ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Prohibition Case માં નામ નહીં ખોલવા પોલીસે 2.50 લાખ માગ્યા, મામલો ACB કચેરી પહોંચ્યો પણ...

અમદાવાદ પોલીસના ચોપડે નોંધાયેલા દારૂના કેસમાં આરોપીનું નામ નહીં ખોલવા 2.50 લાખ માગતા મામલો Gujarat ACB સુધી પહોંચ્યો એટલે તોડ કરવા ફરતા પોલીસવાળા ઠંડા પડી ગયા
01:25 PM Aug 20, 2025 IST | Bankim Patel
અમદાવાદ પોલીસના ચોપડે નોંધાયેલા દારૂના કેસમાં આરોપીનું નામ નહીં ખોલવા 2.50 લાખ માગતા મામલો Gujarat ACB સુધી પહોંચ્યો એટલે તોડ કરવા ફરતા પોલીસવાળા ઠંડા પડી ગયા
GUJARAT_ACB_under_suspicion_in_Ahmedabad_City_Police_demand_for_bribe_in_prohibition_case_ACB_Head_Office_Gujarat_First

Prohibition Case : ગુજરાત રાજ્યમાં ખૂણે ખૂણે દેશી/વિલાયતી શરાબ આસાનીથી મળી રહે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘૂસાડનારા શરાબ માફિયા (Liquor Mafia) ઓથી લઈને હૉમ ડિલીવરી કરતા શખ્સોની માહિતી પોલીસ પાસે હોય છે. ના હોય તો થોડાક રૂપિયા ખર્ચીને ખબરી થકી માહિતી મેળવવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદ પોલીસના ચોપડે નોંધાયેલા દારૂના કેસમાં આરોપીનું નામ નહીં ખોલવા 2.50 લાખ માગતા મામલો Gujarat ACB સુધી પહોંચ્યો એટલે તોડ કરવા ફરતા પોલીસવાળા ઠંડા પડી ગયા છે. ગુજરાત પોલીસ દારૂનો કેસ કરીને કેવી રીતે રૂપિયા કમાય છે ? વાંચો આ અહેવાલમાં...

Prohibition Case કરીને પોલીસ આવી રીતે લાખો કમાય છે ?

દારૂનો ધંધો બેરોકટોક ચાલવા દેવા હપ્તા આપવાની પ્રથા દસકાઓથી ચાલે છે. કેટલાંક ભ્રષ્ટ પોલીસવાળા નજીવી રકમનો Prohibition Case કરીને પણ લાખો રૂપિયા કમાઈ લે છે. દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપીને હેરાન નહીં કરવા અને નહીં મારવા તેમજ કેટલાંક કિસ્સાઓમાં વાહન જપ્ત નહીં કરવા પેટે પોલીસ લાખો રૂપિયાનો તોડ કરે છે. આ ઉપરાંત દારૂ સપ્લાય કરનારને હાજર કરવા/નામ નહીં ખોલવા પેટે બુટલેગર પાસેથી મોટી રકમ ખંખેરી લેવાય છે. અત્રે નોંધનીય છે કે, અનેક વખત દારૂના જથ્થા સાથે પકડાયેલા બુટલેગરને નિયમ મુજબ લિસ્ટેડની યાદીમાં નહીં મુકવા પેટે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ લાખો રૂપિયા પડાવ્યાના પણ કિસ્સા છે.

