પાંચ પેઢીઓ વચ્ચે યોજાયું અનોખું સ્નેહમિલન
આજના સમયમાં પરિવારો તૂટી રહ્યાં છે. સંયુક્ત ફેમિલીની ભાવના લુપ્ત થતી જાય છે. કોરોના મહામારી બાદ તો લોકો પોતાના જ ઘરમાં એકબીજાંથી અંતર રાખતા થઇ ગયાં છે. આવા સમયમાં જયારે પાંચ પેઢી એક છત નીચે ભેગી થાય તે થોડી અઘરી બાબત ગણી શકાય. અમદાવાદમાં દોઢ વર્ષની પ્ર-પૌત્રીથી લઇને 92 વર્ષના દાદીનો કેવરશીદાસ ફેમિલીનું 10 વર્ષ બાદ ગેટ ટુ ગેધર ગોઠવાયું હતું. આ પરિવારના 108 સભ્યો એક છત નીચે મળ્યાં. મજાની à
Advertisement
આજના સમયમાં પરિવારો તૂટી રહ્યાં છે. સંયુક્ત ફેમિલીની ભાવના લુપ્ત થતી જાય છે. કોરોના મહામારી બાદ તો લોકો પોતાના જ ઘરમાં એકબીજાંથી અંતર રાખતા થઇ ગયાં છે. આવા સમયમાં જયારે પાંચ પેઢી એક છત નીચે ભેગી થાય તે થોડી અઘરી બાબત ગણી શકાય. અમદાવાદમાં દોઢ વર્ષની પ્ર-પૌત્રીથી લઇને 92 વર્ષના દાદીનો કેવરશીદાસ ફેમિલીનું 10 વર્ષ બાદ ગેટ ટુ ગેધર ગોઠવાયું હતું. આ પરિવારના 108 સભ્યો એક છત નીચે મળ્યાં. મજાની વાત એ હતી કે ઘણાં સભ્યો પહેલીવાર પોતાના જ પરિવારના સભ્યોને મળ્યાં હતાં.
સંયુક્ત ફેમિલીની પરિભાષાને સાર્થક કરવાની ભાવનાનું એક ઉદાહરણ
આજના ભાગદોડના સમયમાં જ્યાં ઘરના ચાર વ્યકિતઓ એક સાથે રોજ ડાયનિંગ ટેબલ પર જમવું મુશ્કેલ બન્યું છે, મોટા ભાગના કુટુંબો કદાચ સોશિયલ મીડિયામાં જ જોઇન્ટલી અસ્તિત્વ ઘરાવે છે. સમયના અભાવ ઘણીવાર અણબનાવોના કારણે પણ પરિવાર તૂટે છે. ત્યારે આજના સમયમાં એક છત નીચે મળવું કદાચ અધરું થઇ ગયું છે, ત્યારે અમદાવાદના આ એક કુટુંબે સંયુક્ત ફેમિલીની પરિભાષાને સાર્થક કરવાની ભાવનાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બાળકો પોતાની ત્રીજી કે ચોથી પેઢીને ઓળખતા પણ હોતાં નથી
કેવલશીદાસ ફેમિલીએ એક છત નીચે ભેગા થવાનું નક્કી કર્યું ત્યારે એક સમયે ભેગા થવું થોડું અધરું હતું. પણ પરિવારે યોગ્ય આયોજનથી આ કામ પાર પાડ્યું. આ પરિવાર પોતાની વ્યસ્તતાની વચ્ચે પાછલા 10 વર્ષથી મળ્યું ન હતું. તેમનું માનવું છે કે આજકાલ લગ્ન પણ એક દિવસના થઇ ગયાં છે, તેથી પરિવારના તમામ સભ્યોનું એકસાથે આવવું અઘરું થઇ જાય છે. અત્યારે બધા સગા સંબંધીઓ એક સાથે ભેગા મળી પોતાના સુખદુ:ખને વાગોળે તેવું ભાગ્યે જ બનતું હોય છે. મોટાભાગના પરિવારમાં તો બાળકો પોતાની ત્રીજી કે ચોથી પેઢીને ઓળખતા પણ હોતાં નથી. ભારતીય પરિવારમાં જેટલાં સંબંધ હોય છે તે કદાચ અન્ય કોઇ સંસ્કૃતિમાં હોતા પણ નથી. તેથી આ પરિવારની ભાવનામાં લોકો પોતાના સુખ દુ:ખ ભૂલી જાય છે.
