દક્ષિણ ભારતમાં થયેલી કરોડોની Angadia Robbery કેસમાં ત્રણ ઝડપાયા, લાખો રૂપિયા કબજે થયા
Angadia Robbery : ગત ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રના નાંદેડમાં થયેલી આંગડિયા લૂંટ બાદ Angadia Robbery નો સિલસિલો શરૂ થયો અને તે ખતમ નથી થઈ રહ્યો. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં રૉબરી/લૂંટની અનેક ઘટનાઓમાં કરોડો રૂપિયા ગુમાવનારા આંગડિયાઓની ફરિયાદ લેવા પોલીસ તૈયાર નથી. Angadia Robbery થી ત્રાહિમામ થયેલા આંગડિયાઓએ મીટિંગ કરી સરકારમાં રજૂઆત પણ કરી ચૂક્યાં છે. જો કે, ઉત્તર ગુજરાતમાંથી આવેલા એક સારા સમાચારે આંગડિયાઓમાં એક આશાનું કિરણ પેદા કર્યું છે. બૉર્ડર રેન્જની ટીમે કર્ણાટકમાં થયેલી 3.60 કરોડની Angadia Loot માં ત્રણ શખ્સોને પકડી પાડી લાખો રૂપિયા કબજે કર્યા છે. કોણ છે આ આરોપીઓ ? જાણવા વાંચો આ અહેવાલ...
Angadia Robbery માં પોલીસ ફરિયાદ જ નથી લેતી
ગુજરાત રાજ્ય બહાર જ્યારે જ્યારે આંગડિયા લૂંટાય છે ત્યારે અન્ય રાજ્યની પોલીસ બેનંબરી નાણા હોવાનું કહીને હાથ અદ્ધર કરી દે છે. છેલ્લાં નવ મહિનામાં Angadia Robbery ની પોણા ડઝન જેટલી ઘટના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં બની ચૂકી છે. જેમાં પચ્ચીસેક કરોડ જેટલી મતા ટોળકીઓએ લૂંટી લીધી છે. આંગડિયા પોલીસ પાસે ફરિયાદ કરવા જાય તો તેમની રકમ બેનંબરી છે તેમ કહીને તેમને રવાના કરી દે છે. અત્રે નોંધનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં અમદાવાદના એક મોટા આંગડિયાની ગાડીમાંથી 2 કરોડ રૂપિયા મહારાષ્ટ્રમાં લૂંટાયા હતા. નાંદેડ જિલ્લામાં બનેલી ઘટનામાં પોલીસે 15 લાખની લૂંટની ફરિયાદ નોંધી આરોપી પકડીને 9.50 લાખની રિકવરી બતાવી દઈ કેસ પૂર્ણ કરી દીધો.
કર્ણાટકમાં Angadia Robbery, ભેદ ગુજરાત પોલીસે ઉકેલ્યો
તાજેતરમાં PPS Angadia ની ગાડીને આંતરીને 3 કરોડ 60 લાખની લૂંટ કર્ણાટક રાજ્ય (Karnataka State) માં ચલાવવામાં આવી હતી. આ મામલે કર્ણાટક પોલીસે આરોપીઓને શોધવાની વાત તો દૂર રહી, પરંતુ ફરિયાદ લેવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી. દરમિયાનમાં બૉર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયા (Chirag Koradia IPS) ને આંગડિયા લૂંટ કેસમાં એક ઠોસ માહિતી મળી અને ત્રણ શખ્સોને ઝડપી લઈને પોલીસે 14.80 લાખની રોકડ કબજે કરી છે.
આ પણ વાંચો - Ahmedabad Firing : શીલજ બ્રિજ પાસે બહેનની હાજરીમાં બનેવીએ સાળા પર ગોળીઓ વરસાવી, બે પેટમાં વાગી અને એક કાર પર
મહેસાણા જિલ્લાના લૂંટારૂ સિદ્ધપુરમાંથી ઝડપાયા
મહેસાણા જિલ્લા (Mahesana District) માં રહેતા ત્રણ શખ્સોને બૉર્ડર રેન્જ ટીમના પીએસઆઈ સી.ડી.વાઘેલા (PSI C D Vaghela) અને તેમની ટીમે પાટણ જિલ્લામાંથી ઝડપ્યા છે. પકડાયેલી આરોપીઓમાં નિયાઝખાન પઠાણ ઉર્ફે ચિનીયો (ઉ.41 રહે. એકતાનગર કૉર્ટ સામે, તા.ખેરાલુ), ફરદીનખાન મોગલ (ઉ.25 રહે. વરવાડા, તા.ઉંઝા) અને રવાજી ઠાકોર (ઉ.45 રહે.ગણેશપુરા, તા.કડી) નો સમાવશે થાય છે. કરોડોની લૂંટ પૈકીના 14.80 લાખ રૂપિયા આરોપીઓ પાસેથી પોલીસે કબજે લીધા છે. આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશન (Siddhpur Police Station) ના ચોપડે 14.80 લાખની રોકડ મળી આવ્યાની નોંધ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, Karnataka Angadia Loot બાદ આરોપીઓએ ભાગ પાડેલી રકમ પૈકીના 30-30 લાખ ભરેલા બે થેલા મહારાષ્ટ્રમાં પોલીસને ચેકપોસ્ટ પર તપાસમાં હાથ લાગતા 60 લાખ રોકડ ઈન્કમટેક્સ વિભાગ (Income Tax Department) માં જમા થઈ ગઈ છે.
આ પણ વાંચો -Vadodara : એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ


