચર્ચામાં છે. મણીપુર-નાગાલેન્ડ તેમજ UPના એટા જિલ્લામાંથી ચાલતા ગન લાયસન્સ રેકેટના બંને કેસમાં Gujarat ATS એ મુકેશ બામ્ભાને આરોપી બનાવ્યો છે. Mukesh Bambha અને તેના સાગરિતોએ જેલમાં સવલત મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ સવલતના સ્થાને મુકેશ બામ્ભાને સજા મળી છે. Mukesh Bambha ની એટીએસએ ધરપકડ કરતાં જેલની વાતો ચર્ચામાં આવી છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલમાં...
કોણ છે મુકેશ બામ્ભા ?
મૂળ વાંકાનેરનો મુકેશ બામ્ભા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયો છે અને હાલ શહેરના છેવાડે નાના ચિલોડા ખાતે શિવશક્તિનગર ખાતે રહે છે. અમદાવાદના કઠવાડા અને આસપાસના વિસ્તારોની ફેક્ટરીઓમાં નાની વયના શ્રમિકો પૂરા પાડનારો મુકેશ બામ્ભા નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station) ના ચોપડે વર્ષ 2019માં ચઢી ચૂક્યો છે. શ્રમિકોને ગોંધી રાખી વેતન આપ્યા વિના કામ કરાવવાના આરોપસર મુકેશ બાંભાની પોલીસે અટકાયત કરી હતી. પાંચેક વર્ષ અગાઉ આસામ ખાતે સ્થાયી થયેલો મુકેશ બાંભા ઉર્ફે મુકેશ ભરવાડ (Mukesh Bambha) વગદાર લોકોના સંપર્કમાં આવ્યો. સ્થાનિક કક્ષાએ સંબંધો બનાવ્યા બાદ મુકેશ બામ્ભા રૂપિયાના જોરે ઉચ્ચ અધિકારીઓ તેમજ નેતાઓ સુધી પહોંચી ગયો અને વર્ષ 2023માં આસામના તત્કાલીન ગર્વનર ગુલાબચંદ કટારીયા (Governor of Assam Gulab Chand Kataria) સાથે બામ્ભાએ પરિવાર સાથે રીતસરનું ફોટો સેશન કરાવ્યું હતું.
પોલીસ ચોપડે કેટલાં કેસ છે Mukesh Bambha પર ?
ડાયરાઓમાં લાખો રૂપિયા અને અમેરિકન ડૉલર ઉડાડનારો Mukesh Bambha Bharwad વર્ષ 2022માં લોખંડના સળિયા ચોરી કરવાના કેસમાં અમદાવાદ ગ્રામ્યની બોપલ પોલીસ (Bopal Police) ના હાથે ઝડપાઈ ચૂક્યો છે. અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન (Vatva Police Station) માં વર્ષો અગાઉ તેની સામે ઘરેલું હિંસાનો કેસ પણ નોંધાયો હતો. આ ઉપરાંત વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન (Nandesari Police Station) ખાતે વર્ષ 2024માં આધેડ મહિલાને માર માર્યો હોવાનો કેસ છે. ગત એપ્રિલ મહિનામાં મણીપુર/નાગલેન્ડ ગન લાયસન્સ રેકેટ (Manipur/Nagaland Gun License Racket) માં પણ સૂત્રધારની ભૂમિકામાં આરોપી તરીકે મુકેશ બામ્ભાને એટીએસના ચોપડે દર્શાવ્યો છે.
સવલતો મેળવવા જતાં મળી સજા
ગત એપ્રિલ મહિનામાં મુકેશ બામ્ભા, વિશાલ પંડ્યા ઉર્ફે વીપી (Vishal Pandya alias VP), અર્જુન અલગોતર ઉર્ફે અર્જુન ભુરખી (Arjun Algotar alias Arjun Bhurkhi) સહિત 7 આરોપીઓને Gujarat ATS એ પ્રથમ તબક્કામાં જેલ હવાલે કર્યા હતા. અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે તૈનાત સુપ્રિટેન્ડન્ટ રજા પર ગયા તે ગાળામાં એક ડીવાયએસપી કક્ષાના અધિકારીએ લાખો રૂપિયા લઈને ચેમ્બરમાં મુલાકાતો આપી તેમજ કેન્ટીનની ભરપૂર સવલતોની વ્યવસ્થા પણ કરી આપી હતી. થોડાંક દિવસો બાદ મહિલા અધિકારી પરત ફરતાં તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ મામલે પ્રાથમિક તપાસમાં તમામ હકિકતો ઉજાગર થઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર આ મામલામાં સામેલ અધિકારીઓનો ઉધડો લેવાયો અને મામલો કાગળ પર પણ આવ્યો છે. Mukesh Bambha ને જુની જેલમાં હાઇ સિક્યુરિટીમાં ખસેડવામાં આવતાં તેણે ગળા ફાંસો ખાવાનું નાટક કર્યું હતું. જેને લઈને ડૉ. નિધિ ઠાકુરે (Dr. Nidhi Thakur) મુકેશ બામ્ભા સામે જેલ કાયદાઓ અનુસાર ખટલો ચલાવ્યો.
મેડમ રજા પર ગયા અને મુલાકાત અપાઈ
જેલમાં આપઘાતનું નાટક કરવું મુકેશ બામ્ભાને ભારે પડ્યું. જેલ ખટલામાં મુકેશ બામ્ભાને અમદાવાદ સેન્ટ્રલ જેલ (Central Prison Ahmedabad) ના સુપ્રિટેન્ડન્ટ ડૉ. નિધિ ઠાકુરે સજાના ભાગરૂપે બે મહિના માટે મુલાકાત બંધનો હુકમ કર્યો હતો. આ હુકમના કેટલાંક સપ્તાહ બાદ નિધિ ઠાકુર રજા પર જતાં મુલાકાત જેલરે Mukesh Bambha Bharwad ને મુલાકાતો આપી હતી. Central Prison Ahmedabad SP રજા પરથી પરત ફરતાં તેમને મામલાની જાણ થતાં જેલરનો લેખિતમાં ખુલાસો માગ્યો હોવાની વાત સામે આવી છે.
આ પણ વાંચો : Vadnagar : ગુજરાતના વડનગરનું એક અલગ જ અર્થતંત્ર, સાયબર ગઠીયાઓ રોજના લાખો કમાય છે


