Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વેપન લાયસન્સ કૌભાંડમાં વધુ 7 આરોપીઓ Gujarat ATS માં હાજર થતાં સ્ટેટ પોલીસ એજન્સી ચર્ચામાં

જાબાંઝ Gujarat ATS આરોપીઓને પકડી લાવવાના બદલે હાજર કરાવે છે. આ ચર્ચા સાચી હોય તો ખૂબ જ ગંભીર બાબત છે.
વેપન લાયસન્સ કૌભાંડમાં વધુ 7 આરોપીઓ gujarat ats માં હાજર થતાં સ્ટેટ પોલીસ એજન્સી ચર્ચામાં
Advertisement

Gujarat ATS : નકલી વિઝા સ્કેમ તેમજ વિવાદીત મામલાની તપાસ જેવી ઘટનાઓ બાદ હવે જાબાંઝ Gujarat ATS આરોપીઓને પકડી લાવવાના બદલે હાજર કરાવે છે. આ ચર્ચા સાચી હોય તો ખૂબ જ ગંભીર બાબત છે. આર્થિક રીતે મજબૂત ગુનેગારોમાં હવે એટીએસનો ડર નથી રહ્યો તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. મીડિયામાં પ્રસિદ્ધિ મેળવનાર વેપન લાયસન્સ કૌભાંડ (Fake Gun Licence Scam) ની તપાસમાં શરૂઆતથી જ એટીએસની કાર્યનીતિ શંકાસ્પદ રહી હતી. મંગળવારે પોલીસ ચોપડે સાત આરોપીઓની ધરપકડ દર્શાવાતા પકડાયેલા આરોપીઓનો આંક 74 પર પહોંચી ગયો છે. અત્રે નોંધનીય છે કે, મોટાભાગના આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે.

Gujarat ATS ગમે તેવી કામગીરીમાં પડવા લાગી

મૂળભૂત રીતે ત્રાસવાદને નાથવા/કાબૂમાં રાખવા દસકાઓ અગાઉ બનાવાયેલી ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ ભૂતકાળમાં પણ વિવાદમાં આવી ચૂકી છે. છેલ્લાં બેએક વર્ષથી એટીએસ ગમે તેવી કામગીરીમાં સક્રિય થઈ જાય છે. PI Taral Bhatt એન્ડ કંપનીએ જુનાગઢ જિલ્લામાં કરેલા તોડકાંડની તપાસમાં એટીએસ ક્રિકેટ સટ્ટા બજાર તેમજ બેનંબરના ધંધા સાથે સંકળાયેલા શખ્સોને તપાસના નામે ઉપાડી લાવી હતી અને આખરમાં જવા દીધા હતા. તાજેતરમાં એટીએસ પોલીસ સ્ટેશન ના ચોપડે નોંધાયલો નકલી વિઝા સ્કેમનો કેસ પણ અનેક સવાલો ઉઠાવી રહ્યો છે. બબ્બે વેપન લાયસન્સ સ્કેમની તપાસ/કામગીરીને લઈને ગુજરાત એટીએસ ટીમ (Gujarat ATS Team) અનેક વિવાદમાં આવી ચૂકી છે અને આવી રહી છે.

Advertisement

લાયસન્સ સ્કેમમાં આતંકવાદી કનેક્શન શોધે છે Gujarat ATS

Gujarat Police ના ચોપડે ચઢી ચૂકેલાં ગુનેગારો, બિલ્ડર, આંગડિયા પેઢીના માલિક સહિતના શખ્સો Gun Licence Racket માં આરોપી બની ગયા છે. એટીએસ આરોપીઓની ધરપકડ બાદ અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા દર્શાવેલા કારણોમાં એક કોમન કારણ દર્શાવે છે. આ કારણ છે, આરોપી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીમાં સંડોવાયેલો છે કે કેમ અથવા કોઈ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો છે કેમ ? એટીએસનું મુખ્ય કામ આતંકવાદ રોકવાનું છે. કદાચ Anti Terrorism Squad Gujarat આ કારણથી જ મામલાને આતંકવાદ અથવા રાજ્યમાં ફેલાયેલા નેટવર્ક સાથે સાંકળે છે.