સામાજિક પ્રસંગમાં તો ઘરના વડીલો જ જતાં હોય છે
પરિવારના સભ્ય પૂર્વેશ શાહે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, મારી દીકરી 20 મહિના છે. મારા દાદીમા મંજુલા બેન શાહ 92 વર્ષના છે. દાદીના પપ્પાના પરિવાર સહિત 5 પેઢી ભેગી થઇ. ઘણાં પરિવારના સભ્યો પહેલીવાર મળ્યાં, આજકાલ લગ્નમાં પણ ઓછાં લોકોને આમંત્રણ અપાતું હોય છે. ઘણા પ્રસંગમાં તો ઘરના વડીલો જ જતાં હોય છે. અમે પરિવાર માટે રિસોર્ટ કરતાં ઘર જ પસંદ કર્યું. તેથી અમે એસ.જી હાઇવે પરના એક બંગલામાં ભેગા થવાનું નક્કી કર્યું હતું. એમ.બી વિલામાં અમારા પરિવારના કુલ 108 સભ્યોનું ફેમિલી મળ્યું. જેમ જૈન નવકારશીમાં 108 મણકાં હોય છે તેમ અમારા પરિવારના આ 108 મણકાં ભેગા થયાં. આ પહેલાં 10 વર્ષ પૂર્વે અમે મળ્યાં હતાં.
તમારો પરિવાર જ તમારી હૂંફ બની પડેખે રહે
તેમણે વધુમાં ઉમેર્યું કે, પાંચ પેઢીનું આ મિલન અમારી માટે ખૂબ સારી ટ્રીટ હતી. આજે આપણે સિંગલ ફેમિલીમાં રહીએ છીએ અને પરિવારમાં કોઇ આપત્તિ આવે તો ઘણાં સભ્યો આત્મહત્યા સુધીનું આત્મઘાતી પગલું ભરી બેસતાં હોય છે. કોઇ ફાયનાન્સિયલ ક્રાઇસિસ આવે તો ડિપ્રેશનમાં જતાં રહેતા હોય છે પણ જો તમે કાકા, મામા, માસી ફોઇ, ફૂઆ જેવાં સંબંધો સાથ સંકળાયેલા હોવ તો તમારે કદાચ કોઇ મનોચિકિસ્તકની જરુર નહીં પડે દરેક સારા નરસાં સમયે તમારો પરિવાર જ તમારી હૂંફ બની પડેખે ઉભો રહેશે.
સૌથી પહેલાં સ્થળ પર પહોંચનારને સ્પેશિયલ પ્રાઇઝ
આ સ્પેશિયલ ગેટ ટુ ગેધરમાં દરેક ફેમિલી માટે અલગ કલરનું ડ્રેસીંગ કરાયું હતું. સમયસર દરેક જણ પહોંચે તે માટે સૌથી પહેલાં સ્થળ પર પહોંચનારને સ્પેશિયલ પ્રાઇઝ પણ અપાયું હતું. ગુજરાતી કહેવતોવાળી ગેમ પણ રમ્યાં જેથી એક પેઢીના અનુભવોનો લાભ પરિવારમા અન્ય સભ્યોને પણ મળે. સાથે જ પરિવારના સભ્યો હાઉસી રમ્યાં, ડી.જે ના તાલે નાચ્યા અને મનગમતા ફૂડની મજા માણી, ખૂબ સારી યાદો સાથે છૂટાં પડ્યાં.


