Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લુખ્ખા તત્વોએ મફતમાં ગરબા જોવા પોલીસની હાજરીમાં કર્યો હુમલો, FIR માં ઈજાગ્રસ્ત પોલીસનું નામ-ઠામ છુપાવાયું?

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ગરબા સ્થળે થયેલા હુમલામાં નોંધાયેલી આવી જ એક FIR ની અહીં વાત છે
લુખ્ખા તત્વોએ મફતમાં ગરબા જોવા પોલીસની હાજરીમાં કર્યો હુમલો  fir માં ઈજાગ્રસ્ત પોલીસનું નામ ઠામ છુપાવાયું
Advertisement

First Information Report એટલે કે, પોલીસ ફરિયાદ. આ શબ્દથી લગભગ મોટાભાગના લોકો વાકેફ હશે. Police ભોગ બનનારની ફરિયાદ નોંધવામાં આડોડાઈ કરતી હોવાના અનેક કિસ્સાઓ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સુધી પણ પહોંચ્યા છે. પોલીસ ફરિયાદ નોંધવામાં અને નહીં નોંધવામાં ફાયદા અને ગેરફાયદા બંને છે. પોલીસ સંજોગ અને સ્થિતિને અનુરૂપ ફરિયાદ નોંધતી હોય છે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન (Sarkhej Police Station) ખાતે ગરબા સ્થળે થયેલા હુમલામાં નોંધાયેલી આવી જ એક FIR ની અહીં વાત છે.

ગુંડા તત્વોના હુમલામાં શું નોંધાઈ FIR ?

વિરમગામ તાલુકાના સચાણા ગામે રહેતા હિતેશસિંહ દશરથસિંહ પરમારે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે 20 શખ્સોના ટોળા સામે FIR નોંધાવી છે. હિતેશસિંહના પિતરાઈ કુલદીપસિંહ મકવાણા અને તેમના ભાગીદારોએ બોપલ વકીલ બ્રિજ પાસે આવેલા બસેરા પાર્ટી પ્લોટ (Basera Party Plot) ખાતે ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે. 'રાસ રા' નવરાત્રી ગરબા સ્થળે મોડી રાતે કેટલાંક છોકરાઓ દિવાલ કૂદીને અંદર આવતા હતા તેમને ફરિયાદીએ રોક્યા હતા. મુખ્ય ગેટ પર જતાં હેબતપુર ગામનો પ્રથમ ભરવાડ, અજય ભરવાડ, ધીરેન ભરવાડ, મેહુલ ભરવાડ, સુરજ ભરવાડ તેમજ ભરવાડ સમાજના અન્ય શખ્સો પાસ વિના અંદર જવા સિક્યુરિટી સ્ટાફ સાથે ઝઘડો કરતા હતા. શરૂઆતમાં ટોળાને સમજાવતા તેઓ ચાલ્યા ગયા હતા અને બાદમાં 20 શખ્સોનું ટોળું પ્લૉટમાં ધસી આવ્યું હતું. ગરબા સ્થળે તોડફોડ કરીને હિતેશસિંહ તેમજ કિશન સોલંકીને દંડા/પાઈપ વડે મારતા તેમને ઈજાઓ પહોંચી હતી. આ મામલે સરખેજ પોલીસે પાંચ શખ્સોના નામ તેમજ 15-20 શખ્સોના ટોળા સામે બખેડો, હુમલો તેમજ કાવતરાની ફરિયાદ નોંધી છે. હિતેશસિંહને હુમલામાં માથાના ભાગે 6 ટાંકા આવ્યા છે. જ્યારે કિશન સોલંકીને હાથમાં ફ્રેક્ચર થયું છે.

Advertisement

FIR બાદ 5 આરોપીઓની ધરપકડ

તમામ ગરબા સ્થળો પર મુકવામાં આવતા પોલીસ બંદોબસ્તની જેમ બસેરા પાર્ટી પ્લૉટ પર 3 પોલીસ કર્મચારી અને 2 હૉમગાર્ડને તૈનાત કરાયા હતા. હુમલાની ઘટનાની જાણ થતાં સરખેજ PI S A Gohil, ડીસ્ટાફ, એસીપી અને ડીસીપી શિવમ વર્મા (DCP Shivam Verma) સ્થળ ખાતે ધસી આવ્યા હતા. સરખેજ પોલીસે યુદ્ધના ધોરણે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી તરફ સરખેજ પોલીસ ગુંડાગીરી કરનારા મફતીયા ટોળા પૈકી 5 શખ્સોને ઝડપી લીધા છે.

Advertisement

ઘાયલ પોલીસ કર્મચારીનો ક્યાંય ઉલ્લેખ નથી

કોઈ વાહન ચાલક ભાગી છૂટવા કાર પોલીસ કર્મચારી તરફ હંકારે તેવા કિસ્સાઓમાં પોલીસ હત્યાના પ્રયાસની કલમ લગાવે છે. જ્યારે બસેરા પાર્ટી પ્લૉટ ખાતે થયેલા હુમલામાં બંદોબસ્ત સ્થળે હાજર પોલીસ કર્મચારીઓ પૈકી એક હિતેન્દ્ર મિશ્રાને ઈજા પહોંચી હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારી કહી રહ્યાં છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યાનુસાર બે પોલીસ કર્મચારીને ઈજા થઈ છે.એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, હુમલા સમયે લોકોને છોડાવવા પોલીસ કર્મચારી વચ્ચે પડયા હતા અને તેમને ઈજા થઈ હતી.

આ પણ વાંચો :   Amit Khunt Case માં સામેલ ટોળકીના મુખ્ય સૂત્રધાર રાજદીપ રીબડા સહિત બે આરોપી હજુ પણ ફરાર

Tags :
Advertisement

.

×