Advertisement

Prime_Angadia_Arjun_Algotar_Mukesh_Bambha_Vishal_Pandya_alias_VP_Shela_Boliya_Brijesh_Mehta_alias_Bittu_Nawab_Dhairy_Jariwala_Saddam_Hussain

આરોપીને સોમવારે હાજર થવાની કેમ સંમતિ ના મળી ?

રાજ્યભરમાં ફેલાયેલા ગન લાયસન્સ કૌભાંડનો ભાંડો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) માં ફૂટતા એટીએસ સહિતની એજન્સીઓએ રાતોરાત ભાગદોડ કરીને અનેક આરોપીઓ/સૂત્રધારોને ઝડપી લીધા હતા. એટીએસની ટીમે કૌભાંડના સૂત્રધાર વિશાલ પંડ્યા, મુકેશ બામ્ભા, સેલા બોળીયા સહિત 7 શખ્સોને ગત 8 એપ્રિલના રોજ ઝડપી રાજ્યભરમાં ફેલાયેલા સ્કેમની માહિતી હાથવગી કરી લીધી હતી. ગત સોમવારે રાતે મણીપુર/નાગાલેન્ડ ગન લાયસન્સ કૌભાંડના 46 ફરાર આરોપીઓ પૈકી કેટલાંક શખ્સો એટીએસમાં સામે ચાલીને હાજર થવાના હતા. એક ચર્ચા અનુસાર એકાદ ડઝન આરોપીઓ હાજર થવા માટે ગત સોમવારે અમદાવાદ ખાતે એકઠાં થયા હતા. જો કે, સોમવારે આઈપીએસ સહિતના અધિકારીઓની મોટાપાયે બદલી (IPS Officers Transfer) આવી તેમજ વધુ હુકમ થવાની સંભાવનાના પગલે આરોપીઓને બીજા દિવસે હાજર થવા સૂચના મળી હતી. આ સૂચના એટીએસના અધિકારીઓએ આપી કે તેમના કોઈ વચેટિયાએ તેની માહિતી Gujarat First પાસે નથી.

Arms_License_Scam_accused_wait_because_of_so_many_Gujarat_IPS_officers_transferred_Manipur_Nagaland_Weapon_License_Racket

અબજોપતિ બિલ્ડર સહિત 39 આરોપી ચોપડે ફરાર

7 એપ્રિલ 2025ના રોજ ATS Police Station Gujarat ના ચોપડે નોંધાયેલા ગન લાયસન્સ સ્કેમના કેસમાં મંગળવારે 7 શખ્સોની ધરપકડ દર્શાવાતા આંકડો 74 થયો છે. 8 એપ્રિલ, 10 એપ્રિલ, 11 એપ્રિલ, 20 મે અને 30 જુલાઈના રોજ તબક્કાવાર ધરપકડ કરવામાં આવી છે. એક સાથે મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ દર્શાવવામાં આવે તો તેમને લાવવા-લઈ જવા તેમજ કાર્યવાહીમાં મોટાભાગની એટીએસ ટીમ રોકાઈ જાય તેમ છે. આ કારણે એટીએસ તબક્કાવાર ધરપકડ કરી રહી છે. મંગળવારે ધરપકડ કરાયેલા કેવલ કલોત્રા (રબારી), બિરેન પટેલ ઉર્ફે પિન્ટુ, મેહુલ ભરવાડ, મનીષ પટેલ, હિતેશ ગમારા, ચિરાગ ભરવાડ ઉર્ફે હકા અને ગભરૂ સાંબળ ઉર્ફે મોગલને અદાલતમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મળ્યા છે.

આ પણ વાંચો :   Prohibition Case માં નામ નહીં ખોલવા પોલીસે 2.50 લાખ માગ્યા, મામલો ACB કચેરી પહોંચ્યો પણ...

Tags :
Advertisement

.

×