કેસ કરીને વ્યવહાર કર્યો, બીજા પાસે 2 લાખ માગ્યા

સ્વાતંત્ર્ય દિનની પૂર્વ રાત્રિના અમદાવાદ શહેરના છેવાડે આવેલા એક પોલીસ સ્ટેશન (Ahmedabad City Police) માં વિદેશી દારૂની 11 બૉટલ સાથે બે શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. Prohibition Case માં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી અને દારૂની હેરાફેરીમાં વપરાયેલા ટુ વ્હીલરને પોલીસે કબજે લીધું. પોલીસ કૉન્સ્ટેબલે સરકાર તરફે બે આરોપી સામે ફરિયાદ નોંધાવતા તપાસ હેડ કૉન્સ્ટેબલને સોંપવામાં આવી અને શરૂ થયો તોડપાણીનો ખેલ. પકડાયેલા બે યુવકો અને વાહન માલિક પાસેથી રૂપિયા ખંખેર્યા બાદ દારૂ સપ્લાય કરનારનું નામ ખોલવાનો ખેલ શરૂ થયો. જન્માષ્ટમીની પૂર્વે ગોવિંદા ગોવિંદા કરતા પો.કૉ. અને હેડ કૉન્સ્ટેબલે તેમની જ હદમાં રહેતા એક શખ્સને સપ્લાયર તરીકે ફોન પર દમ માર્યો. પોલીસ પાસે પતાવટ કરાવવા કહેવાતા સપ્લાયરે તેના મિત્ર/પરિચિતને ફરિયાદી પૉ.કૉ. પાસે મોકલ્યા. ફરિયાદી બનેલા પોલીસવાળાએ આગંતુકની હાજરીમાં કૉન્સ્ટેબલે તપાસ અધિકારી એવા હેડ કૉન્સ્ટેબલને ફોન કર્યો અને સ્પીકર પર વાતચીત કરી આંગળીના ઈશારામાં સપ્લાયરને રજૂ કરવા પેટે અઢી લાખ માગ્યા. ફોન પર વાતચીતમાં હેડ કૉન્સ્ટેબલે 'વિવેક' ગુમાવીને બેફામ અપશબ્દો બોલી પોતાનો પ્રભાવ પાડવા પણ પ્રયાસ કર્યો હતો.

તોડબાજોની માહિતી ACB સુધી પહોંચી પણ...

15 ઑગસ્ટના રોજ પતાવટના નામે મળવા ગયેલા શખ્સે મોબાઈલ ફોનમાં સમગ્ર વાતચીતનું ઑડિયો રેકૉડિંગ કરી લીધું. સપ્લાયર તરીકે જેને પોલીસ આરોપી બનાવવા માગતી હતી તેની સામે આજદીન સુધી એકપણ કેસ નોંધાયો નહીં હોવાથી તેણે પાંચ/દસ હજાર ખર્ચી મામલો પતાવવા તૈયારી દર્શાવી, પરંતુ પોલીસવાળા દોઢેક લાખથી ઓછી રકમમાં માનવા તૈયાર ન હતા. આખરે જન્માષ્ટમીના દિવસે ઑડિયો રેકૉડિંગ લઈને યુવક ગાંધીનગર એસીબી કચેરી (Gandhinagar ACB Office) ખાતે પહોંચ્યો હતો, પરંતુ જાહેર રજાના કારણે કોઈ મળ્યું ન હતું. આથી તે સાંજે શાહીબાગ ડફનાળા ખાતે એસીબીની મુખ્ય કચેરી (Gujarat ACB Head Office) પહોંચ્યો. જ્યાં તેને કંટ્રોલ રૂમમાં એક કર્મચારીને મળતા તેમણે અમદાવાદ એકમના અધિકારીનો ફોન પર સંપર્ક કરી વાત કરવા નંબર આપ્યો. એસીબીના પીઆઈએ ફરિયાદી સાથે વાતચીત કરી અને Audio Recording Clip વૉટ્સએપ પર મોકલી આપી બંને વચ્ચે બે દિવસ વાતચીત પણ થઈ. એસીબી અધિકારી અને દારૂના કેસમાં આક્ષેપિત યુવક વચ્ચે અનેક વખત વાતચીત થઈ પણ શું વાત કરી તેના પુરાવા Gujarat First પાસે નથી. યુવકે લગાવેલા આરોપ અનુસાર પોલીસ તોડનો મામલો એસીબીમાં પહોંચતા લાંચિયાઓ સતર્ક થઈ ગયા અને લાંચની ઉઘરાણી બંધ થઈ ગઈ છે.

આ પણ વાંચો :   IPS Battle : અનેક તપાસોમાં કલીનચીટ મળતા IPS મનીષસિંઘે સિનિયર IPS અભય ચુડાસમા સામે બાંયો ચઢાવી

Tags :
Ahmedabad City PoliceBankim PatelGandhinagar ACB OfficeGujarat ACB Head OfficeGujarat FirstLiquor MafiaProhibition Case
Next